પેરેન્ટિંગ / કાર્ટૂન બાળકોને નવા શબ્દો શીખવવામાં મદદ કરે છે અને શબ્દભંડોળ પણ વધારે છે

Cartoons help children learn new words and increase vocabulary

  • કાર્ટૂન જોવાથી બાળકોની ક્રિએટિવિટીમાં પણ વધારો થાય છે
  • બાળકોનો સ્ટ્રેસ ઓછો કરવામા મદદ કરે છે કાર્ટૂન

Divyabhaskar.com

Jan 29, 2020, 05:57 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. મોટાભાગે પેરેન્ટ્સ તેમના બાળકોને કાર્ટૂન જોવાથી રોકે છે. ઘણા માતાપિતા બાળકોને મોબાઇલ અથવા ટીવીથી દૂર રાખે છે ઉપરાંત બાળકોને કાર્ટૂન અથવા અન્ય વિડિયો નથી જોવા દેતા. પરંતુ શુ તમે જાણો છો કે, બાળકોને કાર્ટૂન જોવાની મંજૂરી આપવામાં આવે તો તેનાથી બાળકો પર ઘણી સકારાત્મક અસર પડે છે?.

શબ્ધજ્ઞાનામાં વધશે
તમે હંમેશાં જોયું હશે કે બાળકો કાર્ટૂન જોતા સમયે તેમાં સંપૂર્ણપણે ખોવાઈ જાય છે અને બાદમાં ઘણી વખત તમારી સામે કાર્ટૂન કેરેક્ટરના ડાયલોગ્સનું પુનરાવર્તન કરશે. હકીકતમાં કાર્ટૂન બાળકોને નવા શબ્દો શીખવવામાં મદદ કરે છે અને તેમનું શબ્દભંડોળન વધારે છે. તે બાળકની વાત કરવાની સાથે અભ્યાસમાં પણ સારું પરફોર્મ કરવામાં મદદ કરે છે.


ક્રિએટિવિટી વધારે છે
કાર્ટૂન ક્રિએટિવિટીના આધાર પર બને છે એવામાં જે દેખાય છે તે હકીકતથી દૂર હોય છે. પરંતુ ડરવાની જગ્યાએ બાળકોને કાર્ટૂન જોવા દેવા જોઈએ કેમ કે, તે તેમની ક્રિએટિવિટીમાં પણ વધારો કરે છે, જે તેમના મગજને નવા આઈડિયા વિશે વિચારવા માટે ટ્રેઈન કરે છે.

કાર્ટૂન જોઈને બાળક સારી આદત શીખે છે
ઘણા કાર્ટૂન પ્રોગ્રામ એવી રીતે બનાવવામાં આવે છે જે બાળકોને નૈતિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. જો આવા કાર્ટૂન બાળકોને જોવા દેવામાં આવે તો તે શેરિંગ, હેલ્પ કરવા જેવી ઘણી વસ્તુઓ રમતા રમતા શીખી જાય છે.

બાળકોનો સ્ટ્રેસ ઓછો કરવામા મદદ કરે છે કાર્ટૂન
હોમવર્ક, સ્કૂલ જવું વગેરે જેવી બાબતોના કારણે બાળકો સ્ટ્રેસમાં આવી જાય છે. પરંતુ જો તેઓ કાર્ટૂન જુએ છે તો તેમનો સ્ટ્રેસ ઓછો થઈ જાય છે. કાર્ટૂન જોઈને તેઓ ખુશ થવા પર હસે છે ત્યારે તેમના મગજમાં એન્ડ્રોફિન્સ રિલીઝ થાય છે, જે સ્ટ્રેસને બીટ કરે છે.

X
Cartoons help children learn new words and increase vocabulary
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી