તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકને સમજાવો કે એ ખરાબ નથી પરંતુ એનું વર્તન ખરાબ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક. દરેક માતા-પિતા બાળકને સારી શીખામણ આપતા હોય છે. પરંતુ જ્યારે પણ બાળકથી કોઇ ભુલ થઇ જાય ત્યારે તેની સાથે તેના માતા-પિતાએ શું શીખવાડ્યું હશે? તેવો પ્રશ્ન પહેલા થઇ જાય છે. દરેક વખતે માતા-પિતાનો વાંક નથી હોતો પણ જવાબદારી તેમની જ હોય છે. બાળકનું મન કોમળ હોય છે. તેને તમે જે રીતે વાળો તે રીતે વળે. તેને પહેલેથી જ વ્યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો કોઇ મુશ્કેલી રહેતી નથી. બાળક સાથે કેવી રીતે વર્તન કરવું અને બાળકોને કેવી રીતે યોગ્ય દિશામાં વાળવા તે અંગે સમજાવા જોઇએ. બાળક ગેરવર્તન કરે તો તેની પર હાથ ઉઠાવ્યાં કે ગુસ્સો કરતાં પહેલા તેના ગુસ્સાનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. 

 

બાળકને પહેલાથી જ વસ્તુની જાણકારી અને એની મર્યાદા જણાવી દો. બાળકની ઉંમર પ્રમાણે એના માટે નિયમો હોવા જોઈએ. નાનું બાળક હોય તો એના માટે નિયમો ન હોય. એને સીધું ટોકો નહીં અને વસ્તુનું મહત્વ સમજાવો કે, જો એ વસ્તુ કરશે તો તએનાથી શું સારું થશે અને શું ખોટુ. બાળકને એવું ફીલ ન કરાવો કે એ ખરાબ છે એની જગ્યાએ એવું જણાવો કે તારું વર્તન ખરાબ છે. બાળક સાથે શાંતિથી બેસીને વાત કરો અને કહો કે તુ હર્ટ થયેલો લાગે છે. ચાલ આપણે વાત કરીએ. કાયમ એને એન્કરેજ કરો. આ કાર્યક્રમમાં ડો સંદેશ મહિપાલ અને ડો.સ્નેહલ દેસાઈએ પણ વિષયલક્ષી વાત કરી હતી.

 

આજના યુગમાં માતા-પિતા પાસે સમય હોતો નથી ત્યારે વધારે લાડને કારણે બાળકોમાં શિસ્ત લઈને વધારે મુશ્કેલી આવે છે. કોઈપણ વહેતી નદી પર બંધ બાંધે તો એની શકિતનો ઉપયોગ કરી શકાય છે એ જ રીતે બા‌ળકના ઉછેર દરમિયાન એની શકિતને નાથવામાં આવે તો બાળક વધારે ખીલે છે. કોઇપણ બાળક આજ્ઞાપાલન, અનુકરણ, અનુશાસન અને સ્વાનુશાસનના ગુણ હોવા જોઇએ. જે બાળકમાં આ ચારેય ગુણ હોય છે એને સફળ થતા કોઇ અટકાવી શકે નહીં.


શિસ્ત અને સજા સરખું નથી, બન્ને અલગ છે. સજા નુકસાન પહોંચાડવા, દુ:ખ અનુભવ કરાવવા માટે જ વાપરાય છે. વ્યકિત જેનાથી દુ:ખ અનુભવે, શરમ અનુભવે એને સજા કહેવાય. મોટા ભાગે બાળકો ધ્યાન ખેંચવા, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ગેરવર્તન કરે છે. બાળકને સજા આપવાની જગ્યાએ એટેન્શન આપો. એની સાથે બેસીને વાત કરો. શિસ્તનો ફાયદો એ છે કે બાળક જાતે શું સાચું અને ખોટું છે એ સમજતું થઈ જાય. જો માતા-પિતા બાળકને સારી રીતે સમજવા માંડે તો એમ જ અડધી વસ્તુ કરતો બંધ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો