જોજો, તમારી આ ભૂલોને કારણે ક્યાંક બાળકનું બાળપણ ન છીનવાય જાય

બાળકને માત્ર પુસ્તકિયું જ્ઞાન ન આપતાં તેને વ્યવહારિક જ્ઞાન પણ આપો, તેનાથી તેનો સર્વાંગી વિકાસ થશે

divyabhasakr.com | Updated - Sep 04, 2018, 03:37 PM
parentig tips

દિવ્યશ્રી ડેસ્ક: દરરોજ એક નવી શરારત, મનમાની, મિત્રો સાથે મસ્તી અને ધમાલ આ જ તો હોય છે બાળપણની રવાનગી, આ એક એવી ઉંમર હોય છે. જેમાં બાળક વગર કોઈ ભાર કે બોજ તેમની મસ્તીમાં ખોવાયેલા રહે છે. જો કે આ બધા જ વચ્ચે એક વિચાર આવે છે કે જે બાળપણ આપણે માણ્યું, અનુભવ્યું તે કદાચ આ બાળકોમાં નથી અનુભવાતું. આજકાલના બાળકના બાળપણમાં કેટલીક વસ્તુઓ ખૂટે છે. તો ક્યારેક પેરેન્ટસની ઇચ્છા અને અપેક્ષાઓ તેને તેની રીતે વિચારવા કે જીવવા નથી દેતી.


1.ખોવાયા એ ખેલ
આપણે જો આપણું બાળપણ યાદ કરીએ તો રંગબેરંગી ઢીંગલી, માટીના ઘર, કાગળની નાવ, ગલ્લી ડંડા, કુશ્તી, કલરફુલ લખોટી, આ બધું આપણી જિંદગીના બાળપણનો એક હિસ્સો હતો. આજના બાળકોની વાત કરીએ તો આજના બાળકોને તો ક્લાસરૂમ, ટ્યુશન ક્લાસ અને ડાન્સ ક્લાસમાંથી ફુરસદ નથી મળતી કે માટી ખુંદેને બાળપણની મજા લે. જી હાં થોડા સમય મળે તો બાળકો કાર્ટૂન કે વિડીયો ગેમ રમવામાં બિઝી થઈ જાય છે.આજના બાળકોનું બાળપણ તો ક્લાસરૂમ અને ટ્યુશન ક્લાસમાં બાળકો સાથે કોમ્પિટિશન કરવામાં જ વિતી જાય છે.

2.ઓલરાઉન્ડર
દરેક માતા-પિતા એવું ઇચ્છે કે તેમનું બાળક ઓલ રાઉન્ટર બને. પેરેન્ટસની ઇચ્છા હોય છે કે તેના અઘુરા સપના બાળક પુરા કરે. આ કારણસર માતા પિતા બાળકો પર વધુ બોજ નાખી દે છે અને તેમનું બાળપણ છીનવાય જાય છે. જ્યારે પેરેન્ટસ બાળકની ક્ષમતાથી વધુ અપેક્ષા બાળક પાસેથી રાખે છે ત્યારે બાળક પર તેની અપેક્ષાનો બોજ વઘે છે અને બાળકના કુમળા માનસ પર વધુને વધુ બેસ્ટ પર્ફોમ્સનો બોજ આવે છે. આ બધાના કારણે બાળકનું બાળપણ તણાવયુક્ત બની જાય છે. જેની નકારાત્મક અસર તેમના વ્યક્તિત્વ પર પડે છે.

બાળકો કોમળ ફુલની જેમ હોય છે. તેમને સારૂ શિક્ષણ આપવું દરેક માતા-પિતાની ફરજ હોય છે. જો કે તેનો એવો અર્થ નથી કે બાળકના બાળપણને માત્ર પુસ્તકમાં જ બંધ કરી દેવામાં આવે.


3.રોકો નહીં
બાળકને વધુ બંધન અને નિયમોમાં બાંધો નહીં, બાળક સ્વતંત્ર રીતે કંઇ કરતો હોય તો બાળકને એ કરવા દો. થોડો સમય બાળક મુક્ત મને રમી લેશે તો તેમનું માઇન્ડ ફ્રેશ અને તણાવમુક્ત બનશે જેના કારણે તેમની મગજની ક્ષમતામાં પણ વધારો થશે. જે અભ્યાસ માટે ઉપયોગી જ નિવડશે. ટૂંકમાં બાળક જે કંઇ મુક્ત મને કરતું હોય તે નકારાત્મક પ્રવૃતિ ન હોય તો તેમને કરવા દો. આવું કરવાથી તેના દિમાગના વિકાસ તેમની શારિરીક ક્ષમતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

4.બુદ્ધિમાન બનાવો
આજનું બાળક તેમના પેરેન્ટસની તુલનામાં બૌદ્ધિક ક્ષમતામાં ચોક્કસ અગ્રેસર છે. સમય એવો આવી ગયો છે કે પ્રતિસ્પર્ધાના દૌરમાં અગ્રેસર રહેવા માટે બાળકોને શાર્પ માઇન્ડેડ રહેવું જ પડે છે. એટલા માટે તેમણે બાળપણને પાછળ છોડીને ઉંમરથી વધુ બુદ્ધિમાન બનવું જ પડે છે. કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે લિટરેટ પેરેન્ટસ પણ જે વાતને વ્યવસ્તિત રીતે જાણતા ન હોય તે વાતને બાળક સારી રીતે સમજે છે અને જાણે છે. તેનું કારણ એ છે કે બાળકની બૌદ્ધિક ક્ષમતા તેના પેરેન્ટસ કરતાં વધુ હોય છે.

પાર્કમાં રમાડો
બાળકને પુસ્તકની દુનિયાથી દૂર લઈ જઈને થોડો સમય માટે કુદરતની સમીપ લઈ જાવ. તેમને ઝાડ, છોડ, પાન, અને કુદરતના જુદા-જુદા રૂપોની ઓળખ કરાવો. તેમને તેમની ઉંમરના નવા મિત્રો બનાવવાો મોકો આપો. આવું કરવાથી તે બર્હિમુખી બનવાની સાથે તેમની કલ્પનાશક્તિનો પણ વિકાસ થશે. બાળકને માત્ર પુસ્તકની દુનિયાથી વાકેફ કરવાના બદલે તેમનો બહારની દુનિયાથી કોન્ટેકટ કરાવવાથી તેનો સામાજિક, શારિરીક એમ દરેક રીતે સર્વોગી વિકાસ થશે.

રસરૂચિ જાણો
બાળકની રસરૂચિ જાણો અને તે મુજબનો તેને માહોલ અને તે અંગેનું તેને નોલેજ આપો. બાળકની રૂચિ કારમાં હોય તો તેને ક્ઈ કંપનીનું કઈ કારનું મોડેલ બજારમાં આવ્યું છે, લેટેસ્ટ મોડલ ક્યું છે. વગેરે બાબતની જાણકારી આપો. આવું કરવાથી તેમના રસરૂચિના ક્ષેત્રમાં તે સારૂ જાણીને નોલેજેબલ બનશે. આટલું જ નહીં બાળકને કરન્ટ ટોપિક અંગે પણ જાણકારી આપો. તેને જનરલ નોલેજથી વાકેફ કરો. તેને વિશ્વની મુદ્રાની જાણકારી આપો.

ઐતિહાસિક સ્થળો
જો બાળકને ક્યાંય ફરવા લઈ જાવ તો તેને તે સ્થળ સાથે જોડાયેલા ઇતિહાસની જાણકારી આપો. સ્થળની વિશેષતા સાથે આ સ્થળ સાથે જોડાયેલી દરેક ઘટના અંગે માહિતી આપો. પુસ્તકિયા જ્ઞાન કરતા આ રીતે પ્રેકટિલ રીતે આપતું નોલેજને બાળક બહુ જલ્દી અને બહુ સરળતાથી ગ્રાહ્ય કરે છે. બાળકના પ્રશ્નોને અવોઈડ કરવાના બદલે તેના પ્રશ્નોના સાચા અને તર્કબદ્ધ રીતે ઉત્તર આપો. આ દરેક નાની-નાની ટિપ્સ બાળકના વ્યક્તિત્વના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે. જેને ફોલો કરવાથી આપનું બાળક ન માત્ર સ્માર્ટ બને છે પરંતુ તેની સફળતાના રસ્તો પણ સરળ થઈ જાય છે.

X
parentig tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App