શું આપનું બાળક ભણવાથી દૂર ભાગે છે? તો અપનાવો આ ટિપ્સ

માતા પિતા ભણવાનો એવો એક હાઉ બાળકમાં ઉભો કરે છે કે બાળક શાળા અને અભ્યાસથી દૂર ભાગે છે.

divyabhaskar.com | Updated - Aug 24, 2018, 08:01 PM
parentig tips

દિવ્યશ્રી ડેસ્ક: બાળકો ભણવાથી દૂર ભાગે છે, એ બહુ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા મોટાભાગના બાળકોમાં હોય છે. મોટાભાગના પેરેન્ટસની આ ફરિયાદ હોય છે કે મારૂં બાળક ભણવામાં ધ્યાન નથી આપતું. જો કે આ સ્થિતિ ઉભી થવા પાછળ બાળકો નહીં પરંતુ તેના માટે પેરેન્ટસ જ જવાબદાર છે. જો આપનું બાળક અભ્યાસથી દૂર ભાગતું હોય તો બાળકના વલણમાં સુધાર કરવાના બદલે પેરેન્ટસે તેમના વલણ, વર્તનમાં ચેન્જીસ કરવા જરૂરી છે.


માતા પિતા ભણવાનો એવો એક હાઉ બાળકમાં ઉભો કરે છે કે બાળક શાળા અને અભ્યાસથી દૂર ભાગે છે. જો તમે એવું ઇચ્છતા હો કે બાળક ભણવાથી દૂર ન ભાગે તો આપ બાળકમાં ડર પેદા કરવાના બદલે સકારાત્મક વલણથી બાળક સાથે ડીલ કરો, તો ઉપાયથી ફાયદો થશે.


1. બાળકને ધમકાવો નહીં
કેટલાક માતા પિતા બાળકને ડરાવે, ધમકાવે છે. 'જો અભ્યાસ નહીં કરે તો શું કરીશ'? 'તું અભ્યાસ નહીં કરે તો તારૂ ભવિષ્ય બરબાદ થઇ જશે' તું વ્યવસ્થિત નહીં ભણે તો તારી કોઇ માંગણી પૂરી નહીં કરવામાં આવે, આ પ્રકારના નેગેટીવ વાક્યો બાળકના કૂમળા માનસ પર સારો પ્રભાવ નથી પાડતા. બાળક આવી ધમકી અને નેગેટીવ કમાન્ડથી ગભરાય જાય છે અને અભ્યાસની નજીક આવવાના બદલે તે દૂર જવા લાગે છે.


2. બાળકમાં રૂચિ જગાડો
જ્યારે બાળક કોઇ હેલ્ધી ફૂડથી દૂર ભાગે છે. તો આપણે આ ફૂડને થોડુ યમ્મી બનાવીને બાળક સામે રજૂ કરીએ છીએ. અભ્યાસમાં પણ આવું જ છે. જો આપનું બાળક અભ્યાસથી દૂર ભાગતું હોય તો તમારે બાળકની સામે કંટાળજનક વિષયને હળવા બનાવીને કે કોઇ ગેઇમ દ્રારા સીખવવા જોઈએ. જેમકે બાળકને સ્પેલિંગનું જ્ઞાન આપવું હોય તો જુદા-જુદા અક્ષરના કાર્ડ બનાવી તેમને જોડવાની રમત સીખવો. આ રીતે રમત -રમત બાળક ઘણું બધું સરતાથી સીખી જશે.


3. બાળકની તુલના ન કરો
મોટાભાગે પેરેન્ટસને એવી આદત હોય છે કે તે રિલેટીવ કે આડોશ પાડોશના બાળકોની તેમના બાળક સાથે તુલના કરીને તેમના બાળકને નીચા દેખાડવાની કોશિશ કરે છે. પેરેન્ટસ કહે છે. કે , 'જો પેલા શર્માજીનો દીકરો કેટલો હોશિયાર છે. આટલા ટકા લાવ્યો તું તારૂ પરિણામ જો' આ રીતે બાળકની અન્ય બાળકની સાથે તુલના કરવાની આદત પણ બાળકને નિરાશ કરી દે છે એટલું જ નહીં તે લઘુંતાગ્રથિથી પણ પીડાવા લાગે છે. આ હીનભાવના કારણે તે કંઇ કરી શકવાની સ્થતિમાં ન હોવાથી અભ્યાસથી દૂર ભાગે છે.


4. ચિત્રપોથીનો સહારો લો
અઘરા વિષયને રૂચિકર અને સહેલા કરીને બાળકની સામે રજૂ કરવામાં આવે તો ચોક્કસ બાળક ભણવામાં રૂચિ દાખવશે. જો આપનું બાળક એકદમ નાનું છે. તો ચિત્રપોથીના સહારે ભણાવો, કેટલાક બાળકો વિઝ્યુઅલ લર્નર હોય છે.જો આવા બાળકોને ચિત્રો કે વસ્તુઓ દેખાડીને પ્રાયોગિક ધોરણે ભણાવવામાં આવે તો આવા બાળકો જલ્દી સીખે છે. હાલ બજારમાં એવા કેટલાક રમકડા પણ મોજૂદ હોય છે. 3D alphabets,બોલતા રમકડાં, બર્ડ કે એનિમલના મોડેલ, રંગ બેરંગી ચિત્રોવાળા ચાર્ટ, આ બધાની મદદથી બાળકને વિષયો સહેલા કરીને અને રમતાં-રમતાં ભણાવી શકાય છે.


X
parentig tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App