રિસર્ચ / પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ફિટ હોય છે

Women are more fit than men

  • સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધારે તદુંરસ્ત હોય છે
  • રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે મહિલાઓ પુરુષોની સરખામણી વધારે ફિટ હોય છે
  • મહિલાઓ વધારે ઓક્સિજનને પ્રોસેસ કરે છે

Divyabhaskar.com

Oct 29, 2019, 11:44 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધારે તદુંરસ્ત હોય છે. તે જીમમાં તેઓ વધુ સમય વિતાવે છે. વજન ઉંચકવું, માંસપેશીઓ બનાવવી, જીમમાં વધુ કસરત કરવી આ બધુ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે કરે છે. જો કે, એક નવા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે મહિલાઓ પુરુષોની સરખામણી વધારે ફિટ હોય છે.

મહિલાઓ વધારે ઓક્સિજનને પ્રોસેસ કરે છે
જ્યારે વાત વર્કઆઉટની આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે, પુરુષોના શરીરની સાઈઝ, સ્ટ્રેંથ અને સ્પીડના કારણે તેમની પાસે મહિલાઓ કરતાં વધારે અડવાન્ટેજ હોય છે. જો કે, ‘જર્નલ ઓફ અપ્લાઈડ ફિઝિયોલોજી’, ‘ન્યૂટ્રિશન એન્ડ મેટાબોલિઝમ’ નામની જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મહિલાઓ પુરુષો કરતાં વધુ ઝડપથી ઓક્સિજનની પ્રોસેસ કરતી હોવાથી તેઓ પુરુષોની સરખામણીમાં સારું પરફોર્મ કરે છે.

ટ્રેડમિલ પર વોકિંગ કરીને રિસર્ચ કરવામાં આવ્યું
‘યુનિવર્સિટી ઓફ વોટરલૂ’માં થયેલા રિસર્ચમાં 9 મહિલાઓ અને પુરુષોનો ટ્રેડમિલ પર ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં સામેલ સહભાગીઓને ટ્રેડમિલ પર પહેલા ઊભા રહેવા અને પછી ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન સંશોધકોએ નોટિસ કર્યું હતું કે, તમામ સહભાગીઓ કેટલો ઓક્સિજનો ઉપયોગ કર્યો અને તેમને તે એક્ટિવિટીના અનુરૂપ બનાવવામાં કેટલો સમય લાગ્યો.


વર્કઆઉટ મોડમાં આવવામાં મહિલાઓને ઓછો સમય લાગે
રિસર્ચમાં જાણવા મળ્યું કે, પુરુષોમાં વર્કઆઉટ મોડ આવતા અંદાજે 42 સેંકડ સમય લાગે છે તો બીજી તરફ મહિલાઓને 30 સેંકડમાં આરામથી વર્કઆઉટ મોડમાં આવી જતી હોય છે. રિસર્ચમાં તે પણ જાણવા મળ્યું કે, મહિલાઓ અંદાજે 30 ટકા ઓક્સિજનથી તેમની માંસપેશિયોને જલ્દી ચાર્જ કરી લેતી હોય છે અને શ્વાસ લેવામાં તેમને ઓછી સમસ્યા થાય છે. પુરુષોમાં તેનાથી સંબંધિત સમસ્યાઓ વધુ જોવા મળી.

X
Women are more fit than men
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી