રિસર્ચ / યુવાનોમાં હૃદયની બીમારી માટે ખરાબ જીવનશૈલી જવાબદાર છે

A bad lifestyle is responsible for heart disease in young people

  • ખરાબ જીવનશૈલીના લીધે સ્વાસ્થ્યને નુકસાન થાય છે
  • જીવનશૈલી સુધારીને હૃદય રોગથી બચી શકાય છે
  • હૃદયની બીમારીના દર્દીઓમાં 73 ટકા લોકોમાં ઓછામાં ઓછા ત્રણ લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ હતાં

Divyabhaskar.com

Sep 05, 2019, 12:02 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ખરાબ જીવનશૈલીના લીધે સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તે તો તમે બધાએ સાંભળ્યું છે. તેમ છતાં લોકો જીવનશૈલીમાં કોઈ ફેરફાર કે સુધારો કરતાં નથી. તેનું મહત્ત્વ લોકો ત્યારે સમજે છે, જ્યારે તેઓ કોઈ મોટી બીમારીનો શિકાર થાય છે. નાની ઉંમરે થતી હૃદયની બીમારીનું કારણ ખરાબ જીવનશૈલી છે. આ વાત એક રિસર્ચમાં સાબિત થઈ ગઈ છે.

સંશોધકોનું કહેવું છે કે આ રિસર્ચના પરિણામથી સ્પષ્ટ થાય છે કે જીવનશૈલી સુધારીને હૃદય રોગથી બચી શકાય છે. આ રિસર્ચમાં સંશોધકોએ હાર્ટની બીમારી સંબંધિત લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ પર રિસર્ચ કર્યું. તેમાં ફિઝિકલ એક્ટિવિટી, સ્મોકિંગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. હૃદયની બીમારીના દર્દીઓમાં 73 ટકા લોકોમાં ઓછામાં ઓછા ત્રણ લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ હતાં.

રિસર્ચના સંશોધક ડો. જોઆઓ સૂઝાના જણાવ્યા અનુસાર, હૃદય રોગમાં જિનેટિક અને ફેમિલી હિસ્ટ્રી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેને બહાનાની જેમ ઉપયોગ ના કરી શકાય. તેમના જણાવ્યા અનુસાર, જ્યારે યુવાનોને હ્રદય રોગ થાય છે, ત્યારે તેઓ હંમેશાં ફેમિલી હિસ્ટ્રીનું બહાનું આપે છે. જ્યારે આ રિસર્ચમાંથી મળી આવતા ડેટા જોયા તો મોટાભાગના યુવાનો જેમને હાર્ટની બીમારી હતી, તેમને સ્મોકિંગની આદત, ફિઝિકલ એક્ટિવિટી ના કરવી, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હતી. જોઆએના જણાવ્યા અનુસાર, આ તમામ બાબતોને જીવનશૈલીને બદલીને સુધારી શકાય છે.

X
A bad lifestyle is responsible for heart disease in young people

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી