સંધિવાની બીમારી / મહિલાઓ રુમેટોઈડ આર્થ્રાઈટિસનો સૌથી વધુ ભોગ બને છે, હાથની આંગળીઓમાં ઝણઝણાટી અને ખાલી ચઢે છે

Women become the biggest sufferer of Rumetoid, tingling and empty fingers in their fingers.

Divyabhaskar.com

Jul 11, 2019, 01:49 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. રુમેટોઇડ આર્થ્રાઈટિસ એક પ્રકારની સંધિવાની બીમારી છે, જેમાં શરીરના સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. તે ઉપરાંત આંખ, હૃ્દય અને રક્તવાહિનીઓ પર પણ ખરાબ અસર થાય છે. એટલું જ નહીં, હાથની પહેલી બે આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી થવી, ખાલી ચઢવી, બળતરા થવી,મીઠી ખંજવાળ આવવી કે દુખાવો થવો જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આવી ફરિયાદો ઘણી મહિલાઓ ખાસ કરીને ચાળીસ વર્ષ કે તેથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ એક ઓટોઈમ્યૂન બીમારી છે, જેમાં શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. આ બીમારીથી પીડાતી મહિલાઓને દુખાવો, સોજો અને બળતરાની ફરિયાદ રહે છે. આ બીમારીમાં કોઇ વસ્તુ હાથમાં પકડીને કામ કરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. રસોઇ કરતી વખતે ચમચો હલાવતી વખતે પણ હાથમાં ખાલી ચઢી જાય અથવા ચમચો જોરથી પકડી ન શકાય તેવું પણ બને છે. જો તકલીફ આગળ વધે તો હાથના અંગૂઠાના સ્નાયુઓ નબળા પડી જાય છે.

બીમારીનાં લક્ષણો

સાંધા, પીઠ અને સ્નાયુઓમાં દુખાવો. સાંધા જકડાઈ જવાની ફરિયાદ રહે છે. નબળાઈ અને સોજો, હલન-ચલનમાં તકલીફ થવી, આંગળી પર ગાંઠ થઈ જવી કે સોજા આવી જવા. રુમેટોઇડ આર્થ્રાઈટિસ સૌથી પહેલાં શરીરના નાના નાના સાંધાઓ પર અસર કરે છે. જેમ કે, આંગળીના સાંધાઓ. ત્યારબાદ કાંડાં, ઘૂંટણ, કોણી, ખભા વગેરે શરીરના ભાગો જકડાઈ જાય છે.

કોને આ બીમારી થઈ શકે

અમુક લોકો જલ્દીથી આ બીમારીની ઝપેટમાં આવી જાય છે. તેના માટે કેટલાંક પરિબળો જવાબદાર હોય છેઃ

  • મહિલાઓ વધારે આ બીમારીની ઝપેટમાં આવી જાય છે, જે લોકો સ્મોકિંગ કરતા હોય તે લોકોને રુમેટોઇડ આર્થ્રાઈટિસ થવાની શક્યતા વધી જાય છે.
  • 40 વર્ષ બાદ આ બીમારી થવાની સંભાવના વધી જાય છે.
  • પરિવારમાં કોઈને રુમેટોઇડ આર્થ્રાઈટિસ થયો હોય તો આ બીમારી વારસાગત હોવાથી ઘરમાં બીજી વ્યક્તિને પણ થવાની સંભાવના વધી જાય છે.
  • વધારે વજન હોય તેવા લોકોને પણ આ બીમારી થવાની શક્યતા રહે છે.
X
Women become the biggest sufferer of Rumetoid, tingling and empty fingers in their fingers.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી