રિસર્ચ / 1થી 3 વર્ષની ઉંમરનાં બાળકોને દરરોજ 1.3 લીટર પાણી પીવડાવવું જોઈએ

Children between the ages of 1 and 3 should drink 1.3 liters of water daily

  • સામાન્ય વયસ્કને દરરોજ 2 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે
  • એક વર્ષના બાળકને યોગ્ય માત્રામાં પાણી આપવું જોઈએ
  • 1થી 3 વર્ષની ઉંમરનાં બાળકો માટે પાણીની પર્યાપ્ત માત્રા દરરોજ 1.3 લીટર છે

Divyabhaskar.com

Oct 24, 2019, 02:37 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પાણી આપણા શરીરના દરેક કોષનું લાઇફ સેવર અને બિલ્ડિંગ બ્લોક છે. આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. આપણી પાચક શક્તિ, રક્ત પરિભ્રમણ, તાપમાન નિયંત્રણ અને આપણા મગજ માટે પાણી ઉપયોગી છે. સામાન્ય વયસ્કને દરરોજ 2 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ બાળકોમાં આવું થતું નથી. 1 વર્ષની ઉંમરનાં બાળકો માટે પાણી એટલું જ ઉપયોગી છે જેટલું આપણા બધા માટે છે. જો કે, તાજેતરમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, એક વર્ષના બાળકને યોગ્ય માત્રામાં પાણી આપવું જોઈએ.

અમેરિકાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન’ દ્વારા ‘ડાયટરી રેફરન્સ ઈન્ટેક્સ ફોર ઈલેક્ટ્રોલાઈટ્સ એન્ડ વોટર’ વિશે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેના અનુસાર 1થી 3 વર્ષની ઉંમરનાં બાળકો માટે પાણીની પર્યાપ્ત માત્રા દરરોજ 1.3 લીટર છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ ઉંમરનાં બાળકોએ દિવસમાં અંદાજે 1.3 લીટર પાણી પીવું જોઈએ. તે ઉપરાંત બાળકો તેમના રોજિંદા નિયમ મુજબ શરીરમાં લેવામાં આવતા પ્રવાહી આહાર ઉપરાંત પણ 1.3 લીટર જેટલું પાણી પી શકે છે. પરંતુ તે સિવાય તેઓ દૂધ અને ફ્રૂટના જ્યૂસ સહિત અન્ય તંદુરસ્ત પીણાં પણ પી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, લગભગ 20 ટકા બાળકોમાં દરરોજ પાણીનું સેવન સામાન્ય રીતે એવા ખાદ્ય પદાર્થ દ્વારા થાય છે જેમાં પાણીની માત્રા વધારે હોય છે, જેમ કે, ફ્રૂટ, શાકભાજી, અનાજ અને સૂપ.

પેશાબના રંગથી જાણી શકાય છે પાણીની ઊણપ
તે ઉપરાંત વાતાવરણ અનુસાર પણ બાળકને પાણી પીવા માટે આપી શકાય છે. જ્યારે વાતાવરણમાં ગરમી હોય તો બાળક સામાન્ય કરતા વધારે શારીરિક રીતે સક્રિય હોય છે. એવામાં બાળક વધારે પાણી પીવે છે. તે ઉપરાંત પાણીની માત્રા વધારે કે ઓછી છે તે બાળકના પેશાબનો રંગ જોઈને સ્પષ્ટ કરી શકાય છે. તેના અંદાજે બાળકે કેટલું પાણી પીધું છે અને કેટલું નહીં તે જાણી શકાય છે. બાળકના પેશાબનો રંગ સ્પષ્ટ હોય તો તેનો અર્થ એ થયો કે તે પર્યાપ્ત પ્રમામમાં હાઈટ્રેટેડ છે. પરંતુ જો પેશાબનો રંગ પીળો હોય તો તેને વધુ પાણી પીવાની જરૂર છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, દર 20 મિનિટમાં અથવા જ્યારે પણ સમય હોય ત્યારે બાળકને ઓછામાં ઓછું 4 ઔંસ પ્રવાહી ખોરાકનું સેવન કરવા માટે પ્રોત્સાહિત કરો. આ રીતે બાળકના શરીરમાં પાણીની ઊણપ નહીં સર્જાય અને તે બીમાર પણ નહીં પડે.

ઘરમાં બનાવેલી દરેક વસ્તુમાં પાણીયુક્ત ખાદ્ય પદાર્થોને સામેલ કરવા. તરબૂચ, સંતરા, દ્રાક્ષ, સૂપ અથવા ફ્રૂટ્સ જેવા ખાદ્ય પદાર્થમાં પાણી ભરપૂર હોય છે.

X
Children between the ages of 1 and 3 should drink 1.3 liters of water daily
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી