બાળકની સાથે ડરાવીને કામ લો છો? તો થશે આ નુકસાન

parentig tips

divyabhaskar.com

Aug 30, 2018, 12:04 AM IST

દિવ્યશ્રી ડેસ્ક:કેટલીક વખત નાના બાળકો સામે પોતાની વાતને મનાવવા માટે પેરેન્ટસ બાળકોને ડરાવતા હોય છે અને આ રીતે માતા-પિતા તેમનું ધાર્યું બાળક પાસેથી કરાવી લેતા હોય છે. પરંતુ આ આદતથી જો આપ પણ આપના બાળકને ટ્રીટ કરતા હો તો ચેતી જજો. આવું કરીને આપ આપના બાળકની વ્યક્તિતના વિકાસમાં અવરોધક બની રહ્યા છો.
મોટા ભાગે પેરેન્ટસ બાળકને એવા નેગેટીવ કમાન્ડ આપતા હોય છે. સૂઈ જા નહીં તો બાવો પકડી જશે, દૂધ પીલે નહીં તો મીની આવશે, આ રીતે માતા પિતા બાળકમાં અજ્ઞાત ભય ઉભો કરે છે જેના કારણે બાળકનું મનોબળ તૂટે છે.


- પેરેન્ટસને સાવ સામાન્ય લાગતી આ બાબત બાળકના સંવદનશીલ માનસ પર બહુ ઉંડો પ્રભાવ પાડી શકે છે એટલે જ કહેવાય છે કે પેરેન્ટિંગ બહુ જ સેન્સટિવ કાર્ય છે.જેથી બહુ વિચારી અને જાળવીને બાળકને ટ્રીટ કરવું પડે છે.અહીં બાળકની નાનકડી ભૂલ બાળકના વ્યક્તિત્વને ખામીથી ભરી દે છે. ભયથી બાળક પાસે ધાર્યું કામ કરાવવાના પરિણામે તેમનામાં એક અભિસંધાન સધાઈ જાય છે. જેના કારણે તે ફોબિયાનો ભોગ બને છે.

- જો તમે બાળકને અંધારાથી ડરાવીને ધાર્યું કામ તો કરાવી લેશો પરંતુ તે ભવિષ્યમાં કોઇ પણ કારણ વગર અંધારાથી ડર્યા રાખશે,પેરેન્ટસની ડરામણી વાતો બાળકના કોરા અને કૂમળા માનસમાં ઘર કરી જાય છે. આવો અજ્ઞાનત ડર ઘણી વખત ઉંમર વધવાની સાથે પણ પીછો નથી છોડતો ત્યારે પેરેન્ટસની એક નાનકડી ભૂલ બાળકના વ્યક્તિત્વમાં જીવનભરની ખામી ન છોડી જાય તે જોજો.


- બાળકને ભય બતાવીને જો કોઇપણ કામ કરવામાં આવશે તો ક્ષણિક લાભ તો થશે પણ આ અજ્ઞાત ડરના કારણે તેનો આત્મવિશ્વાસ ઓછો થઇ જશે. આવા ડરપોક બાળકનું મનોબળ પણ તૂટે છે અને તે મનની નબળું પડી જાય છે. બાળકમાં આ પ્રકારનો અજ્ઞાત ભય પ્રવેશે તે પહેલા જ પેરેન્ટસે બાળકને આવા નેગેટીવ કમાન્ડ આપતા પહેલા ચેતી જવું જોઇએ. જો બાળકના મનમાં એકવાર આવો ડર પેશી જશે તો તે ભવિષ્યમાં આત્મવિશ્વાસથી ક્યારેય આગળ નહી વધી શકે.


- બાળકને ડરાવીને ઘણીવખત આપણે અજાણતા બાળકના મનમાં નેગેટિવ ભાવોને આરોપિત કરી દેતા હોઇએ છીએ. આવા બાળકોમાં એક પ્રકારની નેગેટીવિટી અને લધુતાગ્રંથિ આવી જતી હોય છે.

X
parentig tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી