WHO / ભારતમાં અંદાજે 1.44 કરોડ બાળકો મેદસ્વિતાથી પીડિત છે

An estimated 1.44 million children in India suffer from obesity

  • ચીન બાદ ભારતમાં સૌથી વધુ મેદસ્વિ બાળકો છે અને ભારતમાં 74 ટકા કિશોરો શારીરિક પ્રવૃતિ નથી કરતા
  • બાળકો જેટલી કેલરી લઈ રહ્યા છે તેની સરખામણીમાં શારીરિક પ્રવૃતિ નથી કરી રહ્યા
  •  કિશોરો આનુવંશિક, શારીરિક પ્રવૃતિનો અભાવ અને અનહેલ્ધી ખાવાને કારણે મેદસ્વિતાનો ભોગ બને છે

Divyabhaskar.com

Dec 30, 2019, 04:20 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારના સમયમાં માત્ર મોટી ઉંમરના લોકો જ મેદસ્વિતાનો ભોગ બને છે એવું નથી, પરંતુ બાળકો પણ મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે. ભારતમાં અંદાજે 1.44 કરોડ બાળકો મેદસ્વિતાથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, ચીન બાદ ભારતમાં સૌથી વધુ મેદસ્વિ બાળકો છે અને ભારતમાં 74 ટકા કિશોરો નિષ્ક્રિય છે. બાળપણમાં મેદસ્વિતા ભારતની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્યની પ્રાથમિકતા છે.

કોઈ પણ વ્યક્તિ મેદસ્વિતાની શ્રેણીમાં ત્યારે આવે, જ્યારે તેનું વજન, તેની ઉંચાઈ અને ઉંમર માટે આદર્શ વજન કરતા 20 ટકા વધારે હોય. તેનું મુખ્ય કારણ કેલરીનું સેવન અને શારીરિક પ્રવૃતિ વચ્ચેનું અસુંતલન છે.

અત્યારના સમયમાં બાળકોમાં મેદસ્વિતા સૌથી મોટી સમસ્યા છે. સાયન્સ એડવાન્સિસમાં તાજેતરમાં પ્રકાશિત રિસર્ચમાં એમેઝોન ક્ષેત્રના બાળકોની ખાવા-પીવાની અને જીવનશૈલી પર કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે, બાળકો જેટલી કેલરી લઈ રહ્યા છે તેની સરખામણીમાં શારીરિક પ્રવૃતિ નથી કરી રહ્યા એટલા માટે ઉત્તર અમેરિકા અને બ્રિટન સહિત અમેરિકાનાબાળકો પણ મેદસ્વિતાનો ભોગ બન્યા છે.

નાના બાળકો અને ખાસ કરીને કિશોરો જલ્દીથી મેદસ્વિતાથી પ્રભાવિત થઈ રહ્યા છે. મેદસ્વિતા અનેક ઘણી ગંભીર બીમારીઓ લાવે છે. કિશોરોમાં મેદસ્વિતાના ઘણા કારણો હોઈ શકે છે. મોટાભાગના કિશોરો આનુવંશિક, શારીરિક પ્રવૃતિનો અભાવ અને અનહેલ્ધી ખાવાને કારણે મેદસ્વિતાનો ભોગ બને છે.

કેટલાક કિશોરો હોર્મોનલ સમસ્યાના કારણે મેદસ્વિ થઈ જાય છે. જો કે, આવા કિસ્સાઓ ઓછા હોય છે. મેદસ્વિતા કિશોરાવસ્થાના સમયમાં થાય છે તો વયસ્ક થવા પર તે સમસ્યા કાયમ રહે છે. આવું ત્યારે થાય છે જ્યારે કિશોરવયના સમયની આદતો ચાલુ રાખવા અને વજન ઓછું કરવા પર ધ્યાન ન આપવામાં આવે. મેદસ્વિતાથી ડાયાબિટીસ, હૃદયની બીમારી અને ઓસ્ટિઓઆર્થ્રાઈટસ (અસ્થિ) જેવી બીમારી થઈ શકે છે. મેદસ્વિતાના કારણે બાળકો હતાશામાં પણ આવી શકે છે.


જો કોઈ ખરાબ મેડિકલ સ્થિતિ ન હોય અને જીવનશૈલીના કારણે મેદસ્વિતા વધી રહી છે તો સૌથી પહેલા ખાવા-પીવા પર ધ્યાન આપવું. બાળકોને હેલ્ધી ડાયટ લેવા માટે પ્રેરિત કરવા. જ્યારે પણ બાળકોને ભૂખ લાગે ત્યારે શાકભાજી, ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ ખાવાની આદત પાડવી. બાળકોને પંસદ હોય તે શારીરિક પ્રવૃતિ કરાવી. દોરડા કૂદવા અને યોગા સૌથી વધારે ફાયદાકારક છે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સૌથી સારી રીત છે કે પરિવારની સાથે કસરત કરાવવી જેથી તેમને કસરત કરવાની પણ મજા આવે.

કિશોરો માટે વજન ઘટાડવાની સૌથી અગત્યની બાબત એ છે કે સવારનો નાસ્તો, લંચ અને ડિનર, ત્રણેય સમયસર નિયમિત કરવું. દિવસમાં એક કે બે વાર નાસ્તા કરવો. સવારે નાસ્તો ન કરવાથી વજન ઘટાડવું એ વિચારવું ખોટું છે. બાળકોને રાતનું જમવાની જલ્દી ખાવાની આદત પાડવી અને હળવું ભોજન આપવું.

શું બાળક મોડી રાતે જાગે છે?
અત્યારે બાળકોને આખી રાત જાગવાની ટેવ પડી ગઈ છે. અત્યારે મોડી રાત સુધી બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે ખાતે કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો હતો. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બાળક જો આખી રાત સુધી જાગે છે તો પાંચ વર્ષની અંદર મેદસ્વિતાનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, સમયસર ઊંઘવાથી કિશોરો મોટા થાય ત્યારે મેદસ્વિતાનું જોખમ નથી રહેતું. એટલા માટે માતા-પિતાએ તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બાળક આખી રાત જાગતું તો નથીને.

X
An estimated 1.44 million children in India suffer from obesity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી