માતૃભાષા / બાળક કોઇ પણ માધ્યમની સ્કૂલમાં ભણતું હોય, તેને માતૃભાષા તો આવડવી જ જોઇએ

Divyabhaskar.com

Mar 13, 2019, 04:26 PM IST
child studying at any medium school, It must be learned in mother tongues

 • ગર્ભસ્થ શિશુમાં જ માતૃભાષાના મૂળિયાં રોપાઈ જાય છે
 • માતૃભાષાનું શિક્ષણ આપવું તે શાળા પહેલાં માતા-પિતાની ફરજમાં આવે
 • માતૃભાષાનું શિક્ષણ હશે તો જ બાળકને કુટુંબના મૂલ્યોનું જ્ઞાન મળશે

આશિષ ચોક્સી. ત્રીજા ધોરણમાં ભણતા યશને તેની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાંથી પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. તે અંતર્ગત તેણે સ્લમ વિસ્તારમાં રહેતાં બાળકોને મળવાનું હતું, તેમની જરૂરિયાત અને રહેણીકરણીનો અભ્યાસ કરવાનો હતો. યશ આ બાળકોને મળ્યો, પણ તે અત્યાર સુધી ફક્ત અંગ્રેજી ભાષામાં જ ભણ્યો હતો. પોતાની માતૃભાષા-ગુજરાતીમાં વાતો કરવા ટેવાયેલો નહોતો. તેણે તેનાં માતા-પિતાને પ્રોજેક્ટમાં મદદ કરવા કહ્યું.

માતા-પિતાએ મદદ તો કરી, પણ તરત શાળામાં જણાવ્યું કે માતૃભાષાનું શિક્ષણ પણ શાળાએ આપવું જોઈએ. માતૃભાષાનું શિક્ષણ આપવું તે શાળા પહેલાં માતા-પિતાની ફરજમાં આવે. માતાની ગર્ભાવસ્થાથી જ શિશુમાં માતૃભાષાના શિક્ષણના મૂળિયાં રોપાઈ જતાં હોય છે. માતાએ છેલ્લા ત્રણ માસ પોતાને ગમતા પુસ્તકોનું વાંચન બોલીને કરવું જોઈએ. ગર્ભસ્થ શિશુના મગજના સ્પીચ એરિયામાં માતાએ બોલેલા શબ્દોનો સંદેશો પહોંચતો હોય છે.

આવા બાળકે બોલવાની ઉંમર 2થી 4 વર્ષ વચ્ચે શબ્દો બોલતાં તકલીફ અનુભવવી નહીં પડે. માતૃભાષાનું શિક્ષણ પૂરતું હશે તો જ બાળકને કુટુંબના સાંસ્કૃતિક અને સંસ્કારિક મૂલ્યોનું જ્ઞાન અને વારસો મળશે. ગમે તેટલી મોટી ડિગ્રી બાળક મેળવે, પણ ભાષાના જ્ઞાન વિના તેનું શિક્ષણ અધૂરું જ ગણાય. એ પછી માતૃભાષા બાળકને શીખવવાનો બીજો તબક્કો બાળક છ માસનું થાય એટલે આવે. આ સમયે માતા અથવા ઘરના કોઈ સભ્યએ રોજ અડધો કલાક પોતાનું વાંચન બોલીને કરવું જોઈએ.

બોલાયેલા શબ્દો બાળકના મગજમાં સ્ટોર થતાં હોય છે. બોલનારની પદ્ધતિ પ્રમાણે જ ઉચ્ચાર અને બોલવાની લઢણ બાળકમાં ઊતરશે. વંચાતા વિષયનો ભલે અર્થ બાળકને ખબર નથી પડતો, પણ બોલાયેલા શબ્દો તેને બોલતા અને સમજતા ખૂબ ઝડપથી આવશે.

આ જ સમયગાળામાં નાના-નાની કે દાદા-દાદી સાથે રહેતું બાળક બાળવાર્તા, બાળગીતો અને જોડકણાં સાંભળીને સૂતું હોય છે. આ પણ માતૃભાષા શીખવવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. વેકેશનમાં બધા રોજ એક વાર્તાનું વાંચન સાથે કરી શકે. શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી તે શહેરમાં બોલાતી મુખ્ય ભાષામાં જ થાય તેવું આયોજન થવું જોઈએ. માતૃભાષામાં પત્રલેખન અને ન્યૂઝપેપર વાંચવાના પિરિયડ રાખી શકાય.

X
child studying at any medium school, It must be learned in mother tongues
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી