રિસર્ચ / ઝીંક અને ફોલિક સપ્લિમેન્ટ્સના સેવનથી પ્રેગ્નન્સી રેટ કે સ્પર્મ કાઉન્ટમાં વૃદ્ધિ થતી નથી

Zinc and folic supplement intake does not increase pregnancy rate or sperm count

  • આ રિસર્ચ પુરુષોની ઈન્ફર્ટિલિટીને ઘ્યારમાં રાખીને કરવામાં આવ્યું હતું
  • ફર્ટિલિટી ઈમપ્રૂવ કરવા માટે ઉપયોગ કરવામા માટે આવતી સપ્લિમેટ્સમાં ઝીંક હોય છે
  • ઝીંક અને ફોલિક સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી પ્રેગ્નન્સી રેટમાં વૃદ્ધિ નથી થતી

Divyabhaskar.com

Jan 11, 2020, 02:48 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. આપણે લાંબા સમય સુધી સાંભળતા આવ્યા છીએ કે, ઝીંક અને ફોલિક એસિડની સપ્લિમેન્ટ લેવાથી પુરુષોની ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વાત સંપૂર્ણ રીતે સાચી સાબિત થઈ નથી. રિસર્ચના પરિણામોમાં જોવા મળ્યું કે,ઝીંક અને ફોલિક સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી પ્રેગ્નન્સી રેટમાં વૃદ્ધિ નથી થતી અને ન તો સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીમાં વધારો થાય છે.

‘યુનિવર્સિટી ઓફ યુથા હેલ્થ’ દ્વારા ઘણા અન્ય મેડિકલ એન્ડ હેલ્થ સેન્ટર્સના સહયોગથી આ રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પણ સામેલ છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં એ વાતના પુરાવા સામે આવ્યા છે કે, ઝીંક અને ફોલિક એસિડની સપ્લિમેન્ટ્સ ફર્ટિલિટી વધારવામાં કોઈ મહત્ત્વન ભૂમિકા નથી નિભાવતી. યુ હેલ્થ એન્ડ યુનિસ કેનેડી શ્રાઈવર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યુમવ ડેવલપમેન્ટ (NICHD) ઉપરાંત શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિન અને યુનિવર્સિટી ઓફ આયોવા કાર્વર કોલેજ ઓફ મેડિસિનને આ રિસર્ચમાં ભાગ લીધો હતો.

આ રિસર્ચ પુરુષોની ઈન્ફર્ટિલિટીને ઘ્યારમાં રાખીને કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનું પહેલુ રિસર્ચ છે, જેમાં પુરુષો સંબંધિત હાઈ ક્વોલિટી ડેટા સામે આવ્યા કે ઝીંક અને ફોલિડ એસિડ બર્થ આઉટકમ્સને ઈમ્પ્રૂવ કરવાનું કામ નથી કરતા.

‘યુનિસ કેનેડી શ્રાઈવર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ’ (NICHD)ના નેતૃત્વ હેઠળ આ રિસર્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં આ રિસર્ચને જર્નલ ઓફ અમેરિકન મેડિસન એસોસિયેશન (JAMA) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ફર્ટિલિટી ઈમપ્રૂવ કરવા માટે ઉપયોગ કરવામા માટે આવતી સપ્લિમેટ્સમાં ઝીંક હોય છે. ઝીંક એક પ્રકારનું મિનરલ એસેંશલ છે, જે સ્પર્મ ડેવલપ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત આ સપ્લિમેન્ટ્સમાં નેચરલ ફોર્મમાં ફોલિક એસિડ હોય છે. તે વિશે એવું માનવામાં આવે છે કે, DNA (ડિઑક્સિરાઈબ્ન્યૂકલેઇક એસિડ) અને સ્પર્મ ફોર્મેશનમાં મદદ કરે છે. લગભગ દરેક મેડિકલ સ્ટોર પર વેચાતી આ સપ્લિમેન્ટ્સ સ્પર્મ ફોર્મેશન અને સ્પર્મ કાઉન્ટ વધારવાની નેચરલ રીતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

X
Zinc and folic supplement intake does not increase pregnancy rate or sperm count

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી