તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેદસ્વિતાના કારણે બાળકોને અસ્થમાની બીમારી થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખતરનાક બીમારી ન માત્ર મોટી ઉંમરના લોકોને થાય છે પરંતુ બાળકોને પણ પોતાની ઝપેટમાં લે છે
  • બાળકોનું વજન કંટ્રોલમાં રાખીને હજારો બાળકોને આ બીમારીથી બચાવી શકાય છે
  • અસ્થામાં બાળકોમાં થતી ક્રોનિક બીમારીઓમાંથી મુખ્ય છે

દિવ્યશ્રી ડેસ્ક. અસ્થમા અથવા દમ શ્વસન તંત્રની બીમારી છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, આ બીમારીની કોઈ સારવાર નથી. સાવધાની રાખવામાં આવે તો આ બીમારીને કાબૂમાં કરી શકાય છે. આ ખતરનાક બીમારી ન માત્ર મોટી ઉંમરના લોકોને થાય છે પરંતુ બાળકોને પણ પોતાની ઝપેટમાં લે છે. બાળકોમાં અસ્થમાં થવાના ઘણા કારણો છે પરંતુ એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, બાળકોનું વજન કંટ્રોલમાં રાખીને હજારો બાળકોને આ બીમારીથી બચાવી શકાય છે.  
અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાં કરવામાં આવેલ રિસર્ચમાં અમેરિકાના પાંચ લાખ કરતાં વધું બાળકોનાં સ્વાસ્થ્યના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જોવામાં આવ્યું તે અંદાજે 23થી 27 ટકા બાળકોમાં મેદસ્વિતા અસ્થમાનું કારણ છે. 'પીડિએટ્રિક્સ' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યામાં આવ્યા અનુસાર, 17 વર્ષની ઉંમર કરતા ઓછી વયના 10 ટકા બાળકોનું વજન નિયંત્રણમાં હોય તો તેઓ આ બીમારીની ઝપેટથી બચી શકે છે. 
ડ્યૂક યુનિવર્સિટીના અસોસિયટ પ્રોફેસર જેસન ઈ લાંગના જણાવ્યા પ્રમાણે, અસ્થામાં બાળકોમાં થતી ક્રોનિક બીમારીઓમાંથી મુખ્ય છે અને નાનપણમાં વાયરલ ચેપ તથા જીન્સ સંબંધિત કેટલાક કારણો છે જેનાથી અસ્થમા થાય છે. તેમણા જણાવ્યા અનુસાર, બાળપણમાં અસ્થમાં થવાનું સૌથી મોટું કારણ મેદસ્વિતા છે. બાળકોમાં મેદસ્વિતા ન રહે તે માટે જરૂરી  છે કે બાળકોને કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરાવતા રહેવું જોઈએ જેથી તેનું વજન કંટ્રોલમાં રહે.  

બાળકોમાં અસ્થામાના અન્ય લક્ષણો

  • જો બાળકને નાકની એલર્જી છે તો આગળ જઈને અસ્થમા થઈ શકે છે.
  • સાઈન્સ અને ફ્લૂના કારણે પણ બાળકોને અસ્થમા થઈ શકે છે
  • સિગારેટના કારણે પણ અસ્થમાં થાય છે
  • જો માતા પિતાને અસ્થમા હોઈ તો બાળકને અસ્થમા થઈ શકે છે
અન્ય સમાચારો પણ છે...