અજાણતા જ ક્યાંક આપ બાળકને ખોટી આદતો તો નથી શીખવી રહ્યાંને?

આદર્શ પેરેન્ટિંગની સ્ટાઈલ એ છે કે, તમે જે રીતભાત બાળકને શીખવવા માંગો છો તેવું વર્તન તમારૂં ખુદનું હોવું જોઈએ.

divyabhaskar.com | Updated - Aug 23, 2018, 08:03 PM
successful parentig tips

દિવ્યશ્રી ડેસ્ક: બાળકો જે કંઇ સારી કે નરસી બાબત શીખે છે, તેમાં 70 ટકા આદતો બાળક માતા-પિતા પાસેથી જ શીખે છે. બાળકને પેરેન્ટસ શિસ્તમાં રહેવા સહિતની સારી મેનર્સ શીખવવાનો આગ્રહ રાખે છે પરંતુ ક્યારેક માતા પિતા જ બાળક સામે એવું ગલત વર્તન કરી બેસે છે કે બાળક પેરેન્ટસના વર્તનને અનુસરીને જ ખોટી અને ખરાબ આદતો શીખે છે.


પેરેન્ટસે એ ન ભૂલવું જોઈએ બાળક નિરીક્ષણ અને અનુકરણથી જેટલું શીખે છે તેટલું સૂચન અને શીખામણથી નથી શીખતું. માતા પિતાએ બાળકને આદર્શ વર્તન શીખવવા માટે બાળક સામે વર્તન કરતાં પહેલા ખુદ સતર્ક રહેવું પડશે અને બાળક સામે એવી કોઈ હરકત ન કરવી જોઈએ જેની અસર બાળકના માનસ પર ખરાબ પડે. ક્યારેક પેરેન્ટસ બાળક સામે ખોટું બોલે છે, ગલત ભાષાનો ઉપયોગ કરે છે તેની અસર બાળક પર પડ્યાં વિના નથી રહેતી. બાળક પણ પેરેન્ટસના વર્તનનું અનુકરણ કરે છે.


ખોટું બોલવું
બાળક જેટલું નિરીક્ષણથી ગ્રહણ કરે છે તેટલું કદાચ સલાહ-સૂચનથી નથી કરતું. જો માતા-પિતા બાળકની સામે કોઇ વ્યક્તિ કે કામને ટાળવા માટે ફોન પર જ ખોટું બોલતા હશે અથવા તો બાળકને જ માધ્યમ બનાવીને બાળક દ્રારા ફોન પર ખોટા મેસેજ અપાવતા હશે તો આવું બાળક ચોક્કસ ખોટું બોલતા શીખશે. માતાપિતાના આવા વર્તનથી બાળકને ખોટું બોલાવાનું પ્રોત્સાહન મળે છે. તે માતાપિતાના વર્તનના પ્રભાવમાં આવીને ખોટું બોલવા લાગે છે.


હાઇજનિકનને ઇગ્નોર કરવું
જો આપ સ્વચ્છતાનો ખ્યાલ નહીં રાખતા હો. હાથ સાફ કર્યા વિના કંઇ પણ ખાાતા હશો કો ઘરમાં પડેલી વસ્તુને વ્યવસ્થિત રાખવાની બદલે વેરવિખેર રાખતા હશો તો બાળક પણ આ આદત શીખી જશે. જો તમે સ્વચ્છતાનો અને હાઇજનિક ફૂડનો આગ્રહ રાખશો તો બાળકને આ શીખવવું નહીં પડે, આપનું બાળક આપના વર્તનના પ્રભાવમાં જ આવીને આપોઆપ સ્વચ્છતાનો આગ્રહી બનશે


જંકફૂડનું સેવન
જો તમે ઇચ્છતા હો કે બાળકને અનહેલ્થી જંકફૂડને અવોઈડ કરે તો તમારે પણ આ ફૂડને અવોઈડ કરવું પડશે. જો પેરેન્ટસ જંકફૂડથી અરૂચિ દાખવશે, તો બાળક પણ તેમાં રૂચિ નહીં લે. જો પેરેન્ટસ બહુ શોખથી જંકફૂડ ખાતા હશે તો બાળક ક્યારેય જંકફૂડને અવોઈડ નહીં કરી શકે. આ માટે પેરેન્ટસે ઘરમાં જ એવો માહોલ બનાવો પડશે કે બાળક ઘરનું સાત્વિક ફૂડ જ લેવાનો આગ્રહ રાખે.


ખોટી ભાષાનો પ્રયોગ
ક્યારેક મજાકમાં પણ બાળક સામે ગલત ભાષાનો ઉપયોગ ન કરો. બાળક જેટલું જોઈને, સાંભળીને અને અનુભવીને શીખે છે. તેટલું તેને પ્રત્યક્ષ શીખામણ આપીને નથી શીખવી શકાતું. જો ઘરમાં વડીલો અપશબ્દ બોલતા હશે. વાતે-વાતે ગલત ભાષાનો પ્રયોગ કરતા હશે તો આ બધું જ બાળક સાંભળે છે અને તે પણ આવી જ ભાષાનો પ્રયોગ કરતા અચકાતું નથી.


મોબાઈલનો ઉપયોગ
આજના આ ગેજેટના યુગમાં લોકો તેના પરિવારજન અને પ્રિયજન કરતાં વધુ મોબાઈલ ફોન, લેપટોપ દ્રારા સોશિયલ મીડિયાથી કનેક્ટ રહે છે. જો પેરેન્ટસ ઘરમાં આવ્યા બાદ પણ આ રીતે મોબાઈલથી કનેક્ટ રહેશે તો બાળક પણ કંઇક આવું જ વર્તણુંક શીખસે. બાળકોમાં ગેજેટનું વળગણ ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. આ એડિક્શન તેમને મેદાનની રમતોથી મિત્રોથી અને પરિવારજનોથી દૂર કરી દે છે.


વ્યસન કરવું
કોઇ પેરેન્ટસ એવું નથી ઇચ્છતા હોતા કે તેમનું બાળક પાન, તમાકુ, સિગરેટ જેવા કોઇપણ વ્યસન કરે. પરંતુ આવું ઇચ્છનાર પેરેન્ટસ બાળકની સામે જ વ્યસન કરવાની ભૂલ કરે છે. જો બાળકની સામે જ સ્મોકિંગ અથવા તો તમાકુનું સેવન કરવામાં આવશે અથવા આવી વસ્તુ બાળક પાસેથી મંગાવવામાં આવશે તો અવશ્ય બાળક પણ આવા વ્યસન તરફ વળશે. બાળકને પેરેન્ટસનું વર્તન જોઇને વ્યસન કરવાનું અપ્રત્યક્ષ રીતે જ જાણે પ્રોત્સાહન મળી જાય છે અને તે પણ તેના પિતાનું અનુકરણ કરીને વ્યસન કરવા લાગે છે.


ટૂકમાં કહીએ તો એક આઇડિલ પેરેન્ટિંગની પહેલી શરત એ છે કે તે બાળકના યોગ્ય ઘડતર માટે ઘરમાં જ બાળકને એવું સકારાત્મક વાતાવરણ પુરૂ પાડવામાં આવે કે તેમાં ઉછરતું બાળક આપોઆપ જ સારા રીતભાત અને સારી આદતોનું ગ્રહણ કરશે. શક્ય છે કે દરેક પેરેન્ટસ બાળકને બધી જ સુખ સગવડ ન આપી શકે પરંતુ ઘરમાં એક સકારાત્મક આદર્શ માહોલ તો ચોક્કસ ઉભો કરી શકે કે જેનાથી બાળકના વ્યક્તિત્વને વિકાસિત થવા યોગ્ય દિશા મળે.

X
successful parentig tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App