રિપોર્ટ / WHOનાં રિપોર્ટ અનુસાર દર વર્ષે અંદાજે 3 લાખ બાળકો કેન્સરની ઝપેટમાં આવે છે

According to a WHO report, about 3 million children are exposed to cancer every year

  • બાળકોમાં વધતું જતું કેન્સર સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ છે
  • WHO એ 2030 સુધીમાં 60 ટકા કેન્સરગ્રસ્ત બાળકોને બચાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે
  • બાળકો ઘણાં પ્રકારનાં કેન્સરનાં ઝપેટમાં આવી રહ્યાં છે

Divyabhaskar.com

Sep 16, 2019, 12:13 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળકોમાં વધતું જતું કેન્સર સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ છે. દર વર્ષે લગભગ 3 લાખ બાળકો આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવે છે, જેમાંથી 78 હજાર કરતાં વધારે કેન્સરગ્રસ્ત બાળકો એકલાં ભારતમાં જ છે. વિકસિત દેશોમાં જ્યાં લગભગ 80 ટકા કેન્સરથી પીડિત બાળકો સ્વસ્થ થઈ જાય છે તો બીજી તરફ ભારતમાં કેન્સર પીડાતાં માત્ર 30 ટકા બાળકોને જ ડોક્ટર બચાવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ 2030 સુધીમાં 60 ટકા કેન્સરગ્રસ્ત બાળકોને બચાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે

બાળકો ઘણાં પ્રકારનાં કેન્સરનાં ઝપેટમાં આવી રહ્યાં છે

એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા, બ્રેન ટ્યૂમર, હોજ્કિન્જ લિન્ફોમા, સાકોર્મા અને એંબ્રાયોનલ ટ્યૂમર જેવા જીવલેણ કેન્સર બાળકોનો જીવ જોખમમાં નાખે છે. બાળકોમાં ઝડપથી કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે જે તેમને મોતના મુખમાં ધકેલે છે. જો કે, ધ્યાન આપવાથી અને સમયસર સારવાર કરવાથી મોટાભાગનાં બાળકોને કેન્સરથી બચાવી શકાય છે.

કેન્સરના કુલ દર્દીઓમાં બાળકોની સંખ્યા 5 ટકા

પુખ્તવયના અને બાળકોમાં કેન્સર વચ્ચે ઘણું અંતર છે. ભારતમાં કેન્સરના કુલ દર્દીઓમાં બાળકોની સંખ્યા 3થી 5 ટકા છે. જો કેન્સર વિશે શરૂઆતના તબક્કામાં ખબર પડી જાય તો કેન્સરની બીમારીને દૂર કરી શકાય છે. અક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા, બ્રેન ટ્યૂમર, હોજિકન્જ લિમ્ફોમા કેન્સર બાળકોમાં થાય છે.

X
According to a WHO report, about 3 million children are exposed to cancer every year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી