સિંગલ પેરેન્ટિંગમાં હોય છે આવા પડકારો, આ રીતે કરી શકો છો સામનો

સિંગલ પેરેન્ટસને કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે. કેટલાક સિંગલ પેરેન્ટસ તેનો સહજતાથી સ્વીકાર કરે છે.

divyabhaskar.com | Updated - Jul 23, 2018, 07:31 PM
sucessful paretings tips

દિવ્યશ્રી ડેસ્ક:સિંગલ પેરેન્ટસને કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે. કેટલાક સિંગલ પેરેન્ટસ તેનો સહજતાથી સ્વીકાર કરે છે, તો બીજી તરફ કેટલાક સિંગલ પેરેન્ટસ પિરિસ્થિતિનો સામનો ન કરી શકતા ડિપ્રેશનમાં સરી પડે છે. આવી સ્થિતિમાં તે બાળક અને તેમનું ખુદનું ભવિષ્ય પણ દાવ પર લગાવે છે. સિંગલ પેરેન્ટસે બહુ સમજદારી અને ધૈર્યથી આગળ વધવાનું હોય છે. તો ચાલો જાણીએ સિંગલ પેરેન્ટસ સામે કેવા પડકાર હોય છે અને તેનો સામનો કેવી રીતે કરવો.


સિંગલ પેરેન્ટિંગના પણ બે પ્ર્કાર છે. એક તો એ કે, સુષ્મિતા સેનની જેમ શોખની બાળકને એડોપ્ટ કરીને તેમને સારૂં જીવન આપવાની એક કોશિશ. તો બીજો સિંગલ પેરેન્ટિંગનો પ્રકાર એ છે કે, પતિ-પત્ની બંનેમાંથી કોઇ એકનું જ્યારે આકસ્મિક મૃત્યું થાય અને બાળકો નાના હોય. ત્યારે હયાત માતા અથવા પિતા પર બાળકની જવાબદારી આવી જાય છે. આ પરિસ્થિતિ અણધારી હોવાથી બીજા પ્રકારનું સિંગલ પેરેન્ટિંગ થોડું વધું કપરૂ છે. આ સિંગલ પેરેન્ટિંગ સામે અનેક પડકારો હોય છે.

આર્થિક મજબૂતી
સિંગલ પેરેન્ટિંગમાં આર્થિક પાસું પણ મજબૂત હોવું જરૂરી છે. બાળકની જરૂરિયાત કે બાળકની ઇચ્છાઓની પૂર્તિ કરવા માટે આર્થિક રીતે સક્ષમ થવું જરૂરી છે. જો કે અણધારી સ્થિતિમાં આવી પડેલા પેરેન્ટિંગમાં આર્થિક પાસું મજબૂત ન પણ હોય. ફેમિલિમાં એક પુરૂષ જ કમાતો હોય અને અચાનક તેમનું મૃત્યું થઇ જાય તો તેમની પત્ની માટે નવું કામ શરૂ કરી અથવા તો જોબ શોધવામાં સમય લાગે છે.આ બધી જવાબદારીમાં તણાવ અનુભવવો સ્વાભાવિક છે.

પરિસ્થિતિને હળવાશથી લો
જો તમે અચાનક આવી પડેલી જવાબદારીથી ગભરાય જશો તો શક્ય છે તમે ચિંતાના કારણે તણાવગ્રસ્ત થઇ જાવ અને કોઇ બીમારીને નોતરો. આવી તણાવગ્રસ્ત સ્થિતિમાં તમારે તમામ જવાબદારી નિભાવવી શકય નહીં બને. જો તમે આવી પડેલી મુશ્કેલીને વધુ ગંભીરતાથી જોશો તો બધું જ મુશ્કેલીભર્યું દેખાશે. આ સ્થિતિમાં જો પરિસ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલશો, પરિસ્થિતિને હળવાશથી લેશો તો નવા રસ્તા પણ મળશે અને તેમને સિંગલ પેરેન્ટિંગની જવાબદારીને સારી રીતે નિભાવી શકશો.


યોગનો સહારો લો
જિંદગી હંમેશા સુંવાળા રસ્તા પર નથી ચાલતી. આ કપરી પરિસ્થિતિમાં ઉદાસીનતા આવવી સ્વાભાવિક છે. જો સિંગર પેરેન્ટિંગમાં આપ પણ આવું કંઇ અનુભવતા હો તો માનસિક શાંતિ માટે યોગ, આધ્યાત્મનો સહારો લો. સિંગલ પેરેન્ટિંગ તેમની સાથે બહુ બધી મુ્શ્કેલી લઇને આવે છે. આવી સ્થિતિમાં માનસિક રીતે મજબૂત બનાવવા માટે યોગ અને આધ્યાત્મનો સહાલો લેવો ઊત્તમ વિકલ્પ છે.

બેવડી જવાબદારી
સિંગલ પેરેન્ટિંગમાં બાળકની તેમજ બહાર જઇને કમાવાની એમ બેવડી જવાબદારી હોય છે. આ સમયે બાળકને કોની પાસે છોડીને જવું તે પણ એક સમસ્યા હોય છે. બાળક જેમની સાથે સાતથી આઠ કલાક રહે છે, તેમની પાસેથી બાળક શું શીખે છે. બાળકના ઘડતર માટે આ બધું જ વિચારવું પણ એટલું જ જરૂરી છે. આવી સ્થિતિમાં કોઇ પર પણ આંધળો વિશ્વાસ ન મૂકતા જેને પણ બાળકને સોંપો છો તેના વિશેની તમામ માહિતી મેળવી લેવી પણ જરૂરી છે.

ક્વોલિટી સમય આપો
સિંગલ પેરેન્ટિંગમાં બાળક જ એકમાત્ર પોતીકો સહારો હોય છે. બાળક માટે પણ સિંગલ મોમ અથવા ફાધર જ બધું જ હોય છે. બંને આ કપરી પરિસ્થિતિને એકબીજાના સાથથી સુખમય બનાવી શકો છો. બાળકને ગમતું બધું જ કરો, બાળક સાથે ક્વોલિટી સમય પસાર કરો. વીકએન્ડમાં પિકનિકનો પ્રોગ્રામ બનાવીને બાળક સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો. તેનાથી મન પ્રફુલિત રહેશે અને બંને ખુશ રહી શકશો. આ રીતે સિંગલ પેરેન્ટિંગમાં પણ ખુશ રહેવાના રસ્તા શોધીને આ કપરા સમયને યાદગાર અને સુખમય બનાવી શકાય છે.

X
sucessful paretings tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App