આદર્શ પેરેન્ટિંગ
Home » Divyashree » Parenting » successful parenting tips

બાળક સાથે આ રીતે કરો ડીલ, થશે યોગ્ય વિકાસ

divyabhaskar.com | Last Modified - Aug 28, 2018, 03:00AM IST
 • બાળક સાથે આ રીતે કરો ડીલ, થશે યોગ્ય વિકાસ

  દિવ્યશ્રી ડેસ્ક: પેરેન્ટિંગના વિષયને આપણે હંમેશા હળવાશથી લઇએ છીએ, જો કે પેરેન્ટિંગનો વિષય જેટલો મહત્વનો છે તેટલો જ સંવેદનશીલ પણ છે. ગલત પરેન્ટિંગની છાપ બાળકના સમગ્ર વ્યક્તિત્વમાં આખી જિંદગી જોવા મળે છે. પેરેન્ટસના નેગેટિવ કમાન્ડ બાળકના વ્યક્તિત્વને નેગેટિવિટીથી ભરી દે છે. તેવી જ રીતે પેરેન્સનું મોટીવેશનલ વર્તન બાળકને સફળતા તરફ લઇ જાય છે. આજે આપણે આદર્શ પેરેન્ટિંગ કોને કહેવાય તે મુદ્દે ચર્ચા કરીશું


  1. કોમ્યુનિકેશન

  જો આપનું આપના બાળક સાથે કોમ્યુનિકેશન મજબૂત હશે તો તે દરેક પ્રકારની વાત તમારી સાથે શેર કરશે. પછી તે સારી હશે કે ખરાબ, યોગ્ય પેરેન્ટિંગ માટે એ જરૂરી પણ છે.


  તમારૂં તમારા બાળકની સાથે એવો સંબંઘ હોવો જોઇએ કે તે મનની વાતને શેર કોઇ સંકોચ,ડર વગર રૂજૂ કરી શકે. બાલ મનૌવૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાળક તેમના દિલની વાત કોઇની સામે વ્યક્ત કરવા ઇચ્છતું હોય છે. જો બાળકને ઘરમાં જ સકારાત્મક માહોલ મળી જાય તો તેમના મનની વાત જરૂર શેર કરશે.બાળકોની સાથે કમ્યુનિકેશન મજબૂત હોવાથી તેમની સાથે બનતી તમામ ઘટનાની જાણકારી મળી રહે છે.

  2.મનોભાવનાને સમજો

  બાળ મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો તમે તમારા બાળકનું વ્યક્તિત્વ સંતુલિત હોય તેવું ઇચ્છતા હો તેના માટે જરૂરી છે કે તમે તમારા બાળક સાથે સારી રીતે હળીમળી જાવ. તેમના મનોભાવોને સમજવાનો પ્રયાસ કરો. જો તમે બાળકની કોમળ ભાવનાને સમજશો, શકય હોય તેટલી બાળકની ઇચ્છાઓને પુરી કરવાની કોશિશ કરશો. આવું કરવાથી બાળકની અંદર ભાવનો ઘૂંટાતી નહી રહે પરંતુ પૂર્ણ થશે અને તેની ખૂબ જ મોટી અસર તેના વ્યક્તિત્વ પર પણ પડશે.


  3.બાળકને ક્વોલિટી ટાઇમ આપો

  બાળક સાથે સમય વિતાવાની અસર પણ બાળકના ઘડતર પર પડે છે. બાળક સાથે કવોન્ટિટી નહીં પરંતુ ક્વોલિટી સમય વિતાવો. આવું કરવાથી બાળક સાથેનો આત્મિય ભાવ વધશે. બાળક સાથે ઘટતી સારી-નરસી દરેક બાબત તે તમારી સાથે શેર કરશે. બાળક સાથે ક્વોલિટી સમય વિતાવવાથી બાળક સાથે માતાપિતા સંબંધ ગાઢ બનશે. માતા-પિતા સાથેને બાળકના સકારાત્મક, વિશ્વાસુ અને આત્મિય અને ગાઢ સંબંધની પણ બાળક પર ખૂબ સારી અસર પડે છે.


  4. સારી રીતભાત સીખવો

  બાળક જેટલું જોઇને સીખે છે. તેટલું ઉપદેશ કે સૂચનો દ્રારા નથી સીખતું. આ વાતને દરેક પેરેન્ટસે યાદ રાખવી જરૂરી છે. જો તમે ઇચ્છતા હો કે તમારૂ બાળક યોગ્ય રીતભાત સાથે વર્તે, બાળકનું વર્તન સુશિષ્ટ અને સભ્ય હોવું જોઇએ તો સૌથી પહેલા તમારે આવા આદર્શ વર્તનનો નમૂનો બાળક સામે રજૂ કરવો પડશે. માતા પિતા જેવું વર્તન કરશે,. બાળક આ વર્તનને જોશે અને તે પણ તેવું જ વર્તન કરશે. તેથી બાળક સામે વર્તન કરતા પહેલા થોડું સભાન રહેવું પણ જરૂરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી