જાણો, પ્લાસ્ટિકના લંચ બોક્સમાં બાળકને શા માટે નાસ્તો ન આપવો જોઈએ?

dont use plastic lunch box, its harmful for health

divyabhaskar.com

Oct 26, 2018, 06:07 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: લંચ બોક્સ તૈયાર કરતી વખતે માના ધ્યાનમાં એક જ વસ્તુ હોય છે કે બાળકનો નાસ્તો હેલ્ધી હોય. બાળકની પસંદગી મુજબ ક્યારેક સેન્ડવિચ તો ક્યારેક તેમની પસંદગીની વસ્તુ પેક કરવામાં આવે છે. જેથી બાળક ભૂખ્યું ન રહે અને તેને ભરપૂર પોષણ મળતું રહે. જો કે જે બોક્સમાં આપણે બાળક માટે લંચ પેક કરીએ છીએ તેનું પણ હેલ્ધી હોવું જરૂરી છે. ફેન્સી ટિફિન જોઈને કેટલીક વખત આપણે બાળક માટે કલરફૂલ લંચબોક્સ પસંદ કરીએ છીએ. જો કે પ્લાસ્ટિકના બોકસમાં પેક કરેલું ભોજન નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેવી રીતે સમજીએ.


હાનિકારક છે પ્લાસ્ટિક કેમિકલ્સ


પ્લાસ્ટિકના બોક્સમાં જ્યારે ગરમ ફૂડ મુકીએ છીએ ત્યારે પ્લાસ્ટિકમાં સામેલ કેમિકલ્સ પણ તેમાં ભળે છે. આ વસ્તુ ધીમે-ધીમે પણ શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેનાથી કેન્સર જેવી ભયંકર બીમારી થવાનું પણ જોખમ રહે છે.


શું હોય છે આ કેમિકલ્સ


પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ-અલગ કેમિકલનાં મિશ્રણથી બને છે. જે ખતરનાક કેમિકલ્સ આપણા ફૂડમાં પણ ભળે છે. 'અંડોક્રિન ડિસ્ટ્રેક્ટિંગ' આ કેમિકલ્સ ગરમ ફૂડ પ્લાસ્ટિક બોક્સમાં પેક કરવાથી ઉત્પન થાય છે.જે પહેલા પ્લાસ્ટિકમાં મોજૂદ નથી હોતું. આ કેમિકલ્સ શરીરમાં પ્રવેશતા બહુ મોટું નુકસાન થાય છે.

ખૂણામાં જમા થતી ફૂગ
પ્લાસ્ટિકના લંચ બોક્સ જોવામાં જેટલા ખૂબસૂરત દેખાય છે. સાફ કરવામાં તેટલા જ મુશ્કેલ પણ છે. આપણે તેને ઉપરથી સાફ કરી દઇએ છીએ. પરંતુ ક્યારેક તેના નાનકડા ખૂણામાં ખાવાનું જતું રહે છે. જ્યાં ફૂગ ઉત્પન થાય છે. જ્યારે તેમાં બીજી ફ્રેશ ફૂડ પેક કરવામાં આવે ત્યારે ફૂગના કિટાણું આ ખાવામાં ચોંટી જાય છે. બાળકના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાનકારક છે.


પ્લાસ્ટિકના લંચ બો્કસના નુકસાન

- તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ધીરે-ધીરે હેલ્થ પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે.
- તેનાથી બાળકની ભૂખ પણ ઓછી થઈ જાય છે. ખાવાની રૂચિ ખત્મ થઈ જાય છે.
- ટિફિનમાં પેક ફૂડનો સ્વાદ પણ ચેન્જ થઈ જાય છે.
- તેનાથી કેન્સર થવાનું પણ જોખમ રહે છે.
- બાળકો મેદસ્વીતાનો પણ બહુ જલ્દી શિકાર બને છે.
- ડાયાબિટીશને પણ પ્લાસ્ટિકના વાસણ નોતરે છે.
- રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે.

X
dont use plastic lunch box, its harmful for health

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી