રિસર્ચ / અસ્થમાથી પીડિત મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું હોય છે

Women with asthma have lower testosterone levels

  • ટેસ્ટોસ્ટેરોન એક એવું હોર્મોન છે, જે શરીરમાં શારીરિક સંબંધની ઈચ્છાને જાળવવાનું કાર્ય કરે છે
  • અસ્થમાના દર્દીના શરીરમાં સેક્સ ડિફરન્સ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે
  • સેક્સ હોર્મોનના ઉચ્ચ સ્તરથી અસ્થમાની શક્યતા ઓછી થઈ શકે છે

Divyabhaskar.com

Oct 04, 2019, 12:13 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં સંશોધકોએ જોયું કે, જે મહિલાઓને અસ્થમાની બીમારી હોય છે તેમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ તે મહિલાઓની સરખામણીમાં બહું ઓછું હોય છે, જેમને આ બીમારી નથી. ટેસ્ટોસ્ટેરોન એક એવું હોર્મોન છે, જે શરીરમાં શારીરિક સંબંધની ઈચ્છાને જાળવવાનું કાર્ય કરે છે. અલબત્ત, તેને એક મેલ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તે સ્ત્રીઓના શરીરમાં પણ એક નિશ્ચિત સ્તરે જોવા મળે છે.

રિસર્ચના ઓથર અને અમેરિકાની ‘યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ’ના જુઆન સી સેલેડનના જણાવ્ય મુજબ, અમારા રિસર્ચમાં જે પ્રકારનું પરિણામ સામે આવ્યું છે,તેમાંથી તે સાબિત થાય છે કે, સેક્સ્યુઅલ હોર્મોન એસ્ટ્રાડિઓલ અને ફ્રી ટેસ્ટોસ્ટેરોન એટલે કે જે પ્રોટીનથી અટેચ નથી, તે અસ્થમાના દર્દીના શરીરમાં સેક્સ ડિફરન્સ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ રિસર્ચ 'અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિન'માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

રિસર્ચમાં જાણવા મળ્યું કે, સેક્સ હોર્મોનના ઉચ્ચ સ્તરથી અસ્થમાની શક્યતા ઓછી થઈ શકે છે. આ રિસર્ચનો ઉદ્દેશ્ય અસ્થમાના દર્દીમાં ટેસ્ટોસ્ટેરોનની ભૂમિકા અને સેક્સની ઈચ્છા વિશે જાણવાનો હતો. સાથે તેમાં મેદસ્વિતાવાળા લોકો અને શારીરિક રીતે તંદુરસ્ત લોકો પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેમને અસ્થમાની સમસ્યા હતી. સંશોધકોના જણાવ્યા અનુસાર, મેદસ્વિતાવાળી મહિલાઓમાં સૌથી ઓછી ક્વાર્ટાઈલની સરખામણીમાં સૌથી વધારે ક્વાર્ટાઈલમાં ફ્રી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 41 ટકા હતું, જે અસ્થમાની શક્યતાને ઓછી દર્શાવે છે.

X
Women with asthma have lower testosterone levels
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી