રિસર્ચ / વાયુ પ્રદૂષણથી બાળકોમાં માનસિક રોગો વધી રહ્યા છે, ચિંતા અને આત્મહત્યાની પ્રવૃત્તિ પણ વધે છે

Air pollution is increasing mental illness,  anxiety and suicidal activity in children

Divyabhaskar.com

Oct 08, 2019, 04:53 PM IST

દિવ્ય શ્રી ડેસ્કઃ બાળપણમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવાથી કિશોરોમાં હતાશા, અસ્વસ્થતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ત્રણ નવા અભ્યાસમાં આ વાત બહાર આવી છે. એન્વાયર્નમેન્ટલ હેલ્થ પર્સપેક્ટિવ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, થોડા સમય માટે પણ જો બાળક વાયુ પ્રદૂષણનો ભોગ બને તો એકથી બે દિવસ પછી તેને માનસિક રોગો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના સંશોધકો સહિત અન્ય રિસર્ચર્સે આ અભ્યાસમાં જાણ્યું કે, વંચિત બાળકોમાં હવાનાં પ્રદૂષણની અસર વધુ થઈ શકે છે અને ખાસ કરીને તેમનામાં ચિંતા અને આપઘાતની વૃત્તિ જેવી બીમારીઓ વધુ થઈ શકે છે.

સિનસિનાટી ચિલ્ડ્રન્સ હોસ્પિટલનાં મેડિકલ સેન્ટરના કોલ બ્રોકેમ્પે જણાવ્યું કે, આ અભ્યાસમાં પહેરાવાર બાહ્ય વાયુ પ્રદૂષણનું સ્તર અને બાળકોમાં ચિંતા અને આત્મહત્યાની પ્રવૃત્તિ જેવી માનસિક બીમારીઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો. આ અભ્યાસની વધુ તપાસ માટે હજી રિસર્ચ કરવાની જરૂર છે. જે બાળકોમાં માનસિક બીમારી સંબંધિત સંકેત દેખાઈ રહ્યા હોય તેમને રોકવામાં આ અભ્યાસ મદદરૂપ સાબિત થઈ શકે છે.

X
Air pollution is increasing mental illness,  anxiety and suicidal activity in children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી