રિસર્ચ / બાળકોના કાનમાંથી પાણી કાઢવા માટે માથું હલાવતા હો તો ચેતી જજો મગજને નુકસાન પહોંચી શકે છે

Alerts can cause brain damage if you shake your head to drain water from children's ears.

  • કાનમાં પાણી ભરાઈ જાય તો તેનાથી ન માત્ર કાનમાં ઈન્ફેક્શન થાય છે
  • જોરથી માથું હલાવવામાં આવે તો તેનાથી નાના બાળકોના મગજને નુકસાન પહોંચી શકે છે
  • કાનમાંથી પાણી કાઢવાની આ પદ્ધતિ શરીર માટે ખતરનાક અને જોખમી સાબિત થઈ શકે છે

Divyabhaskar.com

Nov 25, 2019, 12:48 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સામાન્ય રીતે આપણામાંના મોટાભાગના લોકો કાનમાં પાણી ભારાઈ જાય ત્યારે જોરથી માથું હલાવી પાણી કાઢવાનો પ્રયાસ કરે છે. એવામાં જો કાનમાં પાણી ભરાઈ જાય તો તેનાથી ન માત્ર કાનમાં ઈન્ફેક્શન થાય છે પરંતુ કાનને નુકસાન પણ થઈ શકે છે. પરંતુ જોરથી માથું હલાવીને કાનમાંથી પાણી કાઢવાની આ પદ્ધતિ શરીર માટે ખતરનાક અને જોખમી સાબિત થઈ શકે છે. આ વાત રિસર્ચમાં સામે આવી છે.

નાના બાળકોના મગજને નુકસાન
અમેરિકાની ‘કોર્નેલ યુનિવર્સિટી અને વર્જિનિયા ટેક યુનિવર્સિટી’ના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે એક રિસર્ચ કર્યું હતું જેમાં આ વાત સામે આવી હતી કે કાનમાં ભરાયેલા પાણીને કાઢવા માટે જો જોરથી માથું હલાવવામાં આવે તો તેનાથી નાના બાળકોના મગજને નુકસાન પહોંચી શકે છે. અમેરિકન ફિઝિકલ સોસાયટીના ફ્લુઇડ ડાયનેમિક્સના વિભાગની 72 મી વાર્ષિક મીટીંગમાં આ રિસર્ચના પરિણાણો રજૂ કરવામાં આવ્યા હતા.

આલ્કોહોલ અથવા વિનેગરનો ઉપયોગ કરવો

અમેરિકી સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કાનમાં ભરાયેલું પાણી નાના બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. તે માટે સંશોધકોએ 3ડી કાન અને ગ્લાસ ટ્યૂબ પર સંશોધન કર્યું છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વયસ્કોમાં કાનની નળી મોટી હોય છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે, કાનની નીચેની સપાટી પર દારૂ અથવા વિનેગારના ટીપાંનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી સરળતાથી કાનમાંથી પાણી બહાર નીકળી જાય છે.

X
Alerts can cause brain damage if you shake your head to drain water from children's ears.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી