રિસર્ચ / પુત્રી હોવાથી પિતાની ઉંમર 74 સપ્તાહ વધી જાય છે

As a daughter, father's age increases by 74 weeks

  • દીકરીઓ ન હોય તેવા લોકો કરતાં દીકરી હોય તે પિતાનું આયુષ્ય વધારે હોય છે
  • દિકરાના જન્મથી પુરુષના સ્વાસ્થ્ય કે ઉંમર પર કોઈ અસર નથી થતી
  • પુત્રીનો જન્મ થવાથી પિતાની ઉંમર 74 સપ્તાહ વધી જાય છે

Divyabhaskar.com

Dec 02, 2019, 07:22 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. દિકરી એટેલે માતાના ઘરનું માંગલ્ય હોય છે તો પિતાના ઘરનું અસ્તિત્વ હોય છે. માતા-પિતાના જીવનમાં દિકરી ખુશીઓ લાવે છે ઉપરાંત પુત્રી પિતાનું આયુષ્ય વધારે છે. આ વાત તાજેતરમાં એક રિસર્ચમાં સામે આવી છે. ‘પોલેન્ડની ઝેગિલોનિયન યુનિવર્સિટી’ દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીકરીઓ ન હોય તેવા લોકો કરતાં દીકરી હોય તે પિતાનું આયુષ્ય વધારે હોય છે.

પુત્રના જન્મથી પુરુષના સ્વાસ્થ્ય પર કોઈ અસર પડતી નથીઃ રિસર્ચમાં જાણવા મળ્યું કે, દિકરાના જન્મથી પુરુષના સ્વાસ્થ્ય કે ઉંમર પર કોઈ અસર નથી થતી, પરંતુ પુત્રીનો જન્મ થવાથી પિતાની ઉંમર 74 સપ્તાહ વધી જાય છે. પિતાના ઘરમાં એક કરતા વધારે છોકરી હોય છે તે પિતા પણ એટલું લાંબુ જીવે છે.

યુનિવર્સિટીના સંશોધકોએ બાળકોના પિતાના સ્વાસ્થ્ય અને ઉંમરની અસરને જાણવા માટે 4310 લોકોનો ડેટા લીધો. તેમાં 2,147 માતા અને 2,163 પિતા સામેલ હતા. સંશોધકોનો દાવો છે કે આ પ્રકારનું રિસર્ચ પહેલી વખત કરવામાં આવ્યું છે. અગાઉ બાળકોના જન્મ પર માતાના સ્વાસ્થ્ય અને ઉંમરને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું.

દિકરા-દિકરીની માતાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર:- યુનિવર્સિટીના એક સંશોધકના જણાવ્યા પ્રમાણે, દિકરીની જગ્યાએ દિકરાને વધારે મહત્ત્વ આપતા પિતાની ઉંમર ઓછી થઈ જાય છે. જે લોકો પુત્રીની જગ્યાએ પુત્રને મહત્ત્વ આપે છે તે વાતને લઈને સંશોધકોએ દુખ વ્યક્ત કર્યું હતું.

પુત્રીનો જન્મ થવો પિતા માટે ખુશીની વાત છે, પરંતુ માતા માટે નહીં. ‘અમેરિકન જર્નલ ઓફ હ્યુમન બાયોલોજી’ના એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, દિકરા અને દિકરી બંનેની માતાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે જેનાથી માતાનું આયુષ્ય ઘટી જાય છે. અગાઉ અન્ય એક રિસર્ચમાં અપરિણીત મહિલાઓ લગ્ન કરેલી મહિલાઓ કરતા વધારે ખુશ હતી તે વાત સામે આવી હતી.

X
As a daughter, father's age increases by 74 weeks

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી