આદર્શ પેરેન્ટિંગ
Home » Divyashree » Parenting » dont use plastic bottle for child

બાળકને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પિવડાવવું છે ખતરનાક, જાણો કેમ

divyabhaskar.com | Last Modified - Sep 10, 2018, 16:29PM IST
 • બાળકને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પિવડાવવું છે ખતરનાક, જાણો કેમ

  દિવ્યડેસ્ક: નવજાત શિશુ થોડુ મોટું થાય એટલે તેને દૂધ પિવડાવવાની રીત પણ બદલી જાય છે. વર્કિંગ હોય કે હાઉસ વાઇફ મોટાભાગની મહિલા બાળકને દૂધ પિવડાવવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિકની બોટલ સરળતાથી મળી તો ચોક્કસ જાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેમાં કિટાણું હોય છે. જે શરીરમાં જવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે.

  કેમ હાનિકારક છે પ્લાસ્ટિક બોટલ?
  -જ્યારે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ દૂધ નાખવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકની બોટલમાં મોજૂદ રસાયણિક દ્રવ્ય દૂધની સાથે મિક્સ થઈ જાય છે. જે બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

  શું અસર થાય છે?
  -જો બાળકને પ્લાસ્ટિકની બોટલમાં ગરમ દૂધ આપશો તો પ્લાસ્ટિકમાં સામેલ તત્વો દૂધમાં ભળી જાય છે, જે બાળકના પેટમાં જાય છે. જેના કારણે બાળકનું વજન ઘટતું જાય છે. બાળકમાં પેટને લગતી કેટલીક સમસ્યા ઉત્પન થાય છે. બાળકને કબજિયાત, ઝાડા, ઉલ્ટી, તાવ જેવી સમસ્યા થઈ શકે છે. પ્લાસ્ટિકની બોટલના કેમિકલ્સ દૂધમાં ભળતા તે બાળકની રોગપ્રતિકારક શક્તિને પણ ઓછી કરી દે છે. જેના કારણે આવા બાળકો બહુ ઝડપથી રોગની ઝપેટમાં આવી જાય છે.

  -આ બોટલમાં બિસ્ફોનોલ રસાયન હોય છે. જે બાળકોના મગજને કમજોર કરે છે. આટલું જ નહીં ભવિષ્યમાં આવા બાળકોની પ્રજનન ક્ષમતા પણ ઓછી થઇ જાય છે.

  કેવી બોટલમાં આપશો દૂધ?
  -બાળકને જ્યારે તમે બોટલમાં દૂધ પિવડાવવાનું પ્રિફર કરો છો તો હંમેશા કાચની બોટલનો ઉપયોગ કરો. કાચની બોટલમાં કોઈપણ પ્રકારના રસાયણ નથી હોતા. તેમજ તે પેટ્રોલિયમ ઉત્પાદન પણ નથી. કાચની બોટલમાં વધુ સમય દૂધ ગરમ કરીને રાખી શકો છો. આ બોટલના ફાયદા વધુ અને નુકસાન એટલું માત્ર છે કે સાવધાની ન રાખવાથી તે ફૂટી જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી