રિસર્ચ / ગર્ભનિરોધક દવા લેતી કિશોરીઓમાં ડિપ્રેશન થવાનું જોખમ રહે છે

Adolescents taking contraceptive drugs are at risk for depression

Divyabhaskar.com

Oct 05, 2019, 12:57 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ગર્ભનિરોધક દવા લેતી કિશોરીઓમાં હતાશા સાથે સંકળાયેલા લક્ષણોનું જોખમ વધારે રહેલું છે. વર્ષ 1962માં બ્રિટનમાં આ દવા ઉપલબ્ધ થઈ છે ત્યારથી સંશોધકોએ ઓરલ બર્થ કંટ્રોલ અને મૂડની વચ્ચનાં સંબંધને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ રિસર્ચ બ્રિધમ અને મહિલા હોસ્પિટલ, યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ગ્રોનિંગન અને લીડેન યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલાં આ સંસ્થાઓ દ્વારા બ્રેસ્ટ કેન્સર, બ્લડ ક્લાટ્સ, વેટ ગેનને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું.

જેએએમએ મનોરોગ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવેલ રિસર્ચ અનુસાર, સંશોધકોએ રિસર્ચમાં 16થી 25 વર્ષની ઉંમરની છોકરીઓને સામેલ કરી. ત્યારબાદ સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગર્ભનિરોધક દવા લેતી કિશોરીઓમાં અન્ય મહિલાની સરખામણીમાં વધારે હતાશામા લક્ષણો જોવા મળ્યા હતા.

રિસર્ચમાં તે પણ જાણવા મળ્યું કે, 16 વર્ષની છોકરીઓમાં હતાશાના લક્ષણો વધું જોવા મળ્યા હતાં. હતાશાના લક્ષણોને લઈને કરવામાં આવેલા રિસર્ચમાં વધારે રડવું, ઊંઘવુ, ખાવાની, આત્મહત્યા કરવી, ઉદાસી જેવી સમસ્યા સામે આવી હતી.

X
Adolescents taking contraceptive drugs are at risk for depression
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી