સાવધાની / નાના બાળકોને નેઈલ પોલિશ લગાવવાથી શ્વાસની તકલીફ થઈ શકે છે

Applying nail polish to young children can lead to shortness of breath

  • નાના બાળકોના હાથમાં તમે ઘણીવાર નેઇલ પોલિશ લગાવેલી જોઇ હશે
  • નેઈલ પોલિશમાં રહેલાં કેમિકલ બાળકોના શરીરને નુકસાન પહોંચાડી શકે છે
  • કેમિકલ્સ બાળકના મોઢા અને પેટમાં જાય તો તેમને ન્યૂરો, આંતરડાની અને શ્વાસની તકલીફ થાય છે

Divyabhaskar.com

Sep 01, 2019, 12:35 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. નાના બાળકોના હાથમાં તમે ઘણીવાર નેઇલ પોલિશ લગાવેલી જોઇ હશે. આવું માતા લાડમાં આવીને અથવા બાળકની જીદ્દના કારણે કરતી હોય છે. પરંતુ શું નાની ઉંમરના બાળકોને નેઈલ પોલિશ લગાવવી તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં? કદાચ ના. નેઈલ પોલિશમાં રહેલાં કેમિકલ બાળકોના શરીરને નુકસાન પહોંચાડી શકે છે, આટલાં માટે બાળકોને નેઈલ પોલિશથી દૂર રાખવા જોઈએ.

બાળકો માટે હાનિકારક છે નેઈલ પોલિશ

નેઈલ પોલિશમાં ટોલ્યૂઈન, ફૉર્મલડિહાઈડ અને ડાયબ્યૂટલ ફાઈલેટ જેવા કેમિકલ રહેલા હોય છે, જે નેઈલ પોલિશના ટેક્સચરને જાળવી રાખે છે અને સૂકવવામાં અને નખ પર જાળવી રાખવામાં મદદ કરે છે. બાળકોને વારંવાર મોઢામાં હાથ નાખવાની આદત હોય છે, આવામાં જો આ કેમિકલ્સ બાળકના મોઢા અને પેટમાં જાય તો તેમને ન્યૂરો, આંતરડાની અને શ્વાસની તકલીફ થઈ શકે છે.

આ કેમિકલ્સ નુકસાનકારક હોવાથી ઘણી નેઈલ પોલિશ બ્રાન્ડ્સે તેનો ઉપયોગ બંધ કરી દીધો છે, પરંતુ હજી પણ માર્કેટમાં એવી નેઈલ પોલિશ મળે છે, જેમાં આ તત્ત્વો હોય છે. ખાસ કરીને સસ્તી અથવા નકલી નેઈલ પોલિશમાં આનો ઉપયોગ કરવામાં આવે છે.

શું કરવું
બાળકને નેઈલ પોલિશ ન લગાવવી. જો લગાવવી હોય તો વોટર બેઝ નેઈલ પોલિશ ખરીદવી, તેમાં આ હાર્મફૂલ કેમિકલ અને અડિક્ટિવ નથી હોતા એટલા માટે તેને બાળકો માટે યોગ્ય માનવામા આવે છે. માર્કેટમાં ઘણી બ્રાન્ડ્સની નોન-ટોક્સિટ અને ઓર્ગેનિક નેઈલ પોલિશ મળે છે, જેને ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવી છે. જો માર્કેટમાં તે ના મળે તો તેને ઓનલાઈન પણ ખરીદી શકાય છે.

X
Applying nail polish to young children can lead to shortness of breath

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી