WHO / શાળાએ જતી વયના અંદાજે 75 ટકા બાળકો માથાના દુખાવાની સમસ્યાથી પીડાય છે

An estimated 75 percent of school-age children suffer from headaches

  •  10 ટકા નિયમિત અને ગંભીર રીતે માથાના દુખાવાની સમસ્યાથી પીડાય છે
  • માથામાં તીવ્ર દુખાવો , ઉબકા, ઉલ્ટી અને પેટમાં દુખાવો, ઉપરાંત અવાજ અને પ્રકાશની તીવ્ર સંવેદનશીલતા જેવા માઈગ્રેનના લક્ષણો
  • વયસ્કોની સરખામણીમાં બાળકો અને કિશોરોમાં તણાવ વધુ જોવા મળે છે

Divyabhaskar.com

Jan 06, 2020, 02:06 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વયસ્કોમાં જ નહીં, બાળકોમાં પણ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, , શાળાએ જતી વયના અંદાજે 75 ટકા બાળકોને ક્યારેક ન ક્યારેક તો માથાના દુખાવાની સમસ્યા થાય છે અને તેમાંથી 10 ટકા નિયમિત અને ગંભીર રીતે માથાના દુખાવાની સમસ્યાથી પીડાય છે. માથાનો દુખાવો માથાના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. માથાનો દુખાવો મોટાભાગે તણાવના કારણે થાય છે. માથાનો દુખાવો એવો હોય છે દરરોજ અથવા દર અઠવાડિયે વધે છે. માથાના દુખાનો એક બીજો પ્રકાર છે માઈગ્રેન.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, માથાના દુખાવાના બે પ્રકાર હોઈ શકે છે. પહેલો- ‘પ્રાઈમરી હેડેક ડિસઓર્ડર’ જેમ કે, માઈગ્રેન, તણાવથી થતો માથાનો દુખાવો, ક્રોનિક હેડેક, ક્લસ્ટર હેડેક, પેરાક્સિમલ હેમિક્રાનિયા. બીજો- ‘સેકેન્ડરી હેડેક ડિસઓર્ડર’ જે અન્ય બીમારીના લક્ષણ તરીકે સામે આવી શકે છે.

માઈગ્રેનના લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, માઈગ્રેન સૌથી સામાન્ય બીમારીઓમાંથી એક છે. માથામાં તીવ્ર દુખાવો , ઉબકા, ઉલ્ટી અને પેટમાં દુખાવો, ઉપરાંત અવાજ અને પ્રકાશની તીવ્ર સંવેદનશીલતા જેવા માઈગ્રેનના લક્ષણો છે.

તણાવના કારણે થતો માથાનો દુખાવો
વયસ્કોની સરખામણીમાં બાળકો અને કિશોરોમાં તણાવ વધુ જોવા મળે છે. ઘણીવખત તણાવ અને થાકના કારણે માથા અને ગળાની પેશીઓમાં સામાન્ય રક્ત પ્રવાહ અવરોધિત થાય છે, જેના કારણે માથામાં દુખાવો થાય છે. તેના લક્ષણોની વાત કરીએ તો, માથાની બંને બાજુએ દુખાવો, માથા અને ગરદનની આસપાસના સ્નાયુઓ જકડાઈ જવા.

ક્લસ્ટર હેડેક
ક્લસ્ટર હેડેક એક દિવસ અથવા એક સપ્તાહના સમયગાળામાં પાંચ અથવા વધારે ક્લસ્ટર (સમૂહ)માં થાય છે. આ દુખાવો 15 મિનિટથી ત્રણ કલાક સુધી રહે છે. તેના લક્ષણોની વાત કરીએ તો, માથામાં તીવ્ર દુખાવો, નાક બંધ થઈ જવું, આંખોમાંથી પાણી નીકળવું, ગભરામણ અને ઉબકા આવે છે.

વિવિધ વિવિધ ટ્રિગર સાથે બાળકોમાં માઈગ્રેન, તણાવથી થતો માથાનો દુખાવો અથવા ક્રોનિક હેડેક જેવા સ્વરૂપમાં માથાના દુખાવાની સમસ્યાનું કારણ બની શકે છે. જેમ કે, - સીઝનલ ફ્લૂ અને વાયરલ ઈન્ફેક્શન, સતત સાઈનસ ઈન્ફેક્શન અથવા ટોન્સિલિટિસ તણાવ અને થાક, ઊંઘ ન આવે, વધારે પડતો શારીરિક પરિશ્રમ, મોડી રાત સુધી વાંચવાથી, લાંબા સમય સુધી ટીવી જોવાથી અને વીડિયો ગેમ રમવાના કારણે, માથામાં ઈજા, ટ્યૂમર, ભાવાત્મક તણાવ, પીઅર પ્રેશર, પરફોર્મન્સ પ્રેશર, બ્રેન ઈન્ફેક્શન જેમ કે, મેનિન્જાઇટિસ અને એન્સેફાલીટીસ, નાઈટ્રેડ અથવા એમએસડી જેમ કે,પ્રિઝર્વેટિવ્સ ફૂડ એલર્જી, ભૂખ અને શરીરમાં પાણીની ઊણપથી બ્લડ સુગર ઘટી જવું.

X
An estimated 75 percent of school-age children suffer from headaches
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી