જાણો, કઈ ઉંમરમાં બાળક માટે ક્યું સપ્લીમેન્ટ છે જરૂરી

parentigs tips

divyabhaskar.com

Sep 05, 2018, 06:11 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: નાના બાળકની સારસંભાળ લેવી મા માટે કોઈ ટાસ્કથી કમ નથી. બાળકને હેલ્ધી રાખવા માટે મા તેના બાળકને ભોજનથી માંડીને દરેક જરૂરી ચીજ વસ્તુઓ આપે છે. બ્રેસ્ટ ફીંડીંગ હોય કે પછી બાળકને સપ્લીમેન્ટસ આપવાનું હોય. માતા બાળકની દરેક બાબતની કારણે ખૂબ જ ચિંતિત હોય છે. બાળકના જન્મ બાદ 6 મહિના બાદ મા બાળકને દૂધ સિવાય બીજી અન્ય હળવી ચીજો આપવાનું શરૂ કરી દે છે. જો કે બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી બધી જ સપ્લીમેન્ટસ પણ આપવા જરૂરી છે. તો ચાલો જાણીએ કે બાળકને કઈ ઉંમરમાં ક્યું સપ્લીમેન્ટસ આપવું જોઈએ.

1. આયરન
શરીરમાં બેસ્ટ રક્ત પ્રવાહ અને મગજ માટે આયરન ખૂબ જરૂરી છે. જ્યારે બાળક જમવા લાગે. બેસવા અને ચાલવા લાગે તો આ સમયે તેને આયરનની ખૂબ જરૂર હોય છે. તો બાળક જયારે ભોજન કરવા લાગે તો તેને ભોજનમાં લીલાં શાકભાજી અને દૂધ આપવાનું ન ભૂલો. જે બાળક પ્રિમ્ચ્યોર ડિલિવરીથી જન્મ્યું હોય તેવા બાળકમાં આયરનની કમી અચૂક જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળકને નિયમિત ત્રણ વર્ષ સુધી આયરન સપ્લીમેન્ટ ખવડાવો.

2. વિટામિન ડી
હાડકાના વિકાસ માટે અને રિકેટસ જેવી બીમારીથી બચવા માટે બાળકોને વિટામીન ડીની જરૂરત હોય છે. માના દૂધમાં ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. જો કે મોટાભાગની મહિલાઓમાં ડિલિવરી બાદ વિટામીન ડીની કમી થઈ જાય છે. એવી સ્થિતિમાં વિટામીન ડીની કમીને પૂરી કરવા માટે સપ્લીમેન્ટનો સહારો લેવો જરૂરી છે. તમે તરલ વિટામિન ડીને ડ્રોપરની સહાયતાથી શિશુને પિવડાવી શકો છો. વિટામિન ડીની જરૂરત બાળકને જન્મથી બે વર્ષ સુધી હોય છે.

3. અન્ય વિટામિન્સ
બાળકના સંપૂર્ણ વિકાસ માટે વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન એ, અને વિટામિન 12Bની જરૂરત હોય છે. તેનાથી તે બ્લીડિંગની સમસ્યાથી બચી રહે છે. આ કમીને પૂરી કરવા માટે પ્રેગ્નન્સીના પિરિયડથી જ જો કઠોળ, ડેરી પ્રોડક્ટસનું સેવન કરશો તો આ ઉણપ નહીં રહે અને સ્તનપાન દરમિયાન જ વિટામિન્સની પૂર્તિ થઈ જશે. નોંધનિય છે કે વિટામિન બી12ની કમી એ મહિલા અને બાળકોમાં વધુ જોવા મળે છે જે શાકાહારી છે. જો આપ શાકાહારી હો તો ડેરીપ્રોડક્ટને ડાયટને વધુ સામેલ કરવું જોઈએ.


4. ડીએચએ
ડીએચએ ઓમેગા-3 ફેટી એસિડનું જ એક રૂપ છે. મગજના વિકાસ અને આંખોની માટે તે ખૂબ જ ફાયદાકારક છે. માના દૂધમાં તે ભરપૂર માત્રામાં હોય છે. આ માટે માતાએ પણ ડિલિવરી બાદ અને પ્રેગ્નન્સી દરમિયાન લીલાં શાકભાજી, કેળા,સલાડ અને ડેરી પ્રોડક્ટને ડાયટમાં સામેલ કરવી જોઈએ.


5. ફ્લોરાઈડ
ફ્લોરાઈડની જરૂરિયાત દરેક બાળકની નથી હોતી. ફ્લોરાઈડ દાંત અને પેઢાંના વિકાસ અને મજબૂતી માટે હોય છે. આ સપ્લીમેન્સ બાળકને આપતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

X
parentigs tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી