આદર્શ પેરેન્ટિંગ

તમારા બાળકની સ્કિનને ફેયર બનાવવા માંગો છો તો આ ટિપ્સ અપનાવો

divyabhaskar.com | Last Modified - Aug 27, 2018, 15:43PM IST
 • તમારા બાળકની સ્કિનને ફેયર બનાવવા માંગો છો તો આ ટિપ્સ અપનાવો

  દિવ્યશ્રી ડેસ્ક:ચામડી ગોરી હોવાની ઘેલછા સૌ કોઈને હોય છે, દરેક મા એવું જ ઇચ્છતી હોય છે કે તેમનું બાળક રૂપાળું હોય. પરંતુ ખરેખર તો ચામડીના રંગ કરતાં ચામડીની કુમાશ વધુ મહત્વની છે. આપને અમે અમુક ટિપ્સ આપી રહ્યાં છીએ. જેનાથી બાળકની ત્વચાની રંગત ચોક્કસ ખીલશે. 

   

  તેલ માલિશ કરો
  શિશુ માટે તેલની માલિશ ખૂબ જ લાભપ્રદ હોય છે તે તો આપણે બધા જ જાણીએ છીએ. બાળકને નિયમિત સવારે હુંફાળા તેલની માલિશ કરવાથી ધીરે ધીરે તેમની ત્વચાની રંગતમાં નિખાર આવશે.

   

  ફળોનો રસ પિવડાવો
  બાળકની ત્વચાની રંગત નિખારવા માટે તેમને ઓરેન્જ,એપ્પલ, ગ્રેપ્સનું  જ્યૂસ પિવડાવો. જેના કારણે સ્કિન હેલ્ધી બનાવાની સાથે ત્વચાનો રંગ પણ ખીલશે. અગુંરના રસ  સાથે બાળકને દૂધ પિવડાવવાથી ત્વચાનો રંગ ખીલશે.

   


  સાબુને અવોઈડ કરો 
  બાળકને નવડાવવા માટે સાબુને અવોઈડ કરો.  શકય હોય તો માત્ર ગુલાબ જળ અને કાચા દૂધથી જ સ્નાન કરવો, જેનાથી પણ ત્વચાની કાળાશ દૂર થશે. દૂધને શરીર પર લગાડીને થોડા સમય બાદ સ્નાન કરાવાથી પણ સ્કિન ફેયર બને છે.

   

   

  ચંદન પાવડર લગાવો
  એક ચમચી ચંદન પાવડરમાં  એક ચમચી હળદર મિકસ  અને દૂધ નાખીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને બાળકના આખાય શરીર પર લગાવો. 20થી 25 મિનિટ બાદ શરીરને હુંફાળા પાણીથી સાફ કરી દો.  

   


  કેસર દૂધ
  કેસર પણ સ્કિનના નિખાર માટે કારગર ટિપ્સ છે. કેસરનું કાચુ દૂધ બાળકના શરીર પર લગાવો અને દૂધ સૂકાય ગયા બાદ રગડી-રગડીને સ્કિનને સાફ કરી દો. આ પ્રયોગ નિયમિત કરવાથી પણ બાળકની ત્વચાની રંગતમાં આપને ચોક્કસ સુધાર જોવા મળશે. 

આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી