• Home
  • Lifestyle
  • Children who spend time with dogs are at a lower risk of schizophrenia

રિસર્ચ / કૂતરાઓની સાથે સમય પસાર કરનારા બાળકોમાં સ્કિઝોફ્રેનિઆનું જોખમ ઓછું રહે છે

Children who spend time with dogs are at a lower risk of schizophrenia

  • મોટાભાગની માનસિક બીમારી બાળપણમાં કુદરતી સંપર્કમાં આવવાથી થતી હોય છે
  • બાળપણમાં ઘરના પાલતુ પ્રાણીઓનો સાથે સમય વિતાવવાથી સ્કિઝોફ્રેનિઆનું જોખમ ઘટે છે
  • સુક્ષ્મજીવાણુઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાથે સ્કિઝોફ્રેનિઆના જોખમને ઘટાડે છે

Divyabhaskar.com

Dec 26, 2019, 04:37 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. તમારામાંના ઘણા એવા છે જે પાલતુ પ્રાણી (પેટ)ને ખૂબ પ્રેમ કરે છે. પાલતુ પ્રાણી તમારા મિત્રો જેવા હોય છે, તેઓ તમારી એકલતા દૂર કરે છે. તેના ઘણા ફાયદાઓ વિશે તો તમે જાણતા હશો પણ તેના કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ જો આ પાલતુ પ્રાણીઓને સાવધાની સાથે પાળવામાં આવે તો તે ઘણા માનસિક રોગ જેમ કે, સ્ટ્રેસ, એકલતા, ક્રોધ, ચિંતાને દૂર કરે છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે, જે બાળકોનું બાળપણ ઘરના પાલતુ પ્રાણી સાથે વીતે છે તેઓ મોટા થાય ત્યારે તેમને સ્કિઝોફ્રેનિઆ જેવી માનસિક બીમારી થવાનું જોખમ નથી રહેતું.

અમેરિકાની જોન્સ હોપકિન્સ મેડિસિન દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જે ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય છે તે ઘરના બાળકો મોટા થાય ત્યારે માનસિક બીમારી સ્કિઝોફ્રેનિઆની બીમારી નથી થતી. હોપકિન્સ મેડિસિનમા મેનેજમેન્ટ ડિરેક્ટર અને આ રિસર્ચના મુખ્ય ઓથર જોન્સના જણાવ્યા પ્રમાણે, માનસિક બીમારી સાથે સંકળાયેલ આ રિસર્ચમાં જાણવા મળ્યું કે મોટાભાગની માનસિક બીમારી બાળપણમાં કુદરતી સંપર્કમાં આવવાથી થતી હોય છે. કેમ કે, બાળપણમાં મળતા વાતાવરણથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. બાળકોને પોતાના ઘરના પાલતુ પ્રાણી સાથે નિકટનો સંબંધ હોય છે, આ તર્ક આપણા રિસર્ચમાં બહુ મહત્ત્વપૂર્ણ સાબિત થયો.

જો કે, રિસર્ચમાં એ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી કે કૂતરાઓની જેમ બિલાડીઓની સાથે મોટા થતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર તેમના સાથની હકારાત્મક અસર પડે છે કે નકારાત્મક. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જન્મથી લઈને 12 વર્ષની ઉંમર સુધી ઘરના પાલતુ પ્રાણીઓ ખાસ કરીને કૂતરાઓની સાથે સમય પસાર કરનારા બાળકોમાં સ્કિઝોફ્રેનિઆનું જોખમ ઓછું રહે છે. જો કે, આ બંને વચ્ચે જ્યારે બાયપોલર ડિસઓર્ડર વચ્ચે કનેક્શન જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો કોઈ નક્કર કારણ મળ્યું ન હતું.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળપણમાં બાળકો પાળતુ પ્રાણીઓના સંપર્કમાં આવવાથી ઘણા પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ સાથે સંપર્કમાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું કે, ઘણી સ્થિતિઓના અનુસાર, આ સુક્ષ્મજીવાણુઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાથે સ્કિઝોફ્રેનિઆના જોખમને ઘટાડે છે.

X
Children who spend time with dogs are at a lower risk of schizophrenia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી