રિસર્ચ / પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ફિટ હોય છે

Women are more fit than men

  • પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઓક્સિજની પ્રોસેસ વધુ યોગ્ય હોય છે 
  • ફિટનેસ માટે અને પરફોર્મ માટે મહિલાઓ પુરુષો કરતા આગળ છે
  • રિસર્ચમાં ટ્રેડમિલ પર વોકિંગને પ્રમાણિત માનવામાં આવ્યું હતું

Divyabhaskar.com

Jan 12, 2020, 11:33 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. ફિટનેસની વાત કરીએ તો દરેક વ્યક્તિના મગજમાં પહેલા પુરુષોની બોડી જ નજરમાં આવે છે. જિમ વર્કઆઉટમાં પણ પુરુષો જ સૌથી વધારે જોવા મળ છે. બોડી બનાવવાના શોખીન સૌથી વધારે પુરુષો જ હોય છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓ પુરુષો કરતા વધારે ફિટ હોય છે. જો તેઓ ફિટનેસ માટે કોઈ વર્કઆઉટ કરે છે તો તેમનું ફિટનેસ લેવલ પુરુષોની સરખામણીએ વધારે હોય છે. મહિલાઓનું શરીર પુરુષોની સરખામણીએ વધારે નાજુક અને કમજોર માનવામાં આવે છે. પરંતુ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે ફિટનેસ લેવલની વાત આવે છે તો, મહિલાઓ આગળ હોવાનો ખુલાસો થયો છે.

નવા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઓક્સિજની પ્રક્રિયા સારી હોય છે. જો કે, અગાઉ કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પુરુષોના શરીરની રચના, આકાર, મજબૂતી અને સ્પીડના કારણે વધુ તકો હોય છે. પરંતુ ન્યૂટ્રિશન એન્ડ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ઓક્સિજન પ્રોસેસ યોગ્ય હોવાને કારણે ફિટનેસ માટે અને પરફોર્મ માટે મહિલાઓ પુરુષો કરતા આગળ છે.


આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ વોટરલૂમાં કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં ટ્રેડમિલ પર વોકિંગને પ્રમાણિત માનવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે, મહિલાઓ પુરુષોની સરખામણીમાં કેટલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે.

ઓક્સિજનનો સંચાર અને શ્વાસ વચ્ચેનો તફાવત
કોઈ પણ શારીરિક પ્રવૃતિ થાય છે તો, તો ઓક્સિજનનો સંચાર વધી જાય છે. શરીરમાં ઓક્સિજનનો વપરાશ જ પરફોર્મનું ધોરણ હોય છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પુરુષો વર્કઆઉટ મોડમાં આવવા માટે 45 સેકન્ડનો સમય લે છે. જ્યારે મહિલાઓ વર્કઆઉટ મોડમાં આવવા માટે માત્ર 30 સેકન્ડનો સમય લે છે.

મહિલાઓનું શરીર 30 ટકા ઓક્સિજનથી શરીરના સ્નાયુઓને ચાર્જ કરવામાં સક્ષમ છે. મહિલાઓને શ્વાસમાં લેવામાં પુરુષોની સરખામણીમાં ઓછી તકલીફ થાય છે. પુરુષોમાં શ્વાસ લેવાની તકલીફ વધારે જોવા મળે છે.

X
Women are more fit than men

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી