તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશમાંથી લાવવામાં આવતા 67 ટકા રમકડાં બાળકો માટે જોખમી છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 66.90 ટકા રમકડાં સર્વેના પરીક્ષણમાં નિષ્ફળ થયા હતા
  • ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો
  • 80 ટકા રમકડાં મિકેનિકલ અને ફિઝિકલ સેફ્ટી ટેસ્ટમાં નિષ્ફળ થયા હતા

દિવ્યશ્રી ડેસ્ક. બાળકની ખુશી માટે માતા-પિતા તેમના માટે રમકડાં ખરીદતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે બાળકોની ખુશી માટે ખરીદવામાં આવતા રમકડા કેટલા જોખમી સાબિત થઈ શકે છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સર્વેમાં વિદેશમાંથી લાવવામાં આવતા 67 ટકા રમકડાં બાળકો માટે જોખમી છે. સર્વેના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 66.90 ટકા રમકડાં સર્વેના પરીક્ષણમાં નિષ્ફળ થયા હતા. ક્યુસીઆઈ દ્વારા કરવામાં આવેલ રિસર્ચ દિલ્હીમાં રહેલા રમકડાં પર કરવામાં આવ્યો છે. 


તેના માટે 121 પ્રકારના રમકડાં લેવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના રમકડાની વાત કરીએ તો 80 ટકા રમકડાં મિકેનિકલ અને ફિઝિકલ સેફ્ટી ટેસ્ટમાં નિષ્ફળ થયા હતા. સોફ્ટ ટોય્સની વાત કરીએ તો 45 ટકા રમકડાંમાં માન્ય થેલેટ્સ જોવા મળ્યા હતા. થેલેટ્સ એક પ્રકારનું કેમિકલ હોય છે, જેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવાની વસ્તુમાં કરવામાં આવે છે. જો કોઈ પ્લાસ્ટિક પ્રોડક્ટમાં થેલેટ્સ નક્કી કરવામાં આવેલ ધોરણો કરતા વધારે હોય છે તે સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. જ્યારે 85 ટકા રમકડાં ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. 

ક્યૂસીઆઈ પરીક્ષણમાં ખુલાસો થયો 
ભારતમાં અંદાજે 67 ટકા આયાતી રમકડાં બાળકો માટે જોખમી છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પરિક્ષણમાં તેને ખુલાસો થયો છે. પરિક્ષણમાં માત્ર 33.10 ટરા રમકડાં પાસ થયા હતા. રમકડાં પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હતા. 

ક્યૂસીઆઈના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટિકના 30 ટકા રમકડાઓ પરીક્ષણમાં ફેલ થઈ ગયા. સોફ્ટ રમકડાંના કિસ્સામાં 45 ટકા અને ઈલેક્ટ્રિકના કિસ્સામાં 75 ટકા રકમકડાંઓ પરીક્ષણમાં નિષ્ફળ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો