આદર્શ પેરેન્ટિંગ
Home » Divyashree » Parenting » parenting tips for teenger

ટીનએજ સંતાનની મનમાની રોકવા ઈચ્છો છો? તો આ વાતો પર આપો ખાસ ધ્યાન

divyabhaskar.com | Last Modified - Sep 06, 2018, 19:59PM IST
  • ટીનએજ સંતાનની મનમાની રોકવા ઈચ્છો છો? તો આ વાતો પર આપો ખાસ ધ્યાન

    દિવ્યશ્રી ડેસ્ક:નાની ઉંમરમાં જે સંતાનને શીખવવામાં આવે તે બાબતો તે આખી જિંદગી યાદ રાખે છે. માતા-પિતાએ એવી કોશિશ કરવી જોઇએ કે બાળપણમાં દરેક સારી આદતો અને સંસ્કારનું તેમનામાં સિંચન કરવામાં આવે. માતા-પિતા ઘરમાં તો બાળકને આદર્શ રીતભાત શીખવે છે. પરંતુ જ્યારે સંતાન મોટું થાય અને બહારની દુનિયાના સંપર્કમાં આવે તો તે ખોટું બોલવાનું, બહાનાબાજી કરવાનું અને દલીલો કરવાનું પણ શીખી જાય છે. તેનું કારણ છે કે ટીનએજમાં પ્રવેશેલું સંતાન એ નથી સમજી શકતું કે શું યોગ્ય છે અને શું અયોગ્ય

    વધતી ઉંમરે સંતાનને એ સમજાવવું ખૂબ જ જરૂરી છે કે વ્યવહારિકતા અને જૂઠ બંનેમાં બહુ બધો ફરક હોય છે. સંતાનને સામાજિક શિષ્ટાચારની શીખ આપવી ખૂબ જ જરૂરી છે. સંતાનને આ દરેક શીખ ધાક-ધમકીથી નહીં પરંતુ પ્રેમપૂર્વક સમજાવવી જોઇએ. જો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ટીનએજ સંતાનના વર્તનમાં બદલાવ લાવી શકાય છે.


    ટીનએજમાં લાવો સકારાત્મક બદલાવ
    ટીનએજ સંતાન મનમાની કરતા હોય તો તેની પાછળ માતા-પિતાનો વ્યવહાર પણ જવાબદાર હોય છે. બાળપણમાં પેરેન્ટસ તેની દરેક જીદ્દને પુરી કરે છે. આવી સ્થિતિમાં સંતાનની માનસિકતા એવી બંધાઈ જાય છે કે બધું જ મારી મરજી મુજબ થશે. જેના કારણે ટીનએજમાં પ્રવેશ્યા બાદ પણ સંતાન આવી જ મનમાની અને જીદ્દ કરવાનું ચાલું રાખે છે. ટીનએજ સંતાનનો આવું વલણ પેરેન્ટસ માટે ચિંતાનું કારણ બની જાય છે. જો કે બાળપણમાં થયેલી આ ભૂલોને ધીરે -ધીરે સુધારી શકાય છે. ટીનએજ સંતાનના વ્યવહાર વર્તનમાં બદલાવ લાવવા માટે તેના મિત્ર બની જાવ અને આદેશથી નહીં પરંતુ સમજાવટથી કામ લો. આવું કરવાથી ટીનએજ સંતાનની વર્તનમાં ચોક્કસ બદલવા આવશે.


    સ્ટ્રેસથી બચાવ જરૂરી
    ઉંમરની આ અવસ્થામાં સંતાન પર કરિયર અને અભ્યાસના કારણે વધુ સ્ટ્રેસ હોય છે. આ માનસિક તણાવને કારણે પણ તેનો સ્વભાવ ચીડિયો અને જીદ્દી બની જતો હોય છે. આવી સ્થિતિમાં પેરેન્ટસે જ સંતાન સાથે કાઉન્સિલિંગ કરવું પડશે અને તેમને યોગ્ય દિશા સૂચન કરવું જોઇએ. પેરેન્ટસે સંતાનને એવી જીવનશૈલી તરફ વાળવા જોઇએ કે જેમાં સંતાન ઓછો સ્ટ્રેસ ફીલ કરે આટલું જ નહીં સંતાનને નિયમતાના પાઠ પણ ભણાવવા જોઇએ, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટથી પણ કામના સ્ટ્રેસને ઓછો કરી શકાય છે.


    સંતાનને આટલું શીખવો
    ટાઇમ મેનેજમેન્ટ
    સૌથી પહેલા સંતાનને ટાઈમ ટેબલ મુજબ કામ કરતા શીખવો. જેના કારણે સમયસર તે કામ કરી શકશે અને કોઇપણ પ્રકારની કોઇ પરેશાની પણ નહીં રહે. સમયસર કામ થઈ જતું હોવાથી કામનું ભારણ ઓછું થઈ જશે અને તેના કારણે પણ મૂડ સારો રહેશે અને તે રિલેક્શ ફીલ કરશે તેની સકારાત્મક અસર તેના વર્તન વ્યવહારમાં ચોક્કસ જોવા મળશે.

    વર્ક મેનેજમેન્ટ
    સંતાનમાં પ્રાથમિકતા મુજબ કામ કરવાની આદત પાડો. જે કામ સૌથી પહેલા કરવું જરૂરી છે તેના પર ફોક્સ કરાવો. પ્રાથમિકતા નક્કી કરવામાં પેરેન્ટસ સંતાનની મદદ કરી શકે છે. જે સંતાન પ્રાથમિકતા મુજબ કામ કરે છે તે સમયસર બધા જ કામ પૂરા કરવાની સાથે મહત્વપૂર્ણ કામને સમયસર પૂરા કરી દે છે જેના કારણે તેની સફળતાના ચાન્સિસ વધી જાય છે. કામનું ભારણ અને કામની નિષ્ફળતાના કારણે પણ વ્યક્તિમાં નેગેટિવીટીનો સંચાર થાય છે. જેના કારણે તે મનફાવે તેમ વર્તન કરે. આ રીતનું વર્કના મેનેજમેન્ટથી પણ સંતાનના વર્તને સુધારી શકાય છે.

    ટીપ્પણી ન કરો
    સંતાનથી ભૂલો થવી સ્વાભાવિક છે એ પણ ટીનએજ અવસ્થામાં આવું થવું નોર્મલ છે. સંતાની ભૂલો પણ વધુ નેગેટિવ કમેન્ટ કરવાથી પરિસ્થિતિ સુધરવાની બદલે વઘુ બગડશે. સંતાનની ભૂલ પણ નેગેટિવ કમેન્ટ કરવાની બદલે તેમની માનસિકતાને સમજવાની કોશિશ કરો અને તમારા જીવનના અનુભવો શેર કરીને મૈત્રીભાવે તેને સલાહ આપો.


    સન્માન આપો
    બાળકથી માંડીને વડીલો સુધી દરેકને તેમનું સન્માન વ્હાલું હોય છે. આપ નોટિસ કરજો કે જો બાળકનું પણ બધાની હાજરીમાં અપમાન કરવામાં આવશે તો તેમની ભાવના ઘવાશે અને તેમની ભાવના આહત થયા બાદ તેમનાથી સારા વર્તનની અપેક્ષા ન રાખી શકાય. જો તમે ઇચ્છતા હો કે સંતાન મનમાની ન કરે અને તમારી સામે અને બહારની દુનિયામાં આદર્શ વર્તન કરે તો તમારે પણ સંતાનનું સન્માન કરવું પડશે. તેમને કોઈની હાજરીમાં ટોકવાથી ખાસ બચવું જોઇએ.

    સમય આપો
    સંતાન ભલે ગમે તેટલું મોટું થઈ જાય પરંતુ તેમની સાથે ક્વોલિટી સમય વિતાવવાનું ન ભૂલવું જોઇએ. આ એક એવી ટિપ્સ છે જેનાથી સંબંધોમાં ઉદભવતા બધી જ સમસ્યાનું નિવારણ મળી જાય છે. ક્વોલિટી ટાઈમ વિતાવવાથી આત્મિયતા વધે છે. સંતાન તેમના મનની ગડમથ શેર કરે છે અને તેનું સમાધાન પણ મેળવી શકે છે. આ રીતે તેના માઈન્ડના રિલેક્શન માટે અને તેના મનને પ્રફુલિત રાખવા માટે આ ટિપ્સ કારગર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

    કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
    મારી બહેનપણી દિવ્ય શ્રી