પેરેન્ટિંગ / વરસાદની સિઝનમાં બાળકોને ઉકાળેલું પાણી આપવાથી મલેરિયા અને ડેન્ગયુ જેવા રોગો દૂર ભાગે છે

Diseases like malaria and dengue will far away by giving boiled water to children in the rainy season

Divyabhaskar.com

Jul 08, 2019, 05:48 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: વરસાદની સિઝનમાં માત્ર ઘરને સ્વચ્છ રાખવું જરૂરી નથી. તેની સાથે બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે. જેથી ચોમાસાની સિઝનમાં થતા રોગોથી બાળકોને બચાવી શકાય. આ ઋતુમાં ઉદભવતા મચ્છરોથી બાળકની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એવામાં મચ્છરોના પ્રકોપની સાથે પાણી અને ભેજના કારણે થતી બીમારીથી તેમને દૂર રાખવા જોઈએ. તેથી આ સિઝનમાં બાળકોની કાળજી રાખવા તમારે ઘરની બહાર અને અંદર કેટલીક બાબતોની સાવધાની રાખવી જોઈએ.


દરરોજ બાળકને સ્નાન કરાવવું
ચોમાસાની ઋતુમાં બહુ ઝડપથી રોગ ફેલાય છે. એવામાં ગરમીની સિઝનમાં બાળકને દરરોજ નવડાવવું જોઇએ. જ્યારે પણ બાળકને સ્નાન કરાવો ત્યારે પાણીમાં જીવાણુઓને નષ્ટ કરતી દવા નાખવી. નાહી લીધા બાદ બાળકનું શરીર લૂછવા સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરવો.


તેલથી માલિશ કરવી
ઉનાળામાં હંમેશાં મહિલાઓ મૂંઝવણમાં મૂકાઈ જાય છે કે બાળકને માલિશ કરવી કે નહીં. તેલ ગરમ હોવાની સાથે સાથે ચિકણું હોય છે. તેવામાં ઠંડી પ્રકૃતિવાળા તેલનો ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયાંમાં એક કે બે વખત બાળકને તેલથી મસાજ કરવો. તેલથી મસાજ કરવાથી બાળકના શરીરનાં અંગો મજબૂત થાય છે.


તાપમાન પ્રમાણે કપડાં પહેરાવવા
ચોમાસાની સિઝનમાં વાતાવરણ ઝડપથી બદલાય છે. આ ઋતુમાં બાળકો માટે કપડાંની પસંદ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. મચ્છરોથી બચાવવા માટે બાળકને શરીરનું દરેક અંગ ઢંકાય એવા કપડાં પહેરાવવા. તેનાથી ડેન્ગયુઅને મેલેરિયા જેવા રોગો થતા અટકાવી શકાય છે.


સ્વચ્છ પાણી
આ સિઝનમાં પાણીના કારણે રોગો થવાનું જોખમ વધી જાય છે. બાળકોને પીવડાવામાં આવતું પાણી સ્વચ્છ હોવું જોઈએ. બાળકોને ROનું અથવા ઉકાળેલું પાણી જ પીવડાવવું જોઈએ.


મચ્છરોથી દૂર રાખવા
મચ્છરના કારણે ડેન્ગયુ અને મેલેરિયા જેવા રોગો થાય છે. તેવામાં બાળકની આસપાસની જગ્યાને એકદમ સ્વચ્છ રાખવી અને સરખી સફાઈ કરવી. ઘરમાં ફિનાઈલ નાખીને પોતું કરવું, તેમજ મચ્છર મારવાની દવા છાંટવી. જો બાળકને બહાર લઈ જઈ રહ્યાં હો તો ત્વચા પર મચ્છર દૂર રહે એવું ક્રીમ લગાવવું.


રોગીઓથી દૂર રાખવા
આ સિઝનમાં બીમારીના જીવાણુ ઝડપથી ફેલાય છે. તેવામાં બાળકોને બીમાર વ્યક્તિથી દૂર રાખવા. પરિવારના દરેક વ્યક્તિએ બાળકને હાથ લગાવતા પહેલાં હાથ ધોયેલા હોવા જરૂરી છે.


પાણીથી સાફ કરવામાં આવેલા શાક અને ફ્રૂટનું સેવન કરવું
બાળકોને બહારનો ખોરાક આપવાની જગ્યાએ તેમને ખાવામાં ફ્રૂટ અને શાકભાજી આપવાં જોઈએ. તેમને ફ્રૂટ આપતાં પહેલાં પાણીમાં એક ચમચી મીઠું નાખીને બરાબર રીતે ધોઈને સાફ કરી લેવાં.


વરસાદથી દૂર રાખવું
બાળકોને વરસાદમાં પલળવું બહુ ગમતું હોય છે. પરંતુ તે બાળક માટે નુકસાનકાર સાબિત થઈ શકે છે. પહેલા વરસાદમાં સામાન્ય રીતે ભેજનું પ્રમાણ વધારે હોય છે, જે બાળકની કોમળ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

X
Diseases like malaria and dengue will far away by giving boiled water to children in the rainy season

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી