રિસર્ચ / ઈલેક્ટ્રોનિક ગેજેટના વધારે ઉપયોગથી બાળકોમાં કેફીન અને સુગરની આદત વધી રહી છે

Caffeine and sugar are increasing in children due to overuse of electronic gadgets

  • 2013 અને 2016ની વચ્ચે એનર્જી ડ્રિંક અને સોડાનો વપરાશ ઓછો થયો છે
  • અંદાજે 27 ટકા બાળકો વધારે માત્રામાં ખાંડનું સેવન કરે છે
  •  21 ટકા બાળકો કેફિનનું સેવન વધારે કરે છે​​​​​​​

Divyabhaskar.com

Oct 31, 2019, 05:43 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. શું તમારું બાળક પણ આઈપેડ અથવા ફોન પર વધારે સમય વિતાવે છે? તો તે બાળકોમાં ચા-કોફીનો વધતો ઉપયોગ એક સંભવિત કારણ હોઈ શકે છે. સ્વાસ્થ્ય જર્નલ ‘પીએલઓએસ વન’માં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, જે બાળકો આઈપેડ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરવામાં વધુ સમય વિતાવે છે તે બીજા બાળકોની સરખામણીએ કેફીનયુક્ત અને શુગરયુક્ત ડ્રિંક વધારે પીવે છે. જેનાથી તેમનામાં બ્લડ સુગરનું લેવલ વધી જાય છે અને તે મેદસ્વિતા, ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાનો ભોગ બને છે.

‘કેલિફોનિયા સ્ટેટ યુનિવર્સિટી’ના ‘ડો. કેથરીન મોરિસન’ના જણાવ્યા પ્રમાણે, 2013 અને 2016ની વચ્ચે એનર્જી ડ્રિંક અને સોડાનો વપરાશ ઓછો થયો છે. પરંતુ જે અમારા નવા ડેટા છે તેના અનુસાર, હવે તે વધી ગયો છે. તેનું મુખ્ય કારણ વધારે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરવાનું છે, તેના કારણે કેફીનનો વધારે વપરાશ થાય છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ સમસ્યાનું સૌથી યોગ્ય સમાધાન બાળકોનું કાઉન્સિલિંગ છે. જો આવી આદતોને રોકવામાં નહીં આવે તો તેમનામાં કેવિટી, મેદસ્વિતા, ડાયાબિટીસ, અનિદ્રા જેવી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ છે. તેના શરૂઆતના લક્ષણોમાં માથામાં દુખાવો, ઉબકા, ઉલ્ટી અને સૂવામાં સમસ્યા સામેલ છે.

આ રિસર્ચમાં જણાવ્યા મુજબ, અંદાજે 27 ટકા બાળકો વધારે માત્રામાં ખાંડનું સેવન કરે છે. જ્યારે 21 ટકા બાળકો કેફિનનું સેવન વધારે કરે છે. કેમ કે, તેઓ ઈલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરવામાં વધારે સમય પસાર કરે છે એટલા માટે તેઓ કેટલી ચા પીવે છે તે પણ તેમને ખબર હોતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, એક કલાક સુધી ટીવી જોવામાં ખાંડનો ઉપયોગ 32 ટકા વધી જાય છે. તેવી જ રીતે કેફીનનો વપરાશ 28 ટકા સુધી વધી જાય છે.

મોબાઈલ ફોન પર વાત કરવી અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કલાકોને પણ સામેલ કરવામાં આવ્યા જે ખાંડ અને કેફીન બંનેનો સૌથી વધારે ઉપયોગ જોખમ સાથે સંકળાયેલા હતો.

X
Caffeine and sugar are increasing in children due to overuse of electronic gadgets
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી