સર્વે / સ્કૂલે જતી ઉંમરના દર 10 બાળકોમાંથી 1 બાળક ડાયાબિટીસથી પીડિત, કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશનનો સર્વે

1 in every 10 children at school age suffers from diabetes, Comprehensive National Nutrition Survey

Divyabhaskar.com

Nov 22, 2019, 04:08 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તે 13 વર્ષની ઉંમરે ડાયાબિટીઝની પકડમાં આવી ગયો હતો. હવે બાળપણમાં ડાયાબિટીઝ થવો એ ચોંકાવનારી વાત નથી રહી. શાળાએ જતા બાળકોના દર 10 બાળકોમાંથી 1 બાળકોને ડાયાબિટીઝ છે. 5થી 9 વર્ષની વયના અને 10થી 19 વર્ષની વયના લોકો પર હાથ ધરવામાં આવેલા કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશન સર્વે (CNNS) 2016-18ના તાજેતરમાં જાહેર કરેલા પરિણામોમાં આ વાત બહાર આવી છે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, આમાંના 1 ટકા બાળકો ડાયાબિટીસના દર્દીઓ છે.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, યુનિસેફ અને પોપ્યુલેશન કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 19 વર્ષ સુધીના 10 ટકા બાળકોમાં પ્રિ-ડાયાબિટીક લક્ષણો જોવા મળ્યાં છે, જે આગળ જઇને ડાયાબિટીસમાં પરિવર્તિત થઈ શકે છે. 5-7 વર્ષ વચ્ચેના બાળકોમાં 1.3 ટકા બાળકોને ડાયાબિટીઝ, 8-9 વર્ષ વચ્ચેના બાળકોમાં 1.1 ટકા બાળકોને ડાયાબિટીસ, 10-14 વર્ષના બાળકોમાં 0.7 ટકા બાળકોને તેમજ 15-19 વર્ષની વચ્ચેના 0.5 ટકા બાળકોમાં ડાયાબિટીસ જોવા મળ્યો.

નાની ઉંમરે ડાયાબિટીસ થવાનું કારણ
રિપોર્ટ અનુસાર, ખોરાક અને જીવનશૈલીને કારણે બાળકોમાં બ્લડ સુગરનું પ્રમાણ સામાન્ય કરતા વધારે જોવા મળ્યું છે, જે ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ વધારે છે. તેમજ, ડાયાબિટીઝના આ બધા કેસોમાં આ જોખમ લગભગ 90 ટકા છે. ભારતીય કિશોરોમાં ડાયાબિટીઝ વિશે વાત કરીએ તો, 2016 માં, લગભગ 7.2 મિલિયન બાળકોને ડાયાબિટીઝ હતો, જે હવે વધી ગયો છે.

પરિવારમાં કોઇને ડાયાબિટીઝ હોવો
એવા બાળકો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા મેદસ્વી બાળકોમાં ડાયાબિટસ થવાનું જોખમ વધારે હોય છે. જે બાળકો વધુ ખાંડ, ચોકલેટ અને મીઠાઇઓનું સેવન કરતા હોય તેમને પણ ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે. આ ઉપરાંતસ ફિઝિકલ એક્ટિવિટીના અભાવને કારણે પણ ડાયાબિટીસનું જોખમ વધે છે

બાળકોમાં ડાયાબિટીસનાં લક્ષણો
ડાયાબિટીસને કારણે બાળકોનું સુગર લેવલ અસામાન્ય રીતે વધે છે, જેના કારણે તેમને ખૂબ તરસ લાગે છે, તેમની ભૂખ વધે છે, બાળકો થાકેલાં અને સુસ્ત લાગે છે, કોઈ કારણ વિના શરીર કંપાય છે, વજન ઓછું થાય છે, ધૂંધળું દેખાવા લાગે છે વગેરે જેવાં લક્ષણો દેખાય છે.

X
1 in every 10 children at school age suffers from diabetes, Comprehensive National Nutrition Survey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી