આરોગ્ય / બાળકના સ્વાસ્થ્યને જાળવવા તેના ડાયટ પ્લાનમાં ધ્યાન રાખવું જરૂરી

parents how to plan child diet on daily basis
X
parents how to plan child diet on daily basis

  • બાળકોને પેટમાં ગરબડ થવાની સમસ્યા સતાવતી હોય છે
  • કેટલાંક ઘરેલુ અને સરળ નુસખાઓ પણ કારગત નિવડે છે

divyabhaskar.com

Jan 08, 2019, 07:45 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: બાળકોને સિઝન બદલતાની સાથે પાચનને લગતી સમસ્યાઓ ખૂબ જ સતાવતી હોય છે. ખાસ કરીને બાળકોને પેટમાં ગરબડ થવાની સમસ્યા સતાવતી હોય છે. બાળકો પેટની ગરબડના કારણે રાત્રે ઊંઘી પણ નથી શકતા. જેથી વાલીઓએ પણ ઉજાગરા કરવા પડે છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા બાળકોનાં ડાયટ પ્લાન ઉપર ભાર આપવો જરૂરી હોય છે. કેટલાંક ઘરેલુ અને સરળ નુસખાઓ પણ છે જે ખરેખર કારગર નિવડતા હોય છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

જો પેટમાં ગરબડ થતી હોય તો 4 બુંદ મધ ચટાવવાથી રાહત મળે છે. બાળકોને સંતરાના રસમાં પાણી મિક્સ કરીને  2 ચમચી પિવડાવો, ધીરે ધીરે પાણીની માત્રા ઘટાડી દો અને સંતરાના રસને વઘારી દો. આ જ્યુસથી બાળક સ્વસ્થ રહેસે અને પેટની ગરબડીથી પણ રાહત મળશે. 

સ્તનપાન કરતા બાળકને ફીડીંગ જ કરાવો, તેનાથી બાળકને ડાયરિયા, વાયરલથી લડવાની શક્તિ મળે છે. આ સમસ્યામાં બદામ પણ કારગર છે. બદામને રાત્રે પલાળીને રાખો અને સવારે તેની ગીરી પીસીને ચટાડો. આ પ્રયોગથી બાળકનું પાચન સુધરશે. જો બાળક ફીંડિગ સિવાય પણ અન્ય લિકવિડ લેતું હોય તો તેને જુદી-જુદી દાળનું પાણી આપો.

બાળક જો મોટું હોય તો તેને વરિયાળી પણ ચાવવા માટે આપી શકાય તેનાથી પાચનક્રિયા સુધરશે. પાચનક્રિયા સુધારવામાં છાશ પણ અકસીર છે. છાશમાં શેકલા ધાણાનો પાવડર મિક્સ કરીને પીવડાવાથી પણ પાચનની ગરબડ દૂર થાય છે. દિવસમાં બે વખત શેકલા ધાણાના મસાલાવાળી છાશ પીવડાવવાથી પાચન સુધરે છે અને પેટના દુઃખાવવાથી રાહત મળે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી