સાવચેતી / જે મહિલાઓમાં જિનેટિક ડિફેક્ટ્સ હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે રહે છે

Women who have genetic defects are at higher risk of breast cancer

  • કેન્સર એક એવી બીમારી છે તેનો ડર હંમેશાં લોકોમાં હોય છે
  • બ્રેસ્ટ કેન્સર એક એવું કેન્સર છે જે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે
  • નાની ઉંમરની સ્ત્રીઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે

Divyabhaskar.com

Sep 14, 2019, 01:32 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. કેન્સર એક એવી બીમારી છે તેનો ડર હંમેશાં લોકોમાં હોય છે. કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. તો બ્રેસ્ટ કેન્સર એક એવું કેન્સર છે જે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે એટલા માટે તેનું સ્ક્રીનિંગ જરૂરી છે. સામાન્ય રીતે નાની ઉંમરની મહિલાઓ વિચારતી હોય છે કે તેમને બ્રેસ્ટ કેન્સર ન હોઈ શકે અને તેથી તેના લક્ષણો નજરઅંદાજ કરે છે. ઘણા પરિબળો છે જેના લીધે નાની ઉંમરની સ્ત્રીઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે.

જેમ કે, પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર હોય ખાસ કરીને માતા કે દીકરીને કે બહેનને હોય. જે મહિલાઓમાં જિનેટિક ડિફેક્ટ્સ હોય છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે રહેલું હોય છે. બ્રેસ્ટ કેન્સર એક એવું કેન્સર છે જેની સારવાર જલ્દી કરવામાં આવે તો તે સંપૂર્ણ રીતે મટી જાય છે. સ્તન કેન્સર પછી સામાન્ય જીવન પણ શક્ય છે પરંતુ તેની શરત એટલી છે કે શરૂઆતમાં જ તેની તપાસ કરાવવી જોઈએ. શરૂઆતમાં ખબર પડી જવાથી સારવાર સરળતાથી કરી શકાય છે.

સામન્ય રીતે બ્રેસ્ટ કેન્સરને ડિટેક્ટ કરવા માટે મેમોગ્રાફી સ્ક્રીનિંગની સલાહ આપવામાં આવે છે. પરંતુ જ્યારે નાની ઉંમરની મહિલાઓમાં કેન્સર સ્ક્રીનિંગની વાત આવે છે તો તે યોગ્ય નથી માનવામાં આવતું. શરૂઆતનાં તબક્કામાં બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ કરવા માટે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાઓનું પાલન કરી શકો છો ડોક્ટર 20 વર્ષ સુધીની મહિલાઓને મહિને મહિને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન (SBE) અને વર્ષમાં એક વખત ક્લીનિકલ એક્ઝામિનેશનની સલાહ આપે છે. તેને પિરિઅડ્સના સાતમા દિવસે કરાવવી જોઈએ.

નાની ઉંમરની મહિલાઓમાં બ્રેસ્ટ ટિશ્યૂ ભરાવદાર હોય છે જેના લીધે મેમોગ્રાફીથી ખબર નથી પડતી કે બ્રેસ્ટ કેન્સર છે કે નહીં. આને કારણે કેટલીક અન્ય પદ્ધતિઓ વિશે વિચારણા કરવામાં આવી રહી છે. સેલ્ફ એક્ઝામિનેશન દરમિયાન કોઈને બ્રેસ્ટમાં લમ્પ (ગાંઠ) અથવા નિપલ ડિસ્ચાર્જ દેખાય તો તેને નજરઅંદાજ ન કરવાં. અલબત્ત, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બ્રેસ્ટમાં લમ્પ, તેમાંથી કોઈ ડિસ્ચાર્જ એટલે કે પ્રવાહીનો સ્રાવ અથવા સ્કિનમાં કોઈ ફેરફાર દેખાય તો હંમેશાં તેનો અર્થ એ નથી કે બ્રેસ્ટ કેન્સર જ હોય.

X
Women who have genetic defects are at higher risk of breast cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી