હદથી વધુ એક્ટિવ બાળકને કન્ટ્રોલ કરવા માટે અપનાવો આ 5 ટિપ્સ

tips for hyper active child

divyabhaskar.com

Oct 22, 2018, 09:00 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: દરેક પેરેન્ટસ એવું ઇચ્છે છે કે તેમનું બાળક એક્ટિવ હોય અને દરેક કામમાં અવ્વલ હોય. જો કે કેટલાક બાળકો હદથી વધુ એક્ટિવ હોય છે. આવા હાયપર એક્ટિવ બાળકો પેરેન્ટસ માટે હેરાનગતિ અને ચિંતાનું કારણ બની જાય છે. આવા બાળકને કાબૂ કરતા-કરતા પેરેન્ટસના નાકે દમ આવી જાય છે. આવા હાયપર એક્ટિવ બાળકોની ફરિયાદો પણ સ્કૂલ અને શેરી, આડોશ પાડોશમાંથી ખૂબ જ આવે છે. જો આપનું બાળક પણ હાયપર એક્ટિવ છે અને તમે પણ તેમના તોફાનથી પરેશાન છો તો આ સરળ ટિપ્સથી બાળક સાથે ડીલ કરો તેને સરળતાથી કન્ટ્રોલ કરી શકશો.

1.સમય આપો
જો તમારૂ બાળક હાયપર એક્ટિવ છે તો આવા બાળકને પાસે બેસીને તેમનું સાથે પ્રેમપૂર્વક વાત કરો. બાળકને પ્રેમપૂર્વક સ્પર્શ કરો. માતા-પિતાનો સ્પર્શ બાળકને રિલેક્શ ફીલ કરાવશે. જો આવા બાળક સાથે તમે ધાક-ધમકી અને ગુસ્સાથી કામ લેવાની કોશિશ કરશો તો આવું બાળક બંડ પોકારશે અને પરિસ્થિતિ વધુ વણસશે.આવા બાળકને ધાક-ધમકીથી નહી પરંતુ પ્રેમથી અને સમજાવટથી કાબૂ કરી શકાય છે.


2. ક્રિએટીવ બનાવો
આવા બાળકો માટે મનોવિજ્ઞાન એવું કહે છે કે આવા બાળકોમાં ખૂબ જ એનર્જી હોય છે, જે સકારાત્મક રીતે યુઝ થવી જોઇએ. જો આવા બાળકો ઉર્જાવાન હોય છે. આવા બાળકોની જો એનર્જી યોગ્ય દિશામાં યુઝ નહીં થાય તો તે અવડે રસ્તા પણ તેનો ઉપયોગ કરશે. તોફાન કરશે, જો આવા બાળકોને સાહસિક પ્રવૃતિ તરફ વાળવામાં આવે તો તે સારૂ પરિણામ પણ લઇને આવે છે તેમજ તેમની એનર્જીનો બેસ્ટ ઉપયોગ પણ થાય છે. તો આવા બાળકોને ટ્રેકિંગ અને અન્ય એવી સાહસિક રમતો અને પ્રવૃતિ સાથે જોડવા જોઇએ કે તેનું માઇન્ડ તેમાં બીજી રહે.

3.ટાઇમ ટેબલ બનાવો
હાયપર એક્ટિવ બાળકો વધુ ચંચળ હોય છે. તેમનું એક જ જગ્યા પર મન લાગતું નથી. તેથી એમના કોઈપણ કામ સમયસર પૂરા પણ નથી થતાં આવા બાળકો માટે એક ચોક્કસ ટાઈમ ટેબલ બનાવો અને આ ટાઈમ ટેબલમાં તેમના અભ્યાસથી લઈને તેમની ગમતી પ્રવૃતિને પણ સામેલ કરો. આ ટાઈમ ટેબલને તેને ફોલો કરવાનું જણાવો. ટાઈમ ટેબલમાં તેમને ગમતી પ્રવૃતિ માટે સમય ફાળવ્યો હોવાથી તે હોંશે-હોંશે તેનો ફોલો કરશે અને રમતની સાથે અભ્યાસમાં પણ એટલું જ ધ્યાન આપશે.


4. NO કોલ્ડ ડ્રિન્ક્સ
હાયપર એક્ટિવ બાળકો સામાન્ય રીતે જ ખૂબ જ એર્જેટિક હોય છે. જો આવા બાળકોને શુગરવાળી વસ્તુ, કોલ્ડ ડ્રિન્કસ, શુગર કોટેડ સપ્લીમેન્ટસ જેવી કોઈ મીઠી વસ્તુ આપવામાં આવે તો તેમની એર્નજી લેવલ વધે છે અને તે વધુ ચંચળ બને છે. આવા બાળકોને પછી કાબૂ કરવા મુશ્કેલ થઈ શકે છે. આવા બાળકો માટે શક્ય હોય તેટલી શુગરવાળી મીઠી વસ્તુ આપવાનું ટાળવું જોઇએ.


5.યોગ-ધ્યાન-પ્રાણાયામ
હાયપર એક્ટિવ બાળકોના મગજને શાંત રાખવા માટે જરૂરી છે કે તેને યોગ અને ધ્યાન અને પ્રાણાયામ તરફ વાળવામાં આવે. હાયપર એક્ટિવ બાળકને ખાસ ડીપ બ્રિધિંગ એક્સરસાઈઝ કરવો. જેમાં નાક દ્રારા શ્વાસ લઈને અંદર સુધી લઈ જવાનું અને પછી મોંથી શ્વાસ છોડવાની, આ પ્રકારની ડીપ બ્રિધિંગ એક્સરસાઈઝથી મન-મગજ શાંત રહે છે. હાયપર એક્ટિવ બાળક માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.

X
tips for hyper active child
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી