સર્વે / શાળાએ જતી ઉંમરના દર 10 બાળકોમાંથી 1 બાળકને ડાયાબિટીસ છે, કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશનનો સર્વે

1 in 10 school-age children have diabetes, Comprehensive National Nutrition Survey

  • અત્યારની જીવનશૈલી, જંડ ફૂડ અને ઠંડા પીણાની આદતના કારણે નાના બાળકો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે
  • કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશન સર્વે 2016-18ના જાહેર કરવામાં આવેલ પરિણામોમાં આ વાત સામે આવી
  • ખોરાક અને જીવનશૈલીના કારણે બાળકોમાં બ્લડ સુગરનું લેવલ સામાન્ય કરતા વધારે જોવા મળ્યું છે

Divyabhaskar.com

Nov 27, 2019, 07:14 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. મોટી ઉંમરના લોકોને ડાયાબિટીસ થાય તે જરૂરી નથી. અત્યારની જીવનશૈલી, જંડ ફૂડ અને ઠંડા પીણાની આદતના કારણે નાના બાળકો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. સ્કૂલે જતા બાળકોમાં દર 10 બાળકોમાંથી 1 બાળક ડાયાબિટીસથી પીડિત હોય છે. 5થી 9 વર્ષના બાળકો અને 10થી 19 વર્ષના કિશોરો પર કરવામાં આવેલ કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશન સર્વે 2016-18ના જાહેર કરવામાં આવેલ પરિણામોમાં આ વાત સામે આવી છે. તે પણ જાણવા મળ્યું કે, આ બાળકોમાંથી 1 ટકા બાળકો ડાયાબિટીસના દર્દી છે.

19 વર્ષની ઉંમર સુધીના 10 ટકા બાળકો પ્રી-ડાયાબિટીક
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એજ્યુકેશન ફંડ અને પોપ્યુલેશન કાઉન્સિલ દ્વારા એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે, 19 વર્ષ સુધીના 10 ટકા બાળકોમાં પૂર્વ-ડાયાબિટીક સ્થિતિ જોવા મળ્યો જે ભવિષ્યમાં ડાયાબિટીક થવાનું જોખમ વધારે છે. 5-7 વર્ષની વચ્ચેના બાળકોમાં 1.3 ટકા બાળકો, 8 -9 વર્ષની વચ્ચેના 1.1 ટકા બાળકો, 10-14 વર્ષની વચ્ચેના 0.7 ટકા બાળકો, 15-19 વર્ષની વચ્ચેના 0.5 ટકા બાળકો ડાયાબિટીસથી પીડિત છે.


નાની ઉંમરે ડાયાબિટીસના કારણો
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ખોરાક અને જીવનશૈલીના કારણે બાળકોમાં બ્લડ સુગરનું લેવલ સામાન્ય કરતા વધારે જોવા મળ્યું છે. જેના કારણે ભવિષ્યમાં ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ રહે છે. ભારતીય કિશોરોમાં ડાયાબિટીસની વાત કરી તો વર્ષ 2016માં અંદાજે 7 કરોડ 20 લાખ બાળકોને ડાયાબિટીસ હતો. આ આંકડો અત્યારે વધી ગયો છે.

બાળકોમાં ડાયાબિટીસ થવાનું એક કારણ આ પણ છે
પરિવારમાં કોઈને પહેલાથી ડાયાબિટીસ હોય, જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને મેદસ્વિ બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારે રહે છે. સુગર, ચોકલેટ અને મીઠાઈનું વધારે સેવન કરતા બાળકોમાં અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે પણ તેનું જોખમ રહે છે.

બાળકોમાં ડાયાબિટીસના લક્ષણ
તેના કારણે બાળકોનું સુગર લેવલ અસામાન્ય રીતે વધે છે, જેના કારણે તેમને વારંવાર તરસ લાગે છે, અને ભૂખ પણ વધારે લાગે છે, બાળકો જલ્દી થાકી જાય છે, કારણ વગર શરીરમાં ધ્રુજારી, વજન ઘટી જવું, ઝાંખુ દેખાઈ, વગેરે સમસ્યા થાય છે.

બાળકોમાં ડાયાબિટીસની સારવાર
ડાયાબિટીસથી પીડિત બાળકોને ઇન્સ્યુલિન થેરેપી આપવામાં આવે છે. સામાન્ય રીતે નાના બાળકોને રાતે ઈન્જેક્શન નથી આપવામાં આવતું પરંતુ ઉંમર વધવાની સાથે રાતે ઇન્સ્યુલિન શરૂ કરવામાં આવે છે. સમયસર બ્લડ સુગર ટેસ્ટ કરાવતા રહેવું અને તે પ્રમાણે ઈન્સ્યુલિનનું પ્રમાણ વધારવુ કે ઘટાડવું.

આ બાબતોનું ધ્યાન રાખવું
નિયમિત રીતે બાળકને કસરત અને વ્યાયામની આદત પાડવી, તેમને ઈન્ડોરની જગ્યાએ આઉટડોક ગેમ રમવા માટે પ્રોત્સાહિત કરવા, બાળકોના સ્કૂલ ટિચર અને ફ્રેન્ડ્સને તેની જાણકારી આપવી જેથી તેઓ ક્યારેક બીમાર પડે તો તેની મદદ કરી શકે. માતા-પિતાએ પણ સુગર ટેસ્ટ કરતા અને ઇન્સ્યુલિન આપતા શીખી જવું.

X
1 in 10 school-age children have diabetes, Comprehensive National Nutrition Survey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી