71 ટકા પેરેન્ટ્સનું માનવું છે કે વીડિયો ગેમ રમવી બાળકો માટે સારી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 44 ટકા પેરેન્ટ્સે વીડિયો ગેમ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો
  • અમેરિકામાં સીએસ મોટ્ટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ નેશનલ પોલ ઓફ ચિલ્ડ્રન હેલ્થ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું
  • 6 ટકા માતા-પિતા તે વાતથી સંમત છે કે કિશોર વયે બાળકો સૌથી વધારે સમય ગેમિંગમાં વીતાવે છે

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારના સમયમાં મોટાભાગના બાળકોને વીડિયો ગેમ રમવાની આદત પડી ગઈ છે. 71 ટકા માતા-પિતા એવું માને છે કે, તેમના બાળકો માટે વીડિયો ગેમ્સ સારી છે. તેનાથી બાળકો પર સકારાત્મક અસર પડે છે, જ્યારે 44 ટકા માતા-પિતાનું માનવું છે કે, તેમને વીડિયો ગેમ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ જાણકારી સામે આવી છે. 


અમેરિકામાં સીએસ મોટ્ટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ નેશનલ પોલ ઓફ ચિલ્ડ્રન હેલ્થના જણાવ્યા પ્રમાણે, 86 ટકા માતા-પિતા તે વાતથી સંમત છે કે કિશોર વયે બાળકો સૌથી વધારે સમય ગેમિંગમાં વીતાવે છે. માતા-પિતાએ છોકરીએની સરખામણીમાં કિશોર છોકરાઓ માટે અલગ ગેમિંગ પેટર્નની જાણકારી આપી હતી. 


છોકરીઓની સરખામણીમાં છોકરાઓના માતા-પિતાના જણાવ્યા પ્રમાણે, તેમના છોકરાઓ દરરોજ ગેમ રમે છે. તેઓ ત્રણથી વધારે કલાક ગેમ રમવામાં પસાર કરે છે. 


યુનિવર્સિટી ઓફ મિશિગન પોલના ડિરેક્ટર ગેરી ફ્રીડના જણાવ્યા પ્રમાણે, જો કે, ઘણા  માતા-પિતાએ ગેમ્સને પોતાના બાળકો માટે સારી ગણાવી છે, તો બીજી તરફ ઘણા લોકોએ  વધારે સમય સુધી ગેંમિગને લઈને નકારાત્મક પ્રભાવની વાત પણ કરી હતી.