મેડિટેશનથી વધારો બાળકની મેમરી, થશે બીજા પણ અન્ય લાભ

મેડિટેશનથી એકાગ્રતામાં વધારો થતાં,કાર્યક્ષમતામાં આપોઆપ વધારો છે.

divyabhaskar.com | Updated - Nov 17, 2018, 05:27 PM
parenting tips

દિવ્યશ્રી ડેસ્ક: મેડિટેશન દ્રારા મન શાંત અને એકાગ્ર રહી શકે છે. માત્ર મોટા જ નહીં બાળકો માટે પણ મેડિટેશન ખૂબ જ ફાયદાકારક છે. મેડિટેશનથી કાર્યક્ષમતા વધે છે. બાળકો ખૂબજ ચંચળ હોય છે, તેના કારણે તેનું ધ્યાન લાંબા સમય સુધી એક વસ્તુ કે વિષય પર કેન્દ્રિત નથી રહેતું તેનું કારણ એ છે કે તે અભ્યાસ પણ ધ્યાનથી નથી કરી શકતું. તેનું મન ભટક્યાં કરે છે.મનને શાંત અને એકાગ્ર રાખવા માટે મેડિટેશન એક બેસ્ટ ઓપ્શન છે. મેડિટેશનની શું લાભ થાય છે ચાલો જાણીએ.


સરળ છે મેડિટેશન
કેટલાક લોકોનું માનવું છે કે મેડિટેશન મુશ્કેલ ક્રિયા છે. આ દિમાગી એકસસાઈઝ બાળક માટે તો શક્ય નથી જ. જો કે એવું નથી. થોડા અભ્યાસથી બાળકને પણ મેડિટેશન તરફ વાળી શકાય છે. શરૂઆતમાં ચંચળતાના કારણે મુશ્કેલી પડે છે પરંતુ ધીરે ધીરે આદત પડી જાય છે.


બાળકને કેવી રીતે શીખવશો મેડિટેશન
- સૌથી પહેલા બાળકમાં સવારે જલ્દી ઉઠાડવાની આદત પાડો. તેમને પાર્કમાં લઈ જાવ.
- પાર્કમાં જ એક શાંત જગ્યા પર બેસી જાવ. બાળકને પણ આવું કરવાનું કહો. ધીરે ધીરે આ રીતે મેડિટેશન તરફ વાળો.
- બાળકને આંખો બંધ કરીને રિલેકસ થઈને બેસવાનું કહો. બાળકને આ સ્થિતિથી થતાં આનંદ અને આરામ, શાંતિના અનુભવ વિશે કહો.
- ધીરે -ધીરે બાળકને લાંબા શ્વાસ લેવાનું કહો. બાળક પાસે ઓમનું ઉચ્ચારણ કરાવો.
- જો બાળક સંગીત પ્રેમી હોય તો આવા બાળકને મેડિટેશન શીખવવું વધુ સહેલું છે. બાંસુરી વાદન કે જલતરંગનું મ્યુઝિક લગાવીને બાળકને ધ્યાનમાં બેસાડો.
- આ રીતે સંગીત પ્રેમી બાળક બહુ જલ્દી ધ્યાનથી આકર્ષિત થશે અને એક વીકમાં નિયમિત ધ્યાન કરવા લાગશે.

મેડિટેશનનાં ફાયદા
- એકાગ્રતા વધશે
- મન શાંત રહેશે
- સકારાત્મકતા આવશે
- ગુસ્સા પર કાબૂ મેળવી શકાશે
- યાદશક્તિ વધશે
- કોઇ કામને 100 ટકા આપી શકાશે
- ચંચળતા દૂર થશે.

X
parenting tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App