રિસર્ચ / 18 વર્ષની ઉંમરના બાળકોને ડિપ્રેશનનું જોખમ વધારે રહે છે

Children under the age of 18 are at higher risk of depression

  •  કિંગ્સ કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે
  •  સંશોધકોએ ઘણા પરિબળોના આધાર પર એક ટૂલ શોધી કાઢ્યું છે
  • 15 વર્ષની ઉંમરના અંદાજે 2,000 બ્રાઝીલિયન બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Jan 25, 2020, 11:56 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. કિશોરાવસ્થામાંથી પસાર થઈ રહેલા બાળક 18 વર્ષની વયના થાય ત્યારે તેઓ ડિપ્રેશનનો ભોગ બની શકે છે. આ વાત તાજેતરમાં કિંગ્સ કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં સામે આવી છે. સંશોધકોએ ઘણા પરિબળોના આધાર પર એક ટૂલ શોધી કાઢ્યું છે. તેની સાથે સંકળાયેલ રિસર્ચને અમેરિકન એકેડમી ઓફ ચાઈલ્ડ ઍડલેસન્ટ સાઇકાઅટ્રીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ટૂલ માટે સંશોધકોએ મેન્ટલ હેલ્થ રિસ્કની તરફ સંકેત કરનાર ટ્રેડિશનલ મેથડથી આગળ વધીને અલગ અલગ ફેક્ટરના આધાર પર રિસ્ક સ્કોર તૈયાર કર્યો છે. સંશોધકોએ તેના માટે 15 વર્ષની ઉંમરના અંદાજે 2,000 બ્રાઝીલિયન બાળકો પર રિસર્ચ કર્યું તમે તેનમા ફેમિલી રિલેશનશિપ, ડ્રગ યુઝ, એકેડમિક સક્સેસ અથવા ફેલ્યોર, સેક્સ અને સ્કિન કલર જેવા અલગ અલગ ફેક્ટરના આધાર પર રિસ્ક સ્કોર બનાવ્યો.

રિસર્ચના કો ઓથર વેલેરિયા મોન્ડેલીએ આ રિસર્ચને ડિપ્રેશનની ઓળખ કરી અને તેના સારવાર માટે એક 'ખૂબ જ મહત્વપૂર્ણ પ્રથમ પગલું' ગણાવ્યું છે. જો કે, તૈયાર કરવામાં આવેલ ટૂલ યુકે અને ન્યૂ ઝીલેન્ડના બાળકો પર વધારે અસરકારક સાબિત નથી થયું. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, આ દેશોમાં મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ કરવાની રીત અલગ છે. ઉપરાંત જાણકારીનો પણ અભાવ છે, જેનાથી સ્કોર પર અસર પડે છે. રિસર્ચના કો-ઓથર ડો. ક્રિશ્ચિયન કેઇલીંગેના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારના ટૂલને ડેવલપ કરતા સમયે લોકલ વેરિએશનને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.

X
Children under the age of 18 are at higher risk of depression
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી