તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Children Do Not Get 9 Hours Of Sleep Stops Their Growth, Increases The Risk Of Obesity

બાળકોને 9 કલાકની ઊંઘ ન મળવાથી તેમનો વિકાસ અટકી જાય છે, મેદસ્વિતાનું જોખમ રહે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરો લોહીની તપાસ કરીને જણાવી શકશે કે બાળકને પૂરતી ઊંઘ મળે છે કે નહીં
  • ઓછી ઊંઘ લેવાથી બાળકો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા
  • ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ રાતે 12 કલાક કરતા વધારે ઊંઘવું જોઈએ

દિવ્યશ્રી ડેસ્ક. હવે ડોક્ટરો લોહીની તપાસ કરીને જણાવી શકશે કે બાળકને પૂરતી ઊંઘ મળે છે કે નહીં. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. બાળકોએ રાતે ઓછામાં ઓછી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ જ્યાં સુધી તે 16 વર્ષનું ન થઈ જાય. નવ કલાકની ઊંઘ ન લેવાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 

મેદસ્વિતાનું જોખમ વધી જાય છે
ઓછી ઊંઘ લેવાથી બાળકોનો વિકાસ અટકી જાય છે. તેનાથી તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને તેમનામાં મેદસ્વિતા અને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. એ જણાવવું મુશ્કેલ છે કે બાળકો કેટલું ઊંઘે છે કેમ કે, તે બાળક અને તેના માતા-પિતા પર આધાર રાખે છે. 


માતા-પિતાએ પણ આ વાતની યોગ્ય જાણકારી નથી આપી શકતા કે તેમનું બાળક કેટલા કલાક ઊંઘે છે. પરંતુ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, તેમને એક એવું રક્ત પરીક્ષણ વિકસાવ્યું છે કે જેનાથી બાળકોની ઊંઘવાની આદતો વિશે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. 

RNA કણોની ઓળખ કરી શકે છે
ઈટલીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ સાયન્સ ઓફ ધ નેશનલ રિસર્ચ કાઉન્સિલના સંશોધકોએ આ રક્ત પરિક્ષણ વિકસાવ્યું છે. આ રક્ત પરીક્ષણ લોહીમાં રહેલા માઈક્રો RNA (રિબોન્યુક્લિક એસિડ) નામના કણોની ઓળખ કરીને ઊંઘ વિશે જાણકારી મેળવે છે. માઈક્રો  RNA શરીરના સૌથી સક્રિય જીનને નિયંત્રિત કરે છે. વૈજ્ઞાનિકોએ ઊંઘના સમય પ્રમાણે માઈક્રો  RNAમાં ઘણા ફેરફાર જોયા હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બે વિવિધ પ્રકારના માઈક્રો RNA પરથી એ જાણવા મળ્યું કે કયા બાળક નવ કલાર સૂવે છે અને કયા બાળક નવ કલાક કરતા ઓછું સૂવે છે. 

કેટલી ઊંઘ લેવી જરૂરી
યુનાઈટેડ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ રાતે 12 કલાક કરતા વધારે ઊંઘવું જોઈએ અને દર વર્ષે ઊંઘમાં 15 મિનિટનો ઘટાડો કરતા 16 વર્ષની ઊંમરમાં નવ કલાક સુધીની ઊંઘ કરવી જોઈએ.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો