બાળક પર દબાણ કરતા પેરેન્ટસ છો? આ 5 પોઈન્ટથી જાણો આપ કેવા અભિભાવક છો

બાળક પર દબાણ કરવાથી તેના વ્યક્તિત્વ પર વિપરિત અસર પડે છે. તે તણાવ અનુભવે છે અને ડિપ્રેશનમાં સરી પડે છે.

divyabhaskar.com | Updated - Nov 03, 2018, 08:53 PM
parentig tips

દિવ્યશ્રી ડેસ્ક: બાળકને રેસના ઘોડા સમજીને પેરેન્ટસ તેના પર સફળતા માટે જે દબાણ કરે છે. તે બાબત બાળકના કુમળા માનસ પર માનસિક બોજ વધારે છે. આપ પણ એવા પેરેન્ટસની યાદીમાં તો સામેલ નથીને જે બાળક પર સારા માર્ક્સ લાવવા માટે અને હંમેશા અવ્વલ રહેવા માટે માટે દબાણ કરે છે. આ પોઈન્ટ દ્રારા જાણો કે આપ કેવા અભિભાવક છો.


ખામી શોધવી
કેટલાક પેરેન્ટસની માનસિકતા એવી હોય છે કે, તે બાળકને પરફ્રેક્ટ બનાવવા માટે સતત તેની ખામીને પોઈન્ટ આઉટ કરે છે. બાળક સાથે આવું વર્તન કરવાથી બાળક તણાવ અનુભવે છે. જ્યારે બાળક કોઈ વિષયની ટેસ્ટમાં 20માંથી 15 માર્કસ મળે છે ત્યારે પેરેન્ટસ 20માંથી 19 ન લાવી શક્યા હોવાનો રોષ બાળક પર ઠાલવે છે. આ બધી જ બાબત બાળકને હતાશ કરી દે છે.

પરેફેક્ટ બનાવવાની ઈચ્છા
મોટાભાગના પેરેન્ટસ બાળકને બધા જ ક્ષેત્રમાં પરફેક્ટ બનાવવા માંગે છે. આ કારણથી બાળકને દરેક પ્રવૃતિમં જબરદસ્તી ધકેલે છે. બાળક માતાપિતાના પ્રેશરના કારણે જુદી જુદી પ્રવૃતિમાં ભાગ તો લે છે પરંતુ તેને રસ ન હોવાથી તે સો ટકા નથી આપી શકતો. આ સમયે રિઝલ્ટ ન મળતા બાળક અને પેરેન્ટસ બંને દુ:ખી થાય છે. પેરેન્ટસની આ વૃત્તિ બાળકના માનસ પર બોજ વધારે છે. જેના કારણે તે તેની રસ રૂચિવાળા ફિલ્ડમાં પણ સારૂ પર્ફોમ નથી કરી શકતો.


બધા જ નિર્ણય લેવા
આપ ઘરમાં મોટા છો. ઘર સાથે જોડાયેલા નિર્ણય લેવાનો અધિકાર આપને ચોક્કસ છે. જ્યારે બાળક માટે નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે પેરેન્ટસ બાળકની રસ, રૂચિ જાણ્યા વિના જ નિર્ણય લે તો આ વસ્તુ બાળકના ભવિષ્ય માટે સારી નથી. બાળક પણ નિર્ણય થોપતાં પહેલા તેની રસ રૂચિ અને તેની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

નેગેટિવ કમાન્ડ
"મેચમાં સૌથી વધુ રન નહીં બનાવો તો કોચ તને આગળના મેચમાં નહીં લે" અથવા તો "બેઝિક ગણિત જ નહીં સમજ તો કઠિન સવાલ કઈ રીતે કરશો" આ રીતે આપ બાળકને આપ નેગેટિવ કમાન્ડ આપી છો. "બધી જ બાબતને યોગ્ય કરવાનો આપની પાસે માત્ર એક જ મોકો છે" આ સમયે આવા નેગેટિવ કમાન્ડ આપવાના બદલે આપને એવું કહેવું જોઇએ કે, "ચિંતા ન કર, જીવનમાં આગળ વધવાના બીજા પણ અનેક મોકા મળશે.

બાળકની તુલના
બાળકની બીજા સાથે તુલના કરવાથી પણ તેના માનસ પર વિપરિત પ્રભાવ પડે છે. તેનામાં પ્રતિયોગિતાની ભાવના ભરાય જાય છે. "તારી બહેન ક્લાસમાં ટોપર હતી અને તું તારૂ રિઝલ્ટ જો" આ પ્રકારની તુલના ન માત્ર બાળકનો માનસિક બોજ વઘારે છે પરંતુ તે ઉપેક્ષા અનુભવે છે. આવું બાળક પોતાની જાતને હંમેશા માટે ઉતરતી માનવા લાગે છે અને લઘુતાગ્રંથિથી પિડાવવા લાગે છે. પેરેન્ટસ બાળકની કોઈ સાથે તુલના ન કરવી જોઇએ દરેકનું અલગ એક મૌલિક વ્યક્તિત્વ હોય છે અને તે ખામી અને ખૂબીથી સભર હોય છે.

હાઇપર પેરેન્ટસ
જ્યારે બાળક માતાપિતાની અપેક્ષામાં ખરી નથી ઉતરતું તો બધી જ પ્રકારનું ફસ્ટ્રેશન પેરેન્ટસ બાળક પર ઉતારે છે. બાળક જ્યારે સારૂ રિઝલ્ટ નથી લાવતું ત્યારે માતા-પિતા બાળકને ધમકાવે છે. પેરેન્ટસનું આવું રિલેકશન બાળકને વઘુ નિરાશ અને દુ:ખી કરી દે છે. ક્યારેક બાળક હારને પચાવી નથી શકતું અને ચારેબાજુથી બોજ વધી જતાં તે સ્યુસાઈડ તરફ પણ વળે છે. પેરેન્ટસે બાળકની હાર સાથે કઈ રીતે ડીલ કરવું જોઇએ તે શીખવું જરૂરી છે. આ સમયે બાળકને જીતની લડાઈ માટે કઈ રીતે તૈયાર કરવું તે પેરેન્ટસે શીખવું ખૂબ જ જરૂરી છે.

X
parentig tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App