રિસર્ચ / જેલમાં સજા ભોગવતા હોય એવા માતા-પિતાના બાળકો ડ્રગ્સ અને દારૂ જેવી ટેવની સાથે ડિપ્રેશનનો ભોગ બને છે

Children of parents in prison suffer from depression along with drug and alcohol habits.

  • બાળકની વર્તણૂકથી લઈને અન્ય વસ્તુઓ પર માતા-પિતાની ભૂમિકા અને તેમના ઉછેરની રીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે
  •  જેલમાં સજા ભોગવી રહ્યા હોય તેમના મોટાભાગના બાળકો મોટા થઈને ડ્રગ્સ અને દારૂ જેવી ટેવની સાથે ડિપ્રેશનનો ભોગ બને છે.

Divyabhaskar.com

Aug 31, 2019, 12:06 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળકની વર્તણૂકથી લઈને અન્ય વસ્તુઓ પર માતા-પિતાની ભૂમિકા અને તેમના ઉછેરની રીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે જોડાયેલ એક રિસર્ચ સામે આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે એવા બાળકો જેમનાં પિતા અથવા માતા કોઈ કારણોસર જેલમાં સજા ભોગવી રહ્યા હોય તેમના મોટાભાગના બાળકો મોટા થઈને ડ્રગ્સ અને દારૂ જેવી ટેવની સાથે ડિપ્રેશનનો ભોગ બને છે.

સેન્ટર ફોર ચાઈલ્ડ એન્ડ ફેમિલી પોલિસી દ્વારા ડ્યૂક યુનિવર્સિટી સેનફોર્ડ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે, એવાં માતા-પિતા જે જેલમાં હોય અથવા સજા ભોગવી ચૂકેલા હોય તેમનાં બાળકોમાં બીજા બાળકોની સરખામણીએ કોઈપણ પ્રકારનું વ્યસન કરવાની શક્યતા છ ગણી અને તણાવગ્રસ્ત રહેવાની સંભાવના બે ગણા વધારે હોય છે.

આટલું જ નહીં, આવાં માતા-પિતાના બાળકો નાનપણથી લઈને મોટા થાય તે સમયગાળામાં ધણા પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. આવાં બાળકોમાં સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થવાના તેમજ છેતરપિંડી કરવાના કિસ્સા વધુ જોવા મળે છે. તેમજ તેઓ કિશોર વયે સેક્શુઅલી એક્ટિવ થાય છે અને તેમનામાં પૈસાની તંગીની સમસ્યા વધારે જોવા મળે છે.

X
Children of parents in prison suffer from depression along with drug and alcohol habits.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી