પેરેન્ટિંગ / બાળકોને નાનપણથી જ રૂમ વ્યવસ્થિત રાખવાની જવાબદારી સોંપવી જોઇએ

Children should be given the responsibility of keeping the room organized from an early age

  • બાળકોના બધા કામ માતા-પિતા કરે ત્યારે આ આદત તેમને બેદરકાર બનાવી દે છે
  •  બાળકોમાં પરિવર્તન લાવવા માટે માતા-પિતાએ જ યોગ્ય પગલાં ભરવા જરૂરી છે
  •  બાળક નાનું હોય તો એને રમકડાં રમ્યા પછી યોગ્ય જગ્યાએ મૂકવાની ટેવ પાડો

Divyabhaskar.com

Oct 09, 2019, 11:38 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળકો નાના હોય, ત્યારે માતા-પિતા જ તેમનું બધું કામ કરે છે. તેમનાં રમકડાં યોગ્ય જગ્યાએ મૂકવા, પથારી સ્વચ્છ રાખવી, પુસ્તકો ભેગા કરવા,રૂમ સાફ કરવો વગેરે.બાળકોના બધા કામ માતા-પિતા કરે ત્યારે આ આદત તેમને બેદરકાર બનાવી દે છે. તેઓ મોટા થયા પછી તેમને શીખવવાનું મુશ્કેલ બની જાય છે. આ જ કારણસર તેઓ જીવનમાં પણ અવ્યવસ્થિત રહે છે. તેથી બાળકોમાં પરિવર્તન લાવવા માટે માતા-પિતાએ જ યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.

નાનપણથી જ શરૂઆતઃ

એમ વિચારવું યોગ્ય નથી કે બાળક મોટું થઇને આપમેળે શીખી જાય છે. એને તમારે જ ટેવ પાડવી પડશે. બાળક નાનું હોય તો એને રમકડાં રમ્યા પછી યોગ્ય જગ્યાએ મૂકવાની, કચરો ડસ્ટબિનમાં નાખવાની ટેવ પાડો. તે કામ ભલે નાનું હોય, પણ તે કરવાની ટેવ ત્યારે જ પડશે.

હજી મોડું નથી થયું:

જો તમારા સંતાનો મોટા થઇ ગયા હોય તો તેમને કહો કે તેઓ પોતાની રીતે પોતાનો રૂમ ગોઠવી શકે છે, પણ તે સાફ રહેવો જોઇએ. એ માટે એમને શરૂઆતમાં શીખવો કે કઇ રીતે વસ્તુઓને ગોઠવવાની છે. શરૂઆતમાં તમે વ્યવસ્થિત ગોઠવતાં શીખવશો અને કહેશો કે તેઓ તેમને ગમે તે રીતે ગોઠવણી કરે, પણ રૂમ સાફ રહેવો જોઇએ.

વય અનુસાર વસ્તુ પસંદ કરો:

બાળકોનો રૂમ છે, તો વસ્તુઓ પણ એમને ગમતી અને એમની વય અનુસાર હોવી જોઇએ. પડદાથી લઇને ઓશિકા અને પથારી પણ રંગબેરંગી અને સુંદર હોવાં જોઇએ. જો ફર્નિચર બાળકોની વય અનુસાર ન હોય તો એવામાં ફર્નિચરને અલગ રંગથી કલર કરો, બાળકોની મદદ લો. બાળકોએ બનાવેલા ક્રાફ્ટ રૂમમાં સજાવો.

પથારી સાફ કરવી:
એવું માનવામાં આવે છે કે ઊઠતાંની સાથે જ પોતાની પથારી સરખી કરવી એ વ્યવસ્થિત રીતે દિવસની શરૂઆત કરવાનું પ્રથમ પગલું છે. પથારી અવ્યવસ્થિત હોય તો આખો રૂમ ખરાબ અને અવ્યવસ્થિત લાગે છે. બાળકોને આ કામ કરવાની ટેવ પાડો, પણ તેમને એવું ન લાગે કે આ પરાણે કરવું પડે છે.

વસ્તુ હાથમાં આવે એ રીતે મૂકવી:

ઘણી વાર વસ્તુ એટલી ઊંચે કે એવી જગ્યાએ મૂકી દેવામાં આવે છે, જ્યાં બાળકોનો હાથ નથી પહોંચી શકતો. બાળકોની વસ્તુ હોય તો એમનો હાથ પહોંચે એ રીતે હોવી જોઇએ. રમકડાંની બાસ્કેટ કે કબાટ જે પણ હોય ત્યાં બાળકો પહોંચી શકે એમ હોય. તેમની ડ્રોઇંગબુક, સ્કેચપેન, પેન્સિલ વગેરે નજર સામે રાખો જેથી જરૂર પડે ત્યારે સામાન વ્યવસ્થિત રાખીને તે લઇ શકે. પુસ્તકોને પણ સામાન્ય કબાટમાં સહેલાઇથી હાથમાં આવે એમ ગોઠવો.

X
Children should be given the responsibility of keeping the room organized from an early age
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી