રિસર્ચ / નવા પ્રકારની IVF ટ્રીટમેન્ટથી બાળકની જાતિની પસંદગી કરી શકાશે

A new type of IVF treatment will allow the selection of the baby's breed

Divyabhaskar.com

Aug 15, 2019, 04:34 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક નવી કેમિકલ ટ્રીટમેન્ટથી હવે મેલ અને ફીમેલ શુક્રાણુઓને અલગ કરી શકે છે.આ રીતે, માતાપિતા કે જેઓ આઈવીએફથી બાળકોને જન્મ આપે છે તે પસંદ કરી શકશે. તેમને છોકરી જોઈએ કે છોકરો. વેજ્ઞાનિકોએ શોધ કરી કે, એક ખાસ કેમિકલથી X ક્રોમોસોમવાળા સ્પર્મ (જેનાથી છોકરીનો જન્મ થાય છે)ની સ્પીડ ઓછી કરી શકાય છે તો બીજી તરફ Y ક્રોમોસોમ (છોકરા)ની ગતિ વધી જાય છે.

પ્લોસ બાયોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, ઉંદર પર કરવામાં આવેલો એક પ્રયોગમાં જોવા મળ્યું કે, બાળકોમાં 90 ટકા (મેલ)છોકરાઓનો જન્મ થયો હતો. એક્સ ક્રોમોસોમમાં ઘણા જીન્સ હોય છે. તો બીજી તરફ વાઈ ક્રોમોસોમમાં ઓછા, જીન્સમાં આ અંતરના કારણે વેજ્ઞાનિકો આ બંને વચ્ચે તફાવતા પાડી શકે છે.

હિરોશિમા યુનિવર્સિટીના રિસર્ચક મસાયુકીનું માનવું છે કે, આ ટેકનિક સ્તનવર્ગના પ્રાણીઓ પર પણ અપનાવવામાં આવી શકે છે. વેજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ પ્રક્રિયા સાધારણ અને સસ્તી છે, તેનાથી ડીએનએને કોઈ નુકસાન પણ નથી થતું. તેનાથી આઈવીએફ અને આર્ટિફિશલ ઈનસીમેશન (કેટલાક પશુઓમાં થાય છે)માં બાળકોની જાતિ પસંદ કરવામાં સરળતા રહે છે.

સંશોધકોએ જણાવ્યું કે, તેઓ પહેલેથી જ ગાયો અને ભૂંડમાં સિલેક્ટિવ મેલ અને ફીમેલ પેદા કરી ચૂક્યા છે, જો કે આ રિસર્ચ પ્રકાશિત નથી થયું. યૂકેમાં આઈવીએફ દરમિયાન બાળકની જાતિ પસંદ કરવાનું ગેરકાયદેસર માનવામાં આવે છે. લીડ રિસર્ચર મસાયુકી કહ્યું કે, મનુષ્ય પર આ ટેકનિકના ઉપયોગનો માત્ર વિચાર કરવામાં આવી રહ્યો છે કેમ કે, તેમા ઘણા મહત્ત્વપૂર્ણ નૈતિક મુદ્દાઓ આવી જાય છે.

કેન્ટ યુનિવર્સિટી ઓફ બાયોસાયન્સના પીટર એલિસનું કહેવું છે કે, આ શોધ ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. તો વેજ્ઞાનિકોનું કહેવું છે કે, આ રીતથી જન્મ થયેલા ઉંદર અત્યારે નોર્મલ છે.

X
A new type of IVF treatment will allow the selection of the baby's breed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી