બાળકને સંસ્કાર, શિસ્તની સાથે આ વ્યવહારૂ જ્ઞાન પણ આપો, બાળક બનશે સ્માર્ટ

parentigs tips

divyabhaskar.com

Sep 01, 2018, 08:33 PM IST

દિવ્યશ્રીડેસ્ક:દુનિયાભરમાં ભારતીય તેના સંસ્કાર, પ્રેમ અને પારિવારિક મૂલ્યો માટે જાણીતા છે. પેરેન્ટસ પણ બાળકમાં આ મુલ્યોનું સિંચન કરવાનો આગ્રહ રાખે છે. આ મુલ્યોનું બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં પાયાનું સ્થાન છે, જો કે માત્ર આ સંસ્કારથી જીવન વહન નથી થતું, પેરેન્ટસે સંતાનને સ્માર્ટ અને સફળ બનાવવા માટે બાળપણથી થોડું વ્યવહારૂ જ્ઞાન પણ આપવું જરૂરી છે.

તો આજે આપણે અહીં એ બાબતની ચર્ચા કરીશું. જેને દરેક પેરેન્ટસે બાળકને શીખવવી જરૂરી છે. બાળકને તમે આ વાતો શીખવીને આવનાર કપરી પરિસ્થિત સામે લડવા તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ કે માતા-પિતાએ ક્યાં-ક્યાં વિષયનું જ્ઞાન આપવું જોઇએ.

ટેક્સ ફાઈલ
સંતાન થોડું મોટું થાય. થોડુ ટેકનોલોજીથી વાકેફ થાય બાદ બાળકને તમામ વ્યવહારૂ જ્ઞાન આપવા પણ જરૂરી છે. બાળકને ટેક્સ ફાઈલ કરતાં સીખવો. 21 જુલાઈ પહેલા કામ પુરૂ કરીને સ્કૂલ તેમજ પેરેન્ટસે બાળકને ટેક્સ ભરતાં શીખવવું જોઈએ. બાળકને આવું પ્રેકટિકલ નોલેજ આપવાથી તે આ પ્રકારના કોઇ પણ કામ માટે અન્ય લોકો પર ડિપેન્ડ નહીં રહે અને તે જાતે કરી શકશે. આ પ્રકારનું નોલેજ તેમને ફ્યુચરમાં ખૂબ ઉપયોગી નિવડશે.

રસોઈ કામ
માતાપિતાએ માત્ર પુત્રી જ નહીં પુત્રને પણ સામાન્ય રસોઈ શીખવવી જોઇએ. આ પણ સ્વાવલંબનનો એક પાઠ છે. સંતાનને ખરા અર્થમાં સ્વાવલંબી બનાવવા માટે ઘરના દરેક નાના-મોટા કામની ટ્રેનિંગ આપવી જરૂરી છે. આવું કરવાથી સંતાન ખરા અર્થમાં આત્મનિર્ભર બને છે અને નાના-નાના કામ માટે કોઇ પર ડિપેન્ડ નહીં રહે.

બચત
બાળકોમાં નાણાકિય બચતના સંસ્કાર પણ પાડવા જરૂરી છે. બાળકને નાની રકમનું સમયાંતરે બચત કરવાનું શીખવવું ખૂબ જ જરૂરી છે. બાળકને બચતનું અને કરકસરનું મુલ્ય સમજાવીને ભવિષ્યનું કેવી રીતે પ્લાનિંગ કરવું તે પણ શીખવવું જોઇએ. બાળપણમાં જ જો બાળકમાં બચતના સંસ્કાર રેડવામાં આવશે તો તે મોટું થઈને પણ બજેટ બનાવીને જ ખર્ચ કરશે અને બચત કરતો હોવાથી ફ્યુચરનું પ્લાનિંગ પણ સારી રીતે કરી શકશે.


આત્મસુરક્ષા શીખવો
સંતાનને વાતે-વાતે કોઈપણ બાબતથી ડરાવવાના બદલે બાળકને આત્મસુરક્ષાની તાલીમ આપો. બાળકને મુશ્કેલીનો સામનો કરવાથી આવી આત્મસુરક્ષાની તાલીમ આપવાથી બાળક ન માત્ર આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બનશે પરંતુ સાથે-સાથે તે બહાદુર અને સાહસિક પણ બનશે. બાળકમાં હિંમત જેવા ગુણો વિકસિત થાય છે. આજના સમયમાં બાળ શોષણના કેસ વધી રહ્યાં છે ત્યારે આવી આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપવી પણ જરૂરી છે. જાતને સુરક્ષિત રાખવાનો મંત્ર શીખવવો આ આજના સમયની ડિમાન્ડ છે.


રજૂઆત કલા
સંતાનને વડીલોને આદર આપવાનું શીખવવાની સાથે કેવી રીતે બોલવું, કેવી રીતે તેમની વાત મુકવી તે પણ શીખવવું જરૂરી છે. બાળક સારો શ્રોતા બને અને બાળક સારો વક્તા બને આ બંને બાબત બાળકને સફળ અને સ્માર્ટ બનાવવા માટે શીખવવી જરૂરી છે. બાળકને ઉદ્ધતાઈથી નહીં પરંતુ નમ્રતાથી રજૂઆત કરવાનું અને જવાબ આપવાનું શીખવવું જોઇએ. બાળકના ઘડતરમાં સિંચન કરવામાં આવતી આવી દરેક સામાન્ય અને નાની બાબતો બાળકોના ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો સંતાનને બાળપણથી આ રીતે તૈયાર કરવામાં આવે તો તે ભવિષ્યમાં આવતી કોઇપણ મુશ્કેલી સામે નાસીપાસ થયા વિના લડી શકે છે.

X
parentigs tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી