જ્યારે બાળક ચોરવા લાગે ચીજો તો આ રીતે સુધારો આદત

improve your chid habit

divyabhaskar.com

Sep 11, 2018, 04:07 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: બાળકો સામાન્ય રીતે બીજાની વસ્તુઓ જોઇને ખુશ થઈ જાય છે. આવી જ વસ્તુઓ લેવીની જીદ્દ પણ કરતા હોય છે. કેટલાક બાળકો તો આ વસ્તુના આકર્ષણમાં કોઈને પૂછ્યાં વિના જ ચીજોને ઉઠાવી લે છે. આવી વસ્તુને તે પેરન્ટસના ડરથી છુપાવીને રાખે છે. બાળકો આવી હરકત વસ્તુના મોહમાં અને નાદિનિયતને કારણે કરે છે. જો બાળક વારંવાર જ આવી હરકતને દોહરાવે તો ચોક્કસ ચેતી જજો કારણે બાળકની આ આદત તેને અપરાધની દુનિયામાં તરફ ખેંચી રહી છે. જો આપનું બાળક આવી કોઈ હરકત કરતું હોય તો તેની આ માનસિકતાને સમજો અને તેની આદતને બાળપણથી જ સુધારો.


1. બાળકને સમજાવો
જે બાળકો ચોરીના રવાડે ચઢે તેવા બાળકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. બીજી એક કમી એ પણ હોય છે કે તેનું તેની ભાવના પર પણ નિયંત્રણ નથી હોતું. જેના કારણે જેને જે વસ્તુ પસંદ આવે છે તેને કંઇ પણ વિચાર્યા વિના ઉઠાવી લે છે. આવી સ્થિતિમાં બાળકની માનસિકતાને સમજવી જરૂરી છે. બાળકને વધુ રમકડાં અપાવવાની બદલે તેને ગમતી એક જ વસ્તુ અપાવો તો તે વધુ ખુશ થશે અને તેની આ વૃત્તિ પણ ઘટી જશે.


2.વિશ્વાસનું મહત્વ સમજાવો
જે બાળક કોઈની પણ વસ્તુ ચોરીને ઘરે લાવે છે. આ બાળકને ખાસ વિશ્વાસનું મહત્વ સમજાવો. બાળકને સમજાવો કે જે લોકો કોઈની પણ વસ્તુ કોઈને પૂ્છ્યા વિના ઉઠાવીને ઘરે લાવે છે. તેવા બાળક પર કોઈ વિશ્વાસ નથી મૂકતું. આવા બાળક પર ગુસ્સો કરવાની બદલે તેને પ્રેમપૂર્વક સમજાવો. બાળકે કરેલી ભૂલને મજાક કે હળવાશમાં ન લેતા તે કેટલી ગંભીર છે તે પણ સમજાવો. બાળકની ચોરી પાછળની માનસિકતાને સમજીને તેની સાથે ડીલ કરો.

3. બાળકની જરૂરિયાત સમજો
બાળકની ચોરી કરવા પાછળની માનસિકતાને સમજો અને તેની પાછળના કારણો શોધો. બાળકની ચોરી કરવા પાછળનું કારણ એક જ હોય છે. તેને એ વસ્તુની જરૂર હોય છે, જે તેની પાસે નથી હોતી. બસ આ કારણથી તે એ વસ્તુ બીજા પાસે જુવે છે અને વસ્તુથી લલચાય જાય છે અને આ વસ્તુને ગમે તે રીતે મેળવવાની ચાહમાં તે ચોરી કરે છે. જો બાળપણથી બાળકને કોઈ વસ્તુ ન અડકવી જેવી પ્રાથમિક બાબતો શીખવવામાં આવે તો બાળક આવી ભૂલ કરતા બે વખત વિચારશે.

4.ભૂલની ગંભીરતા સમજાવો
બાળક ભૂલથી પણ ચોરી કરે તો બાળકને આ ચોરીની ભૂલની ગંભીરતાને સમજાવો. ચોરી કરવી એ કેટલો મોટો ગુનો છે અને તેનું પરિણામ કેટલું ખરાબ આવે છે, તે અંગે પણ વાકેફ કરો. ચોરી કરતા બાળક સાથે અન્ય લોકો કેવી રીતે વર્તે છે આ અંગેની તમામ પરિસ્થિતિથી બાળકને માહિતગાર કરો. જો બાળક આટલા પ્રયાસ બાદ પણ તેની ગલતી ન સુધારે તો તેને એવા અપરાધી બતાવો, જે ચોરીની સજા ભોગવી રહ્યાં હોય. ચોરીના નકારાત્મક પરિણામથી માહિતગાર કરવાથી બાળકની માનસિકતા ચોક્કસ બદલાશે.


5. સોબતની અસર
કેટલીક વખત આવી આદત બાળકમાં તેના મિત્રો વર્તુળના કારણે પણ આવતી હોય છે. જો બાળકના એવા મિત્રો હોય, જે નાની નાની વસ્તુઓ ચોરી લેતા હોય તો તે તેના મિત્રોનું અનુકરણ કરીને પણ તે ચોરીના રવાડે ચઢે છે. જો આપનું બાળક કોઈ આવી હરકત કરતું હોય અને તેની આવી માનસિકતા પાછળનું કોઇ કારણ મળતું ન હોય તો એકવાર બાળકનું મિત્ર વર્તુળ કેવું છે તે જાણો અને જો ચોરી કરતા મિત્રો હોય તો સૌથી પહેલા તેની આદતને છોડાવો.

6. સારા કામને વખાણો
બાળકને સુધારવા માટેનો અન્ય એક વિકલ્પ એ પણ છે કે બાળકના સારા કાર્યોની પ્રશંસા કરો. બાળકને સમજાવો કે જો બીજા તરફ સારો વ્યવહાર કરીશું તો સામે તેનો પ્રતિભાવ પણ સારો જ મળશે. તેને સમજાવો કે સારા કાર્યનો બદલો સારો અને ખરાબ કાર્યોનો બદલો ખરાબ મળે છે. જો તમારો વ્યવહાર સારો હશે તો બધા જ લોકો સમાજમાં તમને પસંદ કરશે અને સન્માન પણ આપશે. જ્યારે વિશ્વાસઘાત કરનારને તેની કડક સજા મળે છે. બાળકના સારા કાર્યાં માટે તેને બિરદાવાથી તે વધુને વઘુ સારા કાર્યાં કરવા પ્રેરાશે.

X
improve your chid habit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી