તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં 10માંથી 1 બાળક પ્રી-ડાયાબિટીક સ્ટેજનો ભોગ બને છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10માંથી 1 ભારતીય બાળક પ્રી-ડાયાબિટીસ સ્ટેજનો ભોગ બને
  • આ વાત 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ પોષણ આકારણીના એક સર્વેમાં સામે આવી
  • પોષણ આકારણી માટે કરવામાં આવેલ આ દેશનો પહેલો સર્વે છે

દિવ્યશ્રી ડેસ્ક. 10માંથી 1 ભારતીય બાળક પ્રી-ડાયાબિટીક સ્ટેજનો ભોગ બને છે. તેનો અર્થ એ થયો કે તે લોકોમાં ડાયાબિટીસ બોર્ડર પર છે. આ વાત 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ પોષણ આકારણીના એક સર્વેમાં સામે આવી છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે, આ બાળકો મોટાં થાય ત્યારે ઝડપથી ડાયાબિટીસના દર્દી બની રહ્યા છે. પોષણ આકારણી માટે કરવામાં આવેલ આ દેશનો પહેલો સર્વે છે, જેમાં જણાવ્યા પ્રમાણે, દેશમાં બાળકોમાં નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે એક બીજામાં ન ફેલાતી બીમારીનું જોખમ વધી રહ્યું છે.  

1થી 19 વર્ષ સુધીનાં બાળકોનો સર્વે કરવામાં આવ્યો
ફેબ્રુઆરી 2016થી ઓક્ટોબર 2018 સુધી લગભગ 1.12 લાખ બાળકો અને કિશોરો જેમની ઉંમર 1થી 19 વર્ષની હતી તેમની વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો.તેમાંથી 10 બાળકોમાં હાઈ ટ્રાઈગ્લિસરાઈડ્સ હોવાનું જાણવા મળ્યું. ટ્રાઈગ્લિસરાઈડ્સની વધારે માત્રા હૃદય માટે ખરાબ છે. તે ધમનીઓને જાડી કરી દે છે જેનાથી હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

28 ટકા કિશોરોમાં બેડ કોલેસ્ટેરોલની માત્રા વધારે
સર્વેમાં જણાવ્યા પ્રમાણે, 28 ટકા કિશોરોમાં ખરાબ કોલેસ્ટેરોલ (લિપોપ્રોટીન)ની માત્રા વધારે જોવા મળી હતી જેનાથી હૃદય રોગ થવાનું જોખમ વધારે રહે છે. 5 ટકા બાળકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળી હતી. 7 ટકા બાળકો અને કિશોરોમાં ક્રોનિક કિડની બીમારીનાં લક્ષણો જોવાં મળ્યાં હતાં. સરકાર હવે બાળકોમાં નોન-કોમ્યુનિકેબલ ડિસીઝના જોખમથી બચવા માટે નવી નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વેક્ષણનાં પરિણામો પર સંશોધન કરી રહી છે.

બાળકોમાં ડાયાબિટીસ થવાનું કારણ
અત્યારે મોટાભાગનાં બાળકો ગેજેટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. કેટલીક વખત માતા-પિતા અથવા સંભાળ રાખનારા બાળકોનું ધ્યાન હટાવવા માટે અથવા તેમને નિયંત્રણમા રાખવા માટે તેમને સ્માર્ટફોન અથવા અન્ય ગેજેટ્સ આપતાં હોય છે. બાળકો મનોરંજન માટે કમ્પ્યૂટર અને અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો પર વધારે નિર્ભર રહે છે. ફિઝિકલ એક્ટિવિટી ન કરતાં હોવાથી તેમની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે ખાવા-પીવાથી ચરબી વધી જાય છે અને આ તમામ વસ્તુ ડાયાબિટીસનું કારણ બને છે.

જીવનશૈલીમાં ફેરફાર કરો

  • નાની ઉંમરથી બાળકોને હેલ્ધી અને ન્યૂટ્રિશન્સથી ભરપૂર ખાવાનું આપવું. સમયસર હેલ્ધી ફૂડ ઈનટેક કરવાથી બાળકોને ફાયદો થાય છે.
  • બાળકો માતા-પિતાની જીવનશૈલીને ફોલો કરે છે જો માતા-પિતા હેલ્ધી ફૂડ ખાય છે તો તેમના બાળકો પણ હેલ્ધી ફૂડનો ઓપ્શન જ પસંદ કરે છે. ઘરમાં બાળકો માટે હેલ્ધી ફૂડનો ઓપ્શન રાખવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો